જ્યારે કપિલ શર્મા શૉ જોવા માટે વિરાટ કોહલીને ચુકવવા પડ્યા 3 લાખ રૂપિયા...

04 August, 2021 02:50 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

જ્યારે વિરાટ કહોલીએ કપિલ શર્મા શૉ જોવા માટે ચુકવવા પડ્યા હતા 3 લાખ રૂપિયા, જાણો શું છે કિસ્સો.

વિરાટ કોહલી

કૉમેડી કિંગ કપિલ શર્માના શો પર તમામ સ્ટાર્સ આવે છે અને તેમના જીવન સાથે જોડાયેલી વાતો શેર કરે છે. એક વખત ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પણ કપિલના શોમાં આવ્યા હતા. તે સમયે કોહલીએ એક ખૂબ જ રમૂજી કિસ્સો શેર કર્યો હતો અને કહ્યું કે કેવી રીતે તેને આ શો જોવા માટે 3 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા હતા. 

વિરાટ કોહલીએ આ અંગે કહ્યું કે, `જ્યારે અમારી આખી ટીમ ફ્રી હોય ત્યારે બધાને સાથે બેસીને કપિલ શર્માનો શો જોવો ગમે છે. તેમણે કહ્યું કે શ્રીલંકાના પ્રવાસ પર જ્યારે અમે એરપોર્ટ પર બેઠા હતા, મને કંટાળો આવતો હતો, મેં વિચાર્યું કે ચાલો કંઈક જોઈએ. ઘણું મોડું થઈ ગયું હતું. મને ખબર પણ નહોતી કે મારી પાસે વાઇફાઇ નથી.

આગળ સમજાવતા કોહલીએ કહ્યું કે, `મેં આ શો માત્ર ભારતમાં મારા 3 જી સેલ્યુલર નેટવર્ક પર ચલાવ્યો હતો. અમે એક કલાક ઇન્ટરનેશનલ રોમિંગ પર કોમેડી નાઇટ્સ વિથ કપિલ જોયું. તે સમયે મારા ભાઈનો ફોન આવ્યો. મેં તેને કહ્યું કે બેગની રાહ જોઈ રહ્યા છીએ. આ દરમિયાન તેણે કહ્યું તમારા ફોનનું બિલ 3 લાખ આવ્યું છે `.

વિરાટ કોહલીએ તેના અન્ય કિસ્સાનો તેમના એક ઈન્ટરવ્યુમાં પણ ખુલાસો કર્યો હતો કે તે પણ બ્લાઈન્ડ ડેટ પર ગયો હતો. જોકે, તે માત્ર 5 મિનિટ બાદ જ ત્યાંથી ભાગી ગયો હતો.

entertainment news virat kohli the kapil sharma show