મુગ્ધતા કુદરતી છે, પવિત્રતાને પણ મુગ્ધતા તો હોય જ છે

26 June, 2022 12:45 PM IST  |  Mumbai | Swami Satchidananda

મારી ઇચ્છા પ્રમાણે જ બધું ચાલે એવી વૃત્તિવાળી પત્ની પતિને કહ્યાગરો કંથ બનાવી મૂકે છે. કહ્યાગરા કંથમાં અને જીહજૂરિયામાં કશો ફરક નથી હોતો.

મિડ-ડે લોગો

આ વિચાર મારા મનમાં ઑલમોસ્ટ છેલ્લા એક વીકથી ચાલતો હતો. મને થતું હતું કે આ વિષય પર લખવું કે નહીં? પણ હું મારી જાતને કન્ટ્રોલ કરતો હતો. થતું હતું કે ખોટા પેરન્ટ્સ ક્રિટિસાઇઝ થશે. જોકે લાસ્ટ વીક એક ઘટના એવી બની કે મને થયું કે ખરેખર હવે પેરન્ટ્સે સમજવાનો સમય આવી ગયો છે.
બન્યું એવું કે હું એક ઑફિસરના ઘરે ગયો. બહુ સિનિયર લેવલના ઑફિસર. તમે એમ કહી શકો કે સ્ટેટમાં ટોચના ત્રણ ઑફિસર હોય એ સ્તરના ઑફિસર. તેમનો આઠ વર્ષનો દીકરો પોતાના મોબાઇલમાં ઑનલાઇન એક મૂવી જોતો હતો. પેલા સાહેબ પોતાના કામમાં બિઝી હતા એ દરમ્યાન મેં પેલા બચ્ચા સાથે વાત કરતાં તેને પૂછ્યું કે કઈ ફિલ્મ જુએ છે? તો તેણે જે નામ આપ્યું એ શૉકિંગ હતું.
‘ફિફ્ટી શેડ્સ ઑફ ધ ગ્રે.’
આ ફિલ્મ હું ઍડલ્ટ હોવા છતાં પણ જોવાનું પસંદ ન કરું અને આ રીતે ડ્રૉઇંગરૂમમાં બેસીને મોબાઇલ પર તો ન જ જોઉં. જોકે તે બચ્ચું આ ફિલ્મ જોતું હતું અને તેને કે પછી પેલા ભાઈને કોઈને પ્રૉબ્લેમ નહોતો.
હું ત્યાંથી પછી નીકળી ગયો, પણ મારા મનમાં કૉન્સ્ટન્ટ વિચારો ચાલુ હતા અને એ વિચારોમાંથી જ મારા મનમાં એક વિચાર આવ્યો જેનાથી ખરેખર આપણે સૌએ ડરવા જેવું છે. ખાસ કરીને એ પેરન્ટ્સે જેમનાં ઘરમાં બચ્ચાંઓ છે. પહેલાં તો મનમાં એ માત્ર વિચાર હતો, પણ પછી મેં ગૂગલ પર એના વિશે જાણવાનું શરૂ કર્યું ત્યારે થયું કે હા, મનમાં આવેલો આ વિચાર અને એ વિચાર સાથે જોડાયેલો ડર સાચા છે. આપણે સૌએ એના વિશે વિચારવું જ રહ્યું. જો નહીં વિચારીઓ તો અનર્થ થવાની પૂરા ચાન્સિસ છે. 
હવે એ વિષય પર વાત કરીએ, પણ એ વાત કરતાં પહેલાં મારે કહેવું છે કે એક વખત તમે તમારું નાનપણ યાદ કરો. આંખ બંધ કરો અને તમારા નાનપણને આંખ સામે લઈ આવો. આવશે, થોડી મહેનત કરશો તો તમારા નાનપણનાં બધાં દૃશ્યો આંખ સામે આવશે. હવે કહો જોઈએ, કેવાં દૃશ્યો આંખ સામે આવ્યાં? 
નૅચરલી આવાં જ કંઈક જેમાં તમે સ્કૂલમાં જાવ છો, રમો છો, ફરવા માટે ફૅમિલી સાથે ગયા છો કે પછી ફ્રેન્ડ્સ સાથે ગયા છો, ખૂબબધી આઉટડોર ગેમ રમો છો. નવા ફ્રેન્ડ્સ બનાવવાની વાતો પણ યાદ આવી હશે અને આ નવા ફ્રેન્ડ્સ સાથે મજા કરવાની વાતો પણ યાદ આવી હશે. હું એટલું કહીશ કે મારી જનરેશન સુધીના સૌકોઈએ પોતાનું નાનપણ ભોગવ્યું છે અને એ જ બાળપણની વાતો આપણા સૌ પાસે છે. થોકબંધ વાતો અને ઢગલાબંધ વાતો. એટલી વાતો કે એક વખત બોલવાનું શરૂ કરીએ તો ખૂટે નહીં. જોકે હવે... હવે આજનું એટલે કે અત્યારનું નાનપણ જુઓ.
તમારી આસપાસ જે બાળકો છે તેમને જુઓ અને શું દેખાય છે તમને એને નોટિસ કરો. સ્કૂલમાં જવું, રમવા જવું, નવા ફ્રેન્ડ્સ બનાવવા અને ઘણીબધી આઉટડોર ઍક્ટિવિટી કરવી? ના, એ નથી દેખાતું તમને. ઉપર કહી એ બધી વાતોમાંથી માત્ર સ્કૂલમાં જવાની એક જ વાત એવી છે જે તમને દેખાઈ હશે. મને પણ એ જ દેખાય છે. જોકે એ સિવાયની બધી વાતોમાં તમને એક જ વાત દેખાય છે. એ વાત છે બાળકના હાથમાં મોબાઇલ છે, મોબાઇલમાં તે ગમે રમે છે, ઑનલાઇન ચૅટ કરે છે, ફ્રેન્ડ્સ પણ હવે ઑનલાઇન જ બનાવે છે અને તેની બીજી બધી ઍક્ટિવિટી પણ ઑનલાઇન જ ચાલે છે, કારણ કે આ ઍડ્વાન્સ યુગ છે. જે બાળક સ્કૂલમાંથી પાછા આવ્યા પછી દોસ્તો સાથે રમવા માટે ભાગવું જોઈએ તે બહાર નથી જતું અને એનું કારણ છે મોબાઇલ અને અમુક અંશે ટીવી તથા આ નેટ કનેક્ટિવિટી અને બધાના ઘરમાં રહેલું ડિજિટલ ડિવાઇસ. આ ડિવાઇસ શું કરે છે એ તમને ખબર છે? એ કેવી રીતે કામ કરે છે એની તમને ખબર છે? જવાબ છે હા, ખબર છે; પણ એ ખબર નથી કે આ ડિવાઇસની કેવી ભયાનક અસર થઈ રહી છે અને એ પછી પણ મમ્મીઓ બાળકોને આ બધું આપી દેતાં જરા પણ ખચકાતી નથી. મેં હમણાં ગુજરાતમાં જોયું કે એક મમ્મી પોતાના ત્રણ મહિનાના બચ્ચાની પાસે મોબાઇલ ચાલુ કરીને બેઠી હતી અને બાળક મોબાઇલ જોઈને હસતું હતું. શું કામ આવું કર્યું? તો જવાબ મળ્યો કે તે બાળકની મમ્મીને ટીવી જોવું હતું એટલે. જો મોબાઇલ બાળક સામે ન રાખે તો બાળક કચકચ કરે અને મમ્મીને ટીવી જોવા ન મળે. મોબાઇલ ચાલુ રાખે દે તો તે પણ ચૂપ અને મમ્મી પણ ખુશ. યાદ રાખજો, ઇન્ટરનેટ અને મોબાઇલ બાળકોમાં એક પ્રકારનો ચેન્જ લાવી રહ્યાં છે જેને સાયન્સ એક્સપર્ટ્સ અર્લી મૅચ્યૉરિટી કહે છે.
આ અર્લી મૅચ્યૉરિટીનું કારણ છે બૉમ્બાર્ડિંગ જે ટીવી, ઑનલાઇન કન્ટેન્ટ અને સોશ્યલ મીડિયા સાઇટ્સ કરે છે. શું જોવું અને શું ન જોવું એ જવાબદારી તમારી છે, કારણ કે તમે સમજણ ધરાવો છો. જોકે તમારા નાના બાળકના હાથમાં જે ફોન આપ્યો છે તેને આ સમજણ નથી. તમારે તેને સમજણ આપવી પડે. તે બાળકોના હાથમાં ફોન આપ્યા પછી જો તેઓ ઍડલ્ટ ફિલ્મ જોવા બેસી ગયાં હશે તો તમે તેમને રોકી નહીં શકો. આ એ પ્રકારનું સાહિત્ય છે કે તમે ધાકધમકીથી તેમને રોકશો તો તેઓ આવું લિટરેચર જોવા માટે કોઈ નવો રસ્તો શોધી લેશે. હવે જો એવું ન થવા દેવું હોય તો એક જ રસ્તો રહે કે બાળક સામે એવી કોઈ વસ્તુ આવવી જ ન જોઈએ જે તમે તેને દેખાડવા કે જોવા દેવા નથી માગતા. હું તો કહીશ કે જે અનવૉન્ટેડ ઇન્ફર્મેશન બાળકોને ઑનલાઇન મળી રહી છે એની બાળકોને કોઈ આવશ્યકતા જ નથી અને એમ છતાં એ બધી તેમને મળે છે જેને લીધે જોખમ વધી રહ્યું છે. 
અનવૉન્ટેડ ઇન્ફર્મેશનના આધારે અર્લી મૅચ્યૉરિટી આવે છે અને આ અર્લી મૅચ્યૉરિટીના કારણે બાળકને જે સમયે જે કંઈ નથી કરવાનું એ સમયે તે એ બધું કરવા માંડ્યું છે અને પરિણામે તેનું બાળપણ છીનવાઈ રહ્યું છે. ઑનલાઇન મળતું ઍડલ્ટ-રેટેડ કન્ટેટ જાણતાં-અજાણતાં તે લોકો જુએ છે અને એને કારણે ખૂબ નાની ઉંમરે, બહાર રમવાની અને ફરવાની ઉંમરે તેઓ ગાળો બોલવાની અને મારામારી કરવાની આદતને કાયમી બનાવવા માંડ્યાં છે. આ બાળકોમાંથી એ ડર પણ નીકળી ગયો છે કે આ બધાની માઠી અસર કેવી થશે? કારણ એ જ અનવૉન્ટેડ કન્ટેન્ટ. આ બધું કન્ટેન્ટ મમ્મી-પપ્પાઓના હાથમાં આવે તો એની ચિંતા નથી કરવાની, કારણ કે તેમને સેન્સરશિપની સભાનતા છે. શું જોવું, શું કામ જોવું અને શું ન જોવું અને કયા કારણે ન જોવું એનો નિર્ણય તેઓ જાતે જ લઈ લે છે; પણ બાળકો? બાળકોમાં આ સભાનતા નથી. 
વર્ચ્યુઅલ વર્લ્ડ આ બચ્ચાંઓની લાઇફ બની ગયું છે જ્યાં તે ચૅટિંગ કરે છે, દોસ્તો બનાવે છે, ગેમ રમે છે અને જ્યારે ફ્રી થાય ત્યારે એકાદ સિરીઝ જોવા માટે શોધી કાઢે છે. મોબાઇલ હાથમાં હોય એટલે તમે આખો દિવસ તો એ ચેક નહીં જ કરો કે તે શું કરે છે અને શું જુએ છે? તેમની પાસે આઝાદી છે અને એ આઝાદીનો પૂરતો દુરુપયોગ કરવાની ક્ષમતા પણ તેમનામાં છે. તમે ગર્વ કરતા એક ખૂણામાં બેસી રહો કે મારો દીકરો તો નાની ઉંમરે મોબાઇના એકેએક ફંક્શનને ઓળખી કાઢે, પણ એ યાદ રાખજો કે જે વાતનું આજે તમે ગર્વ લો છો એ જ ડિવાઇસનાં ચાર ખોટાં ફીચર્સ પણ તે શીખી શકે છે.બાળકોને બાળક બનીને રહેવાની જરૂર છે અને તેમને સમય પહેલાં મોટાં કરી દેવાની ઉતાવળ કરવાની જરૂર નથી. જે વાતનો ગર્વ લેવાય છે એ જ વાતનો અફસોસ કરવાનો વારો આવશે જો બાળક એ જ દુનિયામાં રત રહેશે તો.
સમય પહેલાં મેળવેલું નૉલેજ પણ હાનિકારક છે એ વાત કોઈએ ભૂલવી ન જોઈએ. અર્લી મૅચ્યૉરિટીને કારણે બાળકો પોતાનું એજ્યુકેશન અને ટાઇમ તો બગાડે જ છે, સાથે-સાથે તેઓ પોતાનું ફ્યુચર પણ બગાડે છે. આ આઠ વર્ષના બચ્ચાની અંદર પંદર વર્ષનો ટીનેજર હોય છે જેની તમને ખબર પણ નથી હોતી.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝ પેપરનાં નહીં.)

life and style astrology swami sachchidananda