T20 વર્લ્ડ કપના ક્રેઝ વચ્ચે ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2 TRP-ચાર્ટમાં ટૉપ પર

07 March, 2026 01:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઇન્ડિયાએ હિન્દી ટીવી-શો માટે લેટેસ્ટ TRP-રિપોર્ટ જાહેર કર્યો છે. આ અઠવાડિયે પણ લોકપ્રિય સિરિયલ ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ TRP-ચાર્ટમાં ટૉપ પર છે.

T20 વર્લ્ડ કપના ક્રેઝ વચ્ચે ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2 TRP-ચાર્ટમાં ટૉપ પર

બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઇન્ડિયાએ હિન્દી ટીવી-શો માટે લેટેસ્ટ TRP-રિપોર્ટ જાહેર કર્યો છે. આ અઠવાડિયે પણ લોકપ્રિય સિરિયલ ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ TRP-ચાર્ટમાં ટૉપ પર છે. ચાલી રહેલા T20 વર્લ્ડ કપના જોરદાર ક્રેઝ વચ્ચે પણ કેટલીક સિરિયલોએ પોતાની મજબૂત સ્થિતિ જાળવી રાખી છે, જ્યારે કેટલીક સિરિયલોના TRPમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.
TRP-ચાર્ટમાં પ્રથમ સ્થાને ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ છે જ્યારે ‘તુમ સે તુમ તક’એ બીજા ક્રમે રહીને દર્શકોમાં પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે. ત્રીજા સ્થાને લોકપ્રિય સિરિયલ ‘અનુપમા’ છે. ચોથા અને પાંચમા સ્થાને કોઈ ફેરફાર થયો નથી અને એ સ્થાનોએ અનુક્રમે ‘ગંગામાઈ કી બેટિયાં’ અને ‘વસુધા’એ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

kyunki saas bhi kabhi bahu thi smriti irani cricket news indian television television news entertainment news sports news sports