17 April, 2026 09:26 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (એઆઈ)
અક્ષય તૃતીયા ૨૦૨૬ (Akshaya Tritiya 2026)ને જ્યોતિષની દૃષ્ટિએ પણ ઘણું જ મહત્વનું માનવામાં આવે છે. ૧૯ એપ્રિલે શુક્ર ગ્રહ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે અને એની સાથે જ બનનાર માલવ્ય રાજયોગ અનેક રાશિઓના જીવનમાં જબરદસ્ત લાભ થવાના છે. આજે અમે તમને વાત કરીશું કે કઈ રાશિઓના કરિયરમાં અને જીવનમાં જૅકપોટ લાગવાની સંભાવના છે.
દરવર્ષે શુક્લ પક્ષની તૃતીયાએ (Akshaya Tritiya 2026) આ અવસર ઉજવાય છે. આ વર્ષે અક્ષય યોગ બની રહ્યો છે કારણ કે આ દિવસે સૂર્ય અને ચંદ્ર પોતપોતાની ઉચ્ચ રાશિમાં સ્થાન લેવાના છે.
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે વાત કરવામાં આવે તો શુક્ર ગ્રહને જ્યારે વૃષભ અથવા તુલા રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે માલવ્ય રાજયોગ બનતો હોય છે. આ રાજયોગ તે પંચમહાપુરુષ યોગોમાંનો એક છે. આ યોગ વ્યક્તિને ભૌતિક સુખ, સંપત્તિ, કલા, સુંદરતા અને સામાજિક પ્રતિષ્ઠામાં આપે છે. વળી અક્ષય તૃતીયા ૨૦૨૬ (Akshaya Tritiya 2026) દરમિયાન વૃષભ રાશિમાં શુક્ર હોવાથી આ યોગ ખૂબ જ પ્રભાવી સાબિત થવાનો છે.
વર્ષ ૨૦૨૬ની આ અક્ષય તૃતીયા (Akshaya Tritiya 2026) બહુ જ સ્પેશિયલ માનવામાં આવી રહી છે કારણ કે આ દિવસે ગુરુ અને ચંદ્ર એક જ રાશિમાં આવીને ગજકેસરી રાજયોગ બનાવવાના છે. તેટલું જ નહીં પણ આ દિવસે, ત્રિપુષ્કર રાજયોગ, આયુષ્માન રાજયોગ, માલવ્ય રાજયોગ અને શશ રાજયોગ પણ બની રહ્યો છે. આમ પાંચ રાજયોગોના સંયોગ સાથે આ વર્ષની અક્ષય તૃતીયા અનેક રાશિઓ માટે ગોલ્ડન ટાઈમ લાવવા જઈ રહી છે. ચાલો જાણીએ એ લકી પાંચ રાશિઓ કઈ છે?
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે આ સમય બહુ જ બેસ્ટ માનવામાં આવે છે. આ સમય દરમિયાન વૃષભ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ વધશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોને ઓચિંતાનો ક્યાંકથી આર્થિક લાભ થવાનો છે. નવી તકો માટે પણ સારો એવો સમય માનવામાં આવી રહ્યો છે.
સિંહ રાશિ
આ રાશિના (Akshaya Tritiya 2026) લોકોને કરિયરમાં પ્રગતિના મળી શકે છે. નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળવાની સંભાવના છે. ટૂંકમાં માન-સન્માન મળવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે.
તુલા રાશિ
આર્થિક સ્થિરતા માટે આ સમય બેસ્ટ છે. ક્યાંક ફસાઈ ગયેલા પૈસા પાછા મળવાની સંભાવના પણ છે.
મકર રાશિ
માલવ્ય રાજયોગ તો મકર રાશિ માટે જૅકપોટ જ લાવવાનો છે. કારણ કે આ રાશિના જાતકો માટે નવા પ્રોજેક્ટ્સમાં સફળતા મળવાની સંભાવના છે તેમજ ફૅમિલીમાં સંતોષ અને શાંતિ જળવાશે.
(ડિસ્ક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણતરીઓ અને પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. દરેક વ્યક્તિની કુંડળી અલગ હોઈ શકે છે, તેથી ચોક્કસ માર્ગદર્શન માટે નિષ્ણાત જ્યોતિષીની સલાહ લેવી.)