દિવાળીના શુભ મુરતને વધુ ઉત્તમ કેવી રીતે બનાવશો?

28 October, 2021 11:15 AM IST  |  Mumbai | Aacharya Devvrat Jani

જ્યારે વૃષભ કાળનો આરંભ સાંજે ૦૬.૧૮ મિનિટથી રાતે ૦૮.૧૪ મિનિટ સુધીનો રહેશે. ધનતેરસનું શ્રેષ્ઠ મુરત ૦૬.૧૮ મિનિટથી રાતે ૦૮.૧૧ મિનિટ સુધી રહેશે.

દિવાળીના શુભ મુરતને વધુ ઉત્તમ કેવી રીતે બનાવશો?

ધનતેરસ

ર નવેમ્બર અને મંગળવારના દિવસે ધનતેરસ છે. ધનતેરસના દિવસે પ્રદોષ કાળનો આરંભ સાંજે ૦પ.૦૭ મિનિટથી લઈને રાતે ૦૮.૧૧ મિનિટ સુધી રહેશે, જ્યારે વૃષભ કાળનો આરંભ સાંજે ૦૬.૧૮ મિનિટથી રાતે ૦૮.૧૪ મિનિટ સુધીનો રહેશે. ધનતેરસનું શ્રેષ્ઠ મુરત ૦૬.૧૮ મિનિટથી રાતે ૦૮.૧૧ મિનિટ સુધી રહેશે.

ભગવાન કુબેરને સફેદ મીઠાઈ અને ધનવંતરીને પીળા રંગની મીઠાઈ પસંદ છે. શુભ મુરત દરમ્યાન બાળકોને સફેદ મીઠાઈ કે પછી જરૂરિયાતમંદ મહિલાઓને ચણાના લોટની મીઠાઈ ખવડાવવાથી આકસ્મિક ધનલાભના યોગ બને છે. મીઠાઈ ખવડાવતી વખતે મનમાં

ॐ ह्रीं कुबेराय नमःનું પઠન કરવું જોઈએ.

ટીપઃ યથાશક્તિ મીઠાઈના બોક્સ બનાવીને બાળકો કે મહિલાઓને આપી શકાય. મીઠાઈ જો એકી સંખ્યામાં હોય તો શ્રેષ્ઠ.

કાળી ચૌદસ

૩ નવેમ્બર અને બુધવારે આવતી કાળી ચૌદસનો આરંભ ૩ તારીખે સવારે ૯ વાગ્યાથી થશે અને ચૌદસ પૂરી થશે ૪ તારીખે એટલે કે ગુરુવારે વહેલી સવારે ૬ વાગ્યે. એ પછી દિવાળીનો પ્રારંભ થશે. મા કાલીની પૂજા કરવાનું શ્રેષ્ઠ મુરત ૨૪ કલાકમાં માત્ર પ૧ મિનિટનું છે જે રાતે ૧૧.પ૮ મિનિટે શરૂ થશે અને ૧૨.૪૯ મિનિટે પૂરું થશે.

નામ પ્રમાણે મા કાલીને કાળા રંગ સાથે લગાવ છે. જો એ મુરત દરમ્યાન મહિલાઓને કાળા રંગની ચીજ કે વસ્ત્રનું દાન કરવામાં આવે તો ઇર્ષ્યાભાવથી બચવાનો યોગ બને છે. વસ્તુ કે વસ્ત્રનું દાન કરતી વખતે
ओम ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै: નો જાપ કરવો જોઈએ. જો દાનક્રિયા દક્ષિણ દિશામાં થાય તો પરિણામ ઉત્તમ મળી શકે છે.

ટીપઃ શિયાળો આવે છે એવા સમયે કાળી શૉલનું દાન કરવામાં આવે તો ગરીબ મહિલાને એનો ઉપયોગ તરત થઈ શકે અને જે તરત જ ઉપયોગમાં આવે એનું પરિણામ પણ ઝડપથી મળે.

દિવાળી

દિવાળીનો શુભારંભ ૪ નવેમ્બર અને ગુરુવારે સવારે ૦૬.૦૩ મિનિટે થશે જે શુક્રવારે સવારે ૦૨.૪૪ મિનિટ સુધી રહેશે. આ દિવસનું સર્વશ્રેષ્ઠ મુરત ૦૨.૧૦ મિનિટનું છે જે ગુરુવારે સાંજે ૦૬.૦૯ મિનિટે શરૂ થશે અને રાતે ૦૮.૨૦ મિનિટે પૂર્ણ થશે.

દિવાળીના દિવસે મા લક્ષ્મીની પૂજા થાય છે. મા લક્ષ્મીને ચોખા અત્યંત વહાલા છે તો સાથોસાથ કુબેરની જેમ તેમને પણ સફેદ મીઠાઈ કે વાનગી પસંદ છે. જો દિવાળીના શુભ મુરત દરમ્યાન જરૂરિયાતમંદોને ખીર ખવડાવવામાં આવે તો લક્ષ્મીજી કાયમી આવાસ માટે આવે છે. ખીરનો પ્રસાદ ખવડાવતી વખતે ॐ श्रीं ल्कीं महालक्ष्मी महालक्ष्मी एह्येहि सर्व सौभाग्यं देहि मे स्वाहा।।નો જાપ ઉત્તમ પરિણામ આપે છે.

ટીપઃ ઘરે જ ખીર બનાવી ફૂડ પાર્સલમાં આવતાં પ્લાસ્ટિકના કન્ટેનરમાં એ ભરી એનું વિતરણ કરવું સરળ પડી શકે.

લાભ પાંચમ

લાભ પાંચમને જ્ઞાનપંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે લાભ પાંચમનો આરંભ ૮ નવેમ્બર અને મંગળવારે બપોરે ૦૧.૧પ મિનિટે થશે અને બુધવારે સવારે ૧૦.૩૦ મિનિટે પૂર્ણ થશે. લાભ પાંચમનું શ્રેષ્ઠ મુરત જો કોઈ હોય તો એ બુધવારે સવારે ૦૬.૧૬ મિનિટે શરૂ થશે અને ૦૯.પ૬ મિનિટ સુધી રહેશે. વેપાર-ધંધાઓને એના સમયે જ ખોલવાના હોય એ સહજ અને સ્વાભાવિક છે, પણ આ જે શ્રેષ્ઠ મુરત છે એ મુરતમાં મા લક્ષ્મી કે આદ્યદેવને દીવા કરી લેવાથી વેપાર-ધંધામાં બરકત આવશે એ નિશ્ચિત છે.

આજના દિવસે વિદ્યાર્થીઓને ભણવાની સામગ્રી આપવાથી કે પછી નાનાં બાળકોને ક્રાફ્ટ્સ બુક આપવાથી સંતાનોને જ્ઞાન મેળવવામાં સરળતા રહે છે, જ્યારે વેપારીઓને લાભ પાંચમના દિવસે ગાયનો ગોળ ખવડાવવાથી તો નોકરિયાત વર્ગ ગરીબ વર્ગને ચુરમાના લાડુ ખવડાવે તો લાભદાયી પુરવાર થાય છે.

વિદ્યાર્થીઓ કે પછી વિદ્યાર્થીઓ સાથે સરસ્વતી મંદિરે જતા લોકો માટે ॐ ऎं सरस्वत्यै ऎं नमः। લાભદાયી છે તો વેપારી અને નોકરિયાત વર્ગ માટે ॐ श्रीं ह्रीं क्लीं श्री सिद्ध लक्ष्म्यै नम:
લાભદાયી છે.

astrology columnists diwali