26 March, 2025 09:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દિરીલીસ એરતુગરૂલ વેબ સેરિઝનો સ્ક્રીનશોટ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી અને તુર્કી એક્ટર કેવિટ સેટીન ગુનર (Cavit Çetin Güner) વચ્ચે દેખાવમાં સમાનતા ઈન્ટરનેટ પર ખૂબ ચર્ચિત વિષય બની ચૂક્યો છે. તુર્કી હિસ્ટોરિકલ સીરિઝ દિરીલીસ એરતુગરૂલ (Diriliş: Ertuğrul) ના એક દ્રશ્યમાંથી લેવામાં આવેલો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેમાં કેવિટ વિરાટ કોહલી જેવો જ દેખાઈ રહ્યો છે.
ઈન્ટરનેટ પર વાઈરલ થયા મીમ્સ
એક રેડિટ (Reddit) યુઝરે "અનુષ્કા શર્માના પતિનું ટીવી શોમાં ડેબ્યૂ!" કેપ્શન સાથે આ ફોટો શેર કર્યો, જે ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. આ તસવીરમાં કેવિટ સેટીન ગુનર એક જુદી જ સ્ટાઇલમાં જોવા મળે છે, જેમાં તે હાવભાવ અને દેખાવમાં વિરાટ કોહલી જેવો જ લાગી રહ્યો છે. ફૅન્સે આ સમાનતાને જોઈને મજેદાર પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે હસતાં-હસતાં કહ્યું, "સેમ ટુ સેમ, પણ અલગ!" જ્યારે બીજા યુઝરે લખ્યું, "આ કોઈ મજાક નથી! મેં પહેલી વાર આ પાત્રને જોયું ત્યારે લાગ્યું કે કોહલી તુર્કી સિરીઝમાં શું કરી રહ્યો છે?" એક મજેદાર કોમેન્ટમાં ફૅને લખ્યું, "વિરાટ, જ્યારે કોઈ રેન્ડમ મીમ કે રીલ વાયરલ થાય ત્યારે વિચારતો હશે ‘બ્રૉ... હું શાંતિથી શ્વાસ લઈ શકું છું? કે મારા છીંક પણ વાયરલ થઈ જશે?’"
અનુષ્કા શર્મા પણ વિરાટને નહીં ઓળખી શકે?
એક યુઝરે રમૂજી કમેન્ટ કરતાં કહ્યું, "સૌથી મજેદાર વાત તો એ છે કે અનુષ્કા પણ તેને નહીં ઓળખી શકે, કારણ કે `રબ ને બના દી જોડી`ની સ્ટોરી યાદ કરો!"
દિરીલીસ એરતુગરૂલ શો વિશે જાણીએ
તુર્કી હિસ્ટૉરિકલ એડવેન્ચર શો દિરીલીસ એરતુગરૂલ (Diriliş: Ertuğrul) મેમેત બોઝડાગ ( Mehmet Bozdağ) દ્વારા બનાવવામાં આવ્યો છે. આ સિરીઝમાં એંગિન અલ્તાન ડ્યુઝિયાતાન (Engin Altan Düzyatan) મુખ્ય પાત્ર એટલે કે અર્થુગરુલ બેય (Ertuğrul Bey)ની ભૂમિકા ભજવે છે, જ્યારે કેવિટ સેટીન ગુનર, કાન તાશાનેર (Kaan Taşaner) અને હુલ્યા દરકાન (Hülya Darcan) પણ મહત્વના પાત્રોમાં છે. આ શો 13મી સદીમાં ઑટૉમન સામ્રાજ્યના સંસ્થાપક ઑસ્માન I (Osman I)ના પિતા અર્થુગરુલ બેય (Ertuğrul Bey)ના જીવન પર આધારિત છે. 2014માં પ્રીમીયર થયેલી આ સિરીઝ 2019માં તેના પાંચમા સીઝન સાથે પૂર્ણ થઈ હતી.
તાજેતરમાંજ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૮મી સીઝન પહેલાં ૧૮ નંબરની જર્સી પહેરતા વિરાટ કોહલીનો નવો સ્ટાઇલિશ લુક ધૂમ મચાવી રહ્યો છે. નવી સાઇડ ફેડ હેરસ્ટાઇલ અને પર્ફેક્ટ દાઢી સાથેના લુકમાં વિરાટ કોહલી IPL અને અન્ય બ્રૅન્ડ માટે પત્ની અનુષ્કા શર્મા સાથે દુબઈમાં ઍડ શૂટ કરી રહ્યો હતો. બાવીસ માર્ચે ડિફેન્ડિંગ ચૅમ્પિયન્સ કલકત્તા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વચ્ચેની ટક્કરથી IPLની શરૂઆત થઈ હતી.