20 October, 2024 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
બાબા સિદ્દીકીની હત્યા થયા બાદ સલમાન ખાન ભયભીત છે એ છતાં તેણે બિગ બૉસના ‘વીક એન્ડ કા વીર’ માટે શૂટિંગ કરવું પડ્યું હતું. જોકે એ માટે સેટ પર ટાઇટ સિક્યૉરિટી રાખવામાં આવી હતી. હવે એવું બહાર આવ્યું છે કે સલમાન એ શૂટિંગ કરવા રાજી નહોતો, પણ કમિટમેન્ટ હતું એટલે તેણે એ શૂટ માટે આવવું પડ્યું હતું એમ સલમાને સેટ પર કહ્યું હતું.
શોનો એક પ્રોમો બહાર પાડવામાં આવ્યો છે, જેમાં સલમાન સ્પર્ધક શિલ્પા શિરોડકર સાથે વાત કરતો જોવા મળે છે, જેમાં શિલ્પા તેને કહે છે કે તેણે અન્ય સ્પર્ધક અવિનાશ મિશ્રાની વર્તણૂકથી કંટાળીને ખાવાનું છોડી દીધું છે. શિલ્પા તેની સાથે વાત કરે છે ત્યારે રડી પડે છે. એ જોઈ સલમાન તેને કહે છે કે ‘આઇ હેટ ટિયર્સ શિલ્પા. જ્યારે તારી દીકરી ખાવાના પર ગુસ્સો કાઢે ત્યારે તું શું કરે?’ ત્યારે શિલ્પા કહે છે કે મારો ગુસ્સો ખાવા પર નહીં, અવિનાશ સામે છે. ત્યારે સલમાન તેને કહે છે કે ‘તો એ ગુસ્સો એ ઍટિટ્યૂડ પર કાઢ, બિગ બૉસના ઘરમાં કોઈ લાગણીઓ સાથે ચીટકીને ન રહેવું જોઈએ. મને આજે એવી ફીલિંગ હતી કે મુઝે આજ યહાં પર આના હી નહીં થા, પણ લોકોએ જે કરવું પડતું હોય એ કરવું જ પડે.’