20 November, 2025 10:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માધુરી દીક્ષિત ‘Mrs દેશપાંડે’માં
માધુરી દીક્ષિત જિયોહૉટસ્ટાર પર આવનારી વેબ-સિરીઝ ‘Mrs દેશપાંડે’ દ્વારા નાના પડદે પાછી ફરી રહી છે. માધુરીએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર આ સિરીઝનું ટીઝર મૂકીને પોતાના ચાહકોને સરપ્રાઇઝ આપી હતી.
૨૦ સેકન્ડના આ ટીઝરમાં પહેલાં માધુરી પોતાના દાગીના અને મેકઅપ કાઢતી દેખાય છે અને પછી અચાનક જેલના કેદીના યુનિફૉર્મમાં દેખાય છે. આ સિરીઝમાં તે એક સિરિયલ કિલરના રોલમાં જોવા મળશે અને આ રોલ તેની અત્યાર સુધીની સૌથી નેગેટિવ ભૂમિકા હશે. નાગેશ કુકૂનર દ્વારા દિગ્દર્શિત ‘Mrs દેશપાંડે’ ફ્રેન્ચ સિરીઝ ‘લા મૅન્ટ’ની સત્તાવાર રીમેક છે. ‘Mrs દેશપાંડે’ ક્યારથી જોવા મળશે એની જોકે જાહેરાત નથી થઈ. માધુરી છેલ્લે નાના પડદે નેટફ્લિક્સની સિરીઝ ‘ધ ફેમ ગેમ’માં જોવા મળી હતી.