News In Short: ગુરમીત ચૌધરીએ આખરે બંગાળી સ્ટાઇલમાં કર્યાં લગ્ન

06 October, 2021 05:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શૉર્ટ ફિલ્મની કન્ટેન્ટ ખૂબ જ જોરદાર છે અને દૃશ્યો પણ ખૂબ જ સારાં છે. અમારો જે ફોટો ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે એ અમારી ફિલ્મનો છે, જેમાં અમે બંગાળી સ્ટાઇલમાં લગ્ન કર્યાં હતાં.

ગુરમીત ચૌધરીએ આખરે બંગાળી સ્ટાઇલમાં કર્યાં લગ્ન

ગુરમીત ચૌધરીએ શૉર્ટ ફિલ્મ ‘સુભો બિજોયા’ માટે પત્ની દેબિના બૉનરજી સાથે કામ કર્યું છે. તેઓ રિયલ લાઇફમાં પણ પતી-પત્ની છે અને શૉર્ટ ફિલ્મ માટે પણ તેમણે લગ્ન કર્યાં છે. દેબિના ઉત્તર પ્રદેશની રીતરીવાજ મુજબ લગ્ન કર્યાં હતાં. તેની બંગાળી લગ્નની ખૂબ જ ઇચ્છા હતી. જોકે શૉર્ટ ફિલ્મ દ્વારા તેને બંગાળી લગ્ન કરવાનો ચાન્સ મળી ગયો છે. આ શૉર્ટ ફિલ્મને રામ કમલે ડિરેક્ટ કરી છે. આ વિશે દેબિનાએ કહ્યું હતું કે ‘ગુરમીત અને હું અગિયાર વર્ષ બાદ શૉર્ટ ફિલ્મ ‘શુભો બિજોય’ માટે સાથે કામ કરી રહ્યાં છીએ. આ શૉર્ટ ફિલ્મની કન્ટેન્ટ ખૂબ જ જોરદાર છે અને દૃશ્યો પણ ખૂબ જ સારાં છે. અમારો જે ફોટો ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે એ અમારી ફિલ્મનો છે, જેમાં અમે બંગાળી સ્ટાઇલમાં લગ્ન કર્યાં હતાં.’

યે તેરા ઘર યે મેરા ઘર, યે ઘર બહુત હસીન હૈ...

શાહિદ કપૂર તેની પત્ની મીરા કપૂર સાથે નવા ઘરના મુલાકાતે ગઈ હતી.  આ ઘર હજી તો તૈયાર થઈ રહ્યું છે. તેમણે વરલીમાં નવું ઘર ખરીદ્યું છે. આ એક ડુપ્લેક્સ ઘર છે જે ૪૨ અને ૪૩મા ફ્લોર પર છે. ૮૬૨૬ સ્ક્વેર ફીટનું આ ઘરનું કામ હાલમાં ચાલી રહ્યું છે. આ ઘર શાહિદે ૫૫.૬૦ કરોડની આસપાસ ખરીદ્યું હતું જે માટે તેણે ૨.૯૧ કરોડની સ્ટૅમ્પ ડ્યુટી પણ ભરી હતી. મીરાએ તેની ઇન્સ્ટાસ્ટોરીમાં આ ઘરની મુલાકાત દરમ્યાનનો ફોટો શૅર કર્યો છે.

‘હાઉસ ઑફ ડ્રૅગન’ આવતા વર્ષે આપશે દસ્તક

ઇન્ટરનૅશનલ શો ‘ગેમ ઑફ થ્રોન્સ’ની પ્રીક્વલને ‘હાઉસ ઑફ ડ્રૅગન’ આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે. ૨૦૧૧થી ૨૦૧૯ સુધી આ શો ખૂબ જ લોકપ્રિય રહ્યો છે. દુનિયામાં સૌથી વધુ જોવાયેલા શો અને સૌથી વધુ પાઇરેટ બન્યો હોય એવા શોમાં ‘ગેમ ઑફ થ્રોન્સ’ની ગણતરી થાય છે. ‘ગેમ ઑફ થ્રોન્સ’ના બસો વર્ષ પહેલાંની સ્ટોરી ‘હાઉસ ઑફ ડ્રૅગન’માં દેખાડવામાં આવશે. આ શોને હવે ૨૦૨૨માં રિલીઝ કરવામાં આવશે.

બીચ બેબી

અલાયા ફર્નિચરવાલા હાલમાં મૉલદીવ્ઝમાં વેકેશનની મજા માણી રહી છે. તે ઇન્સ્ટાગ્રામ પર તેના ઘણાં ફોટો પણ શૅર કરી રહી છે. તેના ફોટો પરથી લાગી રહ્યું છે તે બીચની ખૂબ જ મજા માણી રહી છે.

ધમાલ મચાવશે ડિઝની

ડિઝની ઇન્ડિયા દ્વારા તેમની ફિલ્મોની લાઇનઅપની જાહેરાત કરવામાં આવી છે. ઍન્જેલિના જોલીની ‘ઇટર્નલ્સ’થી શરૂ થનારી આ ફિલ્મો ૨૦૨૧ અને ૨૦૨૨માં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મોમાં માર્વલ્સ સ્ટુડિયોની ફિલ્મોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

television news indian television entertainment news gurmeet choudhary