અક્ષય કુમારના લોકપ્રિય શો વ્હીલ ઑફ ફૉર્ચ્યુન ઇન્ડિયાની બીજી સીઝન કન્ફર્મ

21 April, 2026 10:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગેમ-શોની પહેલી સીઝનને મળેલા સારા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને હવે આ એની બીજી સીઝનને લીલી ઝંડી મળી ગઈ છે

અક્ષય કુમારની ફાઇલ તસવીર

અક્ષય કુમારનો લોકપ્રિય શો ‘વ્હીલ ઑફ ફૉર્ચ્યુન ઇન્ડિયા’ સોમવારથી શુક્રવાર રાત્રે ૯ વાગ્યે સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન અને સોની લિવ પર સ્ટ્રીમ થાય છે. અક્ષય કુમારનો આ શો ૨૭ જાન્યુઆરીએ શરૂ થયો હતો અને એને સારી એવી લોકપ્રિયતા મળી છે. ગેમ-શોની પહેલી સીઝનને મળેલા સારા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને હવે આ એની બીજી સીઝનને લીલી ઝંડી મળી ગઈ છે અને આ બીજી સીઝનમાં પણ હોસ્ટ તરીકે અક્ષય કુમાર જ જોવા મળશે. હવે નિર્માતાઓ શોને વધુ મોટા સ્તરે રજૂ કરવાની તૈયારીમાં છે અને ટૂંક સમયમાં એની બીજી સીઝનની રિલીઝ-ડેટ પણ જાહેર કરવામાં આવશે.

akshay kumar tv show indian television television news entertainment news