10 November, 2026 10:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
એક કાર્યલક્ષી અને ધ્યેયલક્ષી વર્ષ તમારી રાહ જોઈ રહ્યું છે. તમે તમારાં સપનાંઓનો પીછો કરશો અને તમારાં લક્ષ્યોને પ્રાપ્ત કરશો તેમ જ તમે જે માટે પ્રયત્નશીલ હતા એ બધું પ્રાપ્ત કરશો. તમે ભૂતકાળમાં શીખેલું તેમ જ તમારા વિચારો અને વ્યૂહરચનાઓને સફળતાપૂર્વક અમલમાં મૂકી શકો છો. સાધનોની તમારી કાર્યક્ષમતા અને સમજ તમને નવી કુશળતા વિકસાવવામાં અને તમારી કારકિર્દીમાં પ્રગતિ કરવામાં મદદ કરી શકે છે. જોકે તમે તકો ગુમાવો એવી ઉચ્ચ સંભાવના છે. કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં બે વાર વિચારવું. તમે જે પણ કાર્ય કરી રહ્યા છો એના પર ધ્યાન આપવું, કોઈ અન્ય તમારી સમીક્ષા કરી રહ્યું હોય તો એના પર ધ્યાન આપવું નહીં. ખાસ કરીને વર્ષના પહેલા બે મહિના દરમ્યાન તમે અન્ય લોકોના મામલામાં દખલ ન કરો તો તમારા માટે વધુ સારું રહેશે, કારણ કે આમ કરવાથી તમે બિનજરૂરી મુશ્કેલીઓને આમંત્રણ આપશો અને પાછળથી પસ્તાશો. પોતાને મનાવવાનો પ્રયાસ કરવાને બદલે, તમારાં લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું અને તમે જે પ્રાપ્ત કરવા ઇચ્છો છો એના પ્રત્યે તમારા સંકલ્પમાં મક્કમ રહેવું. શરૂઆતના થોડા મહિનાઓ પછી, પરિસ્થિતિ અનુકૂળ બનશે અને તમારી ઇચ્છાઓ પૂર્ણ થવા લાગશે. આધ્યાત્મિક કાર્યમાંથી આવક મેળવવાની સારી શક્યતાઓ રહેશે અને તમે આધ્યાત્મિક કાર્ય શરૂ કરી શકો છો. હૃદયથી હૃદયના સંબંધોમાં સાવચેત રહેવું, કારણ કે એક કરતાં વધુ વખત પ્રેમમાં પડવું નુકસાનકારક રહી શકે છે. પરિવારથી અંતરને તમારા પર પ્રભુત્વ ન આપવા દેવું અને પરિવારના સભ્યો સાથે બેસીને તેમની વાત સાંભળવા માટે સમય કાઢવો. તમારી ક્ષમતા વિશે બડાઈ મારવાને બદલે, પોતાની જાતને સાબિત કરવાનો પ્રયાસ કરવો, ભલે તમે તેમ ન કરો, પરંતુ તમારું કાર્ય પૂર્ણ કરવું અને એમાં સંપૂર્ણ સમર્પણ રાખવું. નોકરી માટે વિદેશ જવું ફાયદાકારક રહી શકે છે, પરંતુ મુસાફરીના હેતુથી વિદેશ જવાથી પડકારોનો સામનો કરવો પડશે, કારણ કે એ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ પણ બની શકે છે અને તમે કોઈ મોટી બીમારીનો ભોગ બની શકો છો. આ વર્ષે ધાર્મિક નિયમોનું પાલન કરવું, અન્યથા તમે સામાજિક સંગઠનોનું નિશાન બની શકો છો. તમારી સંપત્તિના કેટલાક ભાગનું દાન કરવું. આમ કરવાથી તમને આધ્યાત્મિક સુખ મળશે.
પ્રેમ અને સંબંધો : તમારા પ્રિય, ભાઈ-બહેનો, માતાપિતા અને પરિવારના અન્ય સભ્યો, ખાસ કરીને પરિવારની મહિલાઓ પ્રત્યે તમારો પ્રેમ અને કાળજી વ્યક્ત કરવાનું ભૂલશો નહીં, કારણ કે તેમનું સ્વાસ્થ્ય તમને આખા વર્ષ દરમ્યાન વ્યથિત કરી શકે છે. તે લોકો તમારો ટેકો ઇચ્છશે. આ વર્ષે તમારું બ્રેકઅપ થઈ શકે છે, તેથી તમારા દિલને કાબૂમાં રાખો અને તમારા સંબંધો કાળજીપૂર્વક પસંદ કરો. આ વર્ષ સંબંધો વિકસાવવાનું નથી, પરંતુ તમારે કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. ફક્ત તમારા હાથમાં જે છે એને પકડી રાખો અને હાલના સંબંધોને વધુ સારા બનાવવાના પ્રયાસો ચાલુ રાખો. આના કરતાં કોઈક વધું સારું આવશે એમ માનીને સંબંધનો અંત લાવવો તમને નિરાશ કરી શકે છે. જોકે, પ્રેમસંબંધિત તમારા અનુભવો અસાધારણ હશે અને તમારા પ્રિય પણ તમારા પ્રયત્નોની પ્રશંસા કરી શકે છે.
આર્થિક : તમે આખા વર્ષ દરમિયાન સરળતાથી નાણાં કમાઈ શકશો અને થોડાં વધારાનાં નાણાં કમાવાનો પ્રયાસ કરશો. તમે તમારા પરિવારમાં કોઈ ઉજવણી માટે અથવા તમારાં બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે વધારાનાં નાણાં ખર્ચી શકો છો. આમ કરવાથી તમને ખૂબ ખુશી થશે, તેથી ઘણી વાર સમજાવ્યા પછી પણ તમે ખર્ચ કરવા માટે સંમત થશો, જોકે સારી વાત એ છે કે આ ખર્ચા તમને ખુશ કરશે. તમારી પાસે નાણાં આવશે અને આ સમયમાં આવનારાં નાણાંનું સારું રોકાણ કરીને, તમે આવનારા સમયમાં એને અનેકગણું વધારી શકો છો. બિનજરૂરી મુસાફરી તમારા ખર્ચમાં વધારો કરશે. સાસરિયાંઓ સાથે નાણાંની આપ-લે કરવાનું ટાળવું, અન્યથા નાણાકીય નુકસાન માટે તૈયાર રહેવું. એક કરતાં વધુ સ્રોતોમાંથી આવક તમને ખુશ કરશે.
નોકરી અને વ્યવસાય : તમારા ઉપરી અધિકારીઓ તમારા કામથી ખુશ થશે અથવા કોઈ વિસ્તરણ યોજના બની શકે છે, જેનો તમે ભાગ હશો. જો તમે સરકાર તરફથી કેટલાક લાભની અપેક્ષા રાખતા હતા, તો પરિસ્થિતિ તમારા માટે અનુકૂળ લાગે છે. સત્તાના પદ પર બઢતી મળવાની પણ શક્યતા છે. વ્યવસાયમાં, શરૂઆતના થોડા મહિના મુશ્કેલીભર્યા હોઈ શકે છે. તમારા ભાગીદાર તમારા માટે કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે. આ વર્ષે તમારા મિત્રો અથવા ભાગીદારો સાથે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરશો નહીં, કારણ કે તમને છેતરપિંડી થઈ શકે છે. ધીમે ધીમે અને સાવધાનીથી પગલાં લેવા, વર્ષના છેલ્લા મહિનામાં તમને સફળતા મળશે.
અભ્યાસ : ઘણી સમસ્યાઓ એકસાથે ક્યારેક એટલી મોટી થઈ જાય છે કે તમે એનો સામનો કરી શકતા નથી, આવી પરિસ્થિતિઓમાં તમારે ભગવાનનો આશ્રય લેવો જોઈએ અને પૃથ્વી પર ભગવાન ફક્ત માતાપિતા અને ગુરુના રૂપમાં જ જોવા મળે છે, તેથી વિદ્યાર્થીઓએ આ વર્ષે તેમના ગુરુના માર્ગદર્શન હેઠળ જવું જોઈએ. અભ્યાસ સંબંધિત જે પણ કાર્ય તમે સમજી શકતા નથી, એને તમારા ગુરુ પાસેથી સમજવાનો પ્રયાસ કરો. આ સાથે, તમે માતાપિતા પાસેથી મદદ પણ માગી શકો છો. આમ કરવાથી તમને તેમના આશીર્વાદ તો મળશે જ, પણ શિક્ષણમાં સફળતા પ્રાપ્ત કરવાથી કોઈ તમને રોકી શકશે નહીં. તમારી પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો અને નકામી પ્રવૃત્તિઓમાં સમય બગાડો નહીં. ઉચ્ચ શિક્ષણ મેળવવું તમારા માટે સરળ રહેશે નહીં, તેથી તમારા તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરવી.
સ્વાસ્થ્ય : આ વર્ષે બાળકોનું સ્વાસ્થ્ય તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. હકીકતમાં, તમારા પરિવારની બધી મહિલાઓને આ વર્ષે થોડી વધારાની કાળજી લેવાની જરૂર છે. સમયસર નિયમિત ચેકઅપ કરાવવાનો પ્રયાસ કરવો અને નિવારક આરોગ્ય સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવું. તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે આ વર્ષ સ્વાસ્થ્યની દૃષ્ટિએ મધ્યમ ફળદાયી છે. જોકે, જો તમે સ્વસ્થ દિનચર્યા અને આહાર પર ધ્યાન કેન્દ્રિત કરો છો તો ગંભીર બીમારીનું જોખમ ટાળી શકો છો, આ બે બાબતો તમારા માટે આ વર્ષે મૂળભૂત મંત્ર તરીકે કામ કરી શકે છે. તમારી દિનચર્યામાં સુધારો કરવાનો પ્રયાસ કરવો અને તમારા દૈનિક આહાર અને ભોજનના સમયને નિયંત્રિત કરવો અને સારા ખોરાક અને પીણાંનું સેવન કરવું.