07 September, 2025 02:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજે એટલે કે સાતમી સપ્ટેમ્બરે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ (Chandra Grahan 2025) જોવા મળવાનું છે. આ ચંદ્રગ્રહણ કેટલા વાગ્યે થશે? તે સમયે શું ધ્યાન રાખવું અને કઈ રાશિ પર માઠી અસર કરશે તે વિષે વાત કરીશું.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ચંદ્રગ્રહણ (Chandra Grahan 2025) રાત્રે નવ વાગીને ૫૭ મિનિટ પર શરુ થશે. અને તે રાત્રે ૧૧ વાગીને ૪૧ મિનિટે અને રાત્રે ૧ વાગીને ૫૭ મિનિટે પૂર્ણ થશે. આ ચંદ્રગ્રહણને કારણે નવ કલાક પહેલા જ સૂતક લાગી જશે. જેથી સાતમી સપ્ટેમ્બરે સવારે ૧૨ વાગીને ૫૭ મિનિટે જ સૂતક શરુ થઇ જશે. આ દિવસના ચંદ્રગ્રહણને `બ્લડ મૂન` તરીકે પણ ઓળખવામાં આવે છે. તો, આ ચંદ્રગ્રહણની વિવિધ રાશિઓ પર જુદી જુદી અસર થશે. હવે જાણીએ કે કઈ રાશિ પર કેવા પરિણામ લાવશે આ ચંદ્રગ્રહણ?
મકર
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકર રાશિને શનિની રાશિ તરીકે ઓળખવામાં આવે છે. આવી મકર રાશિના જાતકો માટે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ લાભકારી સાબિત થવાનું છે. આ રાશિના જાતકોના પરિવારમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે. તમને માનસિક શાંતિનો પણ અનુભવ થશે. બીજી તરફ નાણાકીય લાભ પણ થવાની શક્યતા છે. ચંદ્રગ્રહણની અસર તમારી ખુશીમાં વધારો કરશે. આવકના નવા રસ્તા મળશે.
કર્ક
ચંદ્રગ્રહણ (Chandra Grahan 2025)ના સારા પરિણામ કર્ક રાશિના જાતકોમાટે પણ દેખાઈ રહ્યા છે. ચંદ્રને કર્ક રાશિનો શાસકગ્રહ માનવામાં આવે છે, માટે કર્ક રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ અશુભ નથી. બીઝનેસ કરતા લોકોના કામમાં તેજી જોવા મળશે, જ્યારેનોકરિયાત વર્ગને પણ પ્રગતિ દેખાશે. આ સિવાય આર્થિક પક્ષ મજબૂત રહેશે અને સંપત્તિમાં વધારો થશે.
મિથુન
વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ મિથુન રાશિના જાતકો માટે ભાગ્યોદય લઈને આવ્યું છે. આ જાતકોને ગમે ત્યારે સારા સમાચાર આવી શકે છે. નોકરી કરતા લોકોને એકથી વધુ સ્રોતથી પૈસા આવવાની શક્યતા છે. વિદ્યાર્થીવર્ગને પરીક્ષામાં સફળતા મળશે. બીઝનેસ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પણ સફળતા મળશે.
અમુક રાશિ પર આ ચંદ્રગ્રહણ (Chandra Grahan 2025)ની માઠી અસર પણ થઈ શકે છે. હવે જાણીએ કે એ કઈ રાશિઓ છે જેમણે વધારે સાવધાની રાખવાની છે.
સિંહ રાશિના જાતકોએ આ દિવસે કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળવું જોઈએ. એટલીસ્ટ આ લોકોએ પોતાની કારકિર્દી વિશે કોઈ મોટો નિર્ણય ન લેવો જોઈએ. પૈસાનું રોકાણ ન કરો. આજે કોઈની સાથે વિવાદ થવાની સંભાવના છે. જેથી વાણી અને વર્તનમાં સાવધાની રાખવી હિતાવહ છે. વર્ષનું આ છેલ્લું ચંદ્રગ્રહણ તુલા રાશિવાળા લોકો માટે પણ અશુભ પરિણામ લાવનારું છે. આ લોકોને કારકિર્દી, પૈસા અથવા સંબંધો સંબંધિત સમસ્યાઓ નડી શકે છે. આ લોકોએ પણ રોકાણ કરવાનું ટાળવું જોઈએ. આંખ આડા કાન કરીને કોઈના પર વિશ્વાસ ન કરવો. આ દિવસે વાહન પણ કાળજીપૂર્વક હાંકવું. વૃશ્ચિક રાશિના જાતકોને પણ આ ચંદ્રગ્રહણને કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવી શકે છે.