Holi 2024: રાશિ મુજબ પાર્ટનરના ગાલે લગાવજો આ રંગ, સંબંધોનો રંગ થશે ઘેરો

24 March, 2024 12:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Holi 2024: દરેક રંગનો જુદો પ્રભાવ પણ પડતો હોય છે. દરેક રાશિ અને ગ્રહો સાથે પણ રંગો જોડાયેલા હોય છે. રાશિ મુજબ તમારા પાર્ટનરને કયો રંગ લગાવવો જોઈએ

ધુળેટી રમતાં મિત્રોની પ્રતીકાત્મક તસ્વીર

Holi 2024: આજે સમગ્ર દેશમાં હોલિકા પ્રગટાવવામાં આવશે. ત્યારબાદ આવતીકાલે સોમવારે રંગોનો ઉત્સવ એટલે ધુળેટી ઉજવાશે. ધુળેટી પર્વ પર એકમેકને રંગ લગાવીને ઉજવણી કરવામાં આવે છે. આમ તો આપણા સૌ કોઈના જીવનમાં રંગોનું વિશેષ મહત્વ રહેલું છે. વળી દરેક રંગનો જુદો પ્રભાવ પણ પડતો હોય છે. એટલું જ નહીં દરેક રાશિ અને ગ્રહો સાથે પણ રંગો જોડાયેલા હોય છે. આજે આપણે વાત કરવાની છે રાશિ મુજબ તમારા પાર્ટનરને તમારે કયો રંગ લગાવવો જોઈએ જેથી સંબંધોમાં વધુ રંગ નિખરશે. 

આ વર્ષે કઈ રાશિ માટે કયો રંગ છે શુભ 

આવતીકાલે ધુળેટી (Holi 2024) પર જો તમે તમારી રાશિ પ્રમાણે રંગોનો ઉપયોગ કરો છો તો તમારી કુંડળીમાં ગ્રહોની અશુભ અસર પણ ઓછી થઈ શકે છે. તો આ લેખ તમારી જ માટે છે કે આ વર્ષે કઈ રાશિના લોકોએ કયો રંગ વાપરવાનું પસંદ કરવું જોઈએ.

તમારા પાર્ટનરની રાશિ આ હોય તો આ રંગ લગાવશો

મેષ: સૌ પ્રથમ વાત કરીએ મેષ રાશિની. આ રાશિના જાતકોનો સ્વામી મંગળ હોય છે. માટે જ જો લાલ અને ગુલાબી રંગ લગાવવામાં આવે તો તે શુભ હોય શકે છે. કારણકે આ રંગ તેઓના જીવનમાં વધુ રંગ ભરી દેશે. 

વૃષભ: વૃષભ રાશિના લોકો સાથે સફેદ, ગુલાબી અને વાદળી રંગોથી હોળી (Holi 2024) રમવી લકી સાબિત થઈ શકે છે. કારણકે આ રાશિ માટે આ રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

મિથુન: આ રાશિના જાતકોનો સ્વામી બુધ હોવાથી  તેઓ સાથે જો પીળા અને લીલા રંગોથી ધુળેટી ઉજવવામાં આવે તો શુભ માનવામાં આવે છે. 

કર્કઃ જે જાતકોની રાશિ કર્ક છે તેઓ સાથે વાદળી અને પીળા રંગોથી હોળી રમવી જોઈએ. 

સિંહ: સિંહ રાશિના જાતકો માટે ગુલાબી અને નારંગી રંગો (Holi 2024) લકી સાબિત થઈ શકે છે. માટે જ આ રંગો વાપરવા જોઈએ. 

કન્યા: કન્યા રાશિના લોકો માટે લીલા રંગથી હોળી રમવી શુભ માનવામાં આવે છે. 

તુલા: આ રાશિના જાતકો માટે સફેદ અને ગુલાબી રંગો તેમના સ્વામી શુક્રના પ્રભાવને કારણે શુભ છે. 

વૃશ્ચિક: જે જાતકોની વૃશ્ચિક રાશિ હોય તેઓ સાથે લાલ રંગથી હોળી રમવી જોઈએ. જો આ રંગ તેમના પર છાંટવામાં આવે તો પ્રેમનો રંગ કદી ઊતરતો નથી.

ધનુ: ધનુ રાશિનો સ્વામી બૃહસ્પતિ હોવાથી પીળા અને ભગવા કેસરી રંગોથી હોળી રમવી શુભ માનવામાં આવે છે. 

મકર: મકર રાશિવાળા લોકોનો સ્વામી શનીદેવ હોવાથી વાદળી અથવા જાંબલી રંગ બેસ્ટ રહેશે. 

કુંભ: કુંભ રાશિવાળા જાતકો માટે કાળો, વાદળી અથવા જાંબલી રંગ શુભ માનવામાં આવે છે. 

મીન: છેલ્લી રાશિ મીન રાશિવાળા જાતકો માટે પીળા કે કેસરિયા રંગ (Holi 2024)નો ઘણો શબુ પ્રભાવ પડે છે.

(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તેની પુષ્ટિ કરતું નથી.)

holi festivals life and style astrology hinduism