16 September, 2025 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્વેતા તિવારી
૪૪ વર્ષની શ્વેતા તિવારની દીકરી પલક તિવારી ઍક્ટ્રેસ બની ગઈ હોવા છતાં આજે પણ તેના ફૅન્સની સંખ્યા ઘણી વધારે છે. પોતાના આ ફૅન્સ માટે શ્વેતા સોશ્યલ મીડિયા પર તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે. હાલમાં શ્વેતાએ સોશ્યલ મીડિયા પર તેનો ફેસ્ટિવ લુક શૅર કર્યો છે જેમાં તે ફૂલ અને પાંદડાંની પ્રિન્ટવાળી મરૂન કલરની સાડીમાં દેખાઈ રહી છે. આ સાડી પર મલ્ટીકલર રેશમ સાથે સીક્વિન અને પર્લનું વર્ક કરવામાં આવ્યું છે અને એની કિંમત ૧,૧૮,૨૦૦ રૂપિયા જેટલી હોવાનું જાણવા મળ્યું છે.