✕

સલમાન ખાનને બદલે હવે રોહિત શેટ્ટી કરશે બિગ બૉસ 20ના વીક-એન્ડ કા વારનું હોસ્ટિંગ

21 October, 2026 08:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિપોર્ટ પ્રમાણે તેની ગેરહાજરીમાં ફિલ્મમેકર રોહિત શેટ્ટી હોસ્ટની જવાબદારી સંભાળશે.સલમાને રવિવારના એપિસોડમાં જણાવ્યું હતું કે અગાઉથી નક્કી થયેલા પ્રોફેશનલ કમિટમેન્ટના કારણે તે ‘બિગ બૉસ 20’ના આગામી વીક-એન્ડ કા વાર એપિસોડમાં હાજર નહીં રહે.

સલમાનની જગ્યાએ રોહિત શેટ્ટી બનશે હોસ્ટ

સલમાન ખાન ‘બિગ બૉસ 20’ના આગામી વીક-એન્ડ કા વાર એપિસોડનું સંચાલન નહીં કરે. રિપોર્ટ પ્રમાણે તેની ગેરહાજરીમાં ફિલ્મમેકર રોહિત શેટ્ટી હોસ્ટની જવાબદારી સંભાળશે.
સલમાને રવિવારના એપિસોડમાં જણાવ્યું હતું કે અગાઉથી નક્કી થયેલા પ્રોફેશનલ કમિટમેન્ટના કારણે તે ‘બિગ બૉસ 20’ના આગામી વીક-એન્ડ કા વાર એપિસોડમાં હાજર નહીં રહે. જોકે અભિનેતાએ પોતાની ગેરહાજરીનું ચોક્કસ કારણ જણાવ્યું નહોતું. 

સલમાન ખાનની ગેરહાજરીમાં અગાઉ પણ અનેક સેલિબ્રિટી ‘બિગ બૉસ’ના હોસ્ટ તરીકે જોવા મળી છે. આ પહેલાં રોહિત શેટ્ટી ‘બિગ બૉસ 18’ અને ‘બિગ બૉસ 19’ દરમ્યાન પણ હોસ્ટની જવાબદારી સંભાળી ચૂક્યો છે.

Salman Khan rohit shetty Bigg Boss indian television television news entertainment news