‘ક્રિમિનલ જસ્ટિસ’ને મળ્યો બેસ્ટ એશિયન ડ્રામા સિરીઝ અવૉર્ડ

29 August, 2021 04:21 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

કન્ટેન્ટ એશિયા અવૉર્ડ્સને એશિયન માર્કેટ માટે આયોજિત કરવામાં આવ્યો હતો

‘ક્રિમિનલ જસ્ટિસ’નો સીન

પંકજ ત્રિપાઠી અને કીર્તિ કુલ્હારીની ‘ક્રિમિનલ જસ્ટિસ : બિહાઇન્ડ ક્લૉઝ્‍ડ ડોર્સ’ને બેસ્ટ એશિયન ડ્રામા સિરીઝનો અવૉર્ડ મળ્યો છે. કન્ટેન્ટ એશિયા અવૉર્ડ્સને એશિયન માર્કેટ માટે આયોજિત કરવામાં આવ્યો હતો. એનો ઉદ્દેશ એશિયાના કન્ટેન્ટ પર લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનું છે. આ શોમાં અનુરાધા ચઢ્ઢાના રોલમાં કીર્તિ જોવા મળી હતી, જે પોતાના હસબન્ડની હત્યા કરે છે. એ દરમ્યાન તેની ૧૩ વર્ષની દીકરી આ ઘટના જોઈ જાય છે. આ ગુનો જાહેર થતાં લોકો અને કોર્ટ અનુરાધાને દોષી માને છે. તેનો કેસ લડવા માટે કોઈ મંજૂર નથી થતું. એવામાં વકીલ માધવ મિશ્રાનું પાત્ર ભજવનાર પંકજ ત્રિપાઠી તેનો કેસ લડવા તૈયાર થઈ જાય છે. સાથે જ આ હત્યા પાછળનો ખરો ઉદ્દેશ શું હતો એની તપાસ શરૂ કરે છે. આ શોના કન્ટેન્ટને ધ્યાનમાં રાખીને તેને આ અવૉર્ડ મળ્યો છે.

pankaj tripathi entertainment news