Makar Sankranti 2022: જાણો મકર સંક્રાંતિનું શું છે પૌરાણિક મહત્વ?

10 January, 2022 04:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભીષ્મ પિતામહ 58 દિવસો સુધી બાણ શૈયા પર રહ્યા, પણ પોતાના શરીરનો ત્યાગ કર્યો નહીં તે ઇચ્છતા હતા કે જે દિવસે સૂર્ય ઉત્તરાયણ થશે ત્યારે જ તે પોતાના પ્રાણનો ત્યાગ કરશે.

ફાઇલ તસવીર

હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે સૂર્ય દેવ ઉત્તર દિશામાં આયાણ કરે છે. માન્યતા છે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે. આમ તો મકર સંક્રાંતિનો મહાભારત સાથે ઊંડો સંબંધ છે. ભીષ્મ પિતામહ 58 દિવસો સુધી બાણ શૈયા પર રહ્યા, પણ પોતાના શરીરનો ત્યાગ કર્યો નહીં તે ઇચ્છતા હતા કે જે દિવસે સૂર્ય ઉત્તરાયણ થશે ત્યારે જ તે પોતાના પ્રાણનો ત્યાગ કરશે.

મકર સંક્રાંતિ આ વખતે 14 જાન્યુઆરીના ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્ય દેવ રાશિ પરિવર્તન કરીને મકર રાષિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ પ્રમાણે સૂર્યનું રાશિ પરિવર્તન ખૂબ જ મહત્વનું હોય છે. સૂર્યને બધી રાશિઓનો રાજા માનવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્યના ગોચરથી જ્યાં ખરમાસની સમાપ્તિ થાય છે, ત્યાં વસંત ઋતુના આગમનના પણ સંકેત મળે છે. મકર સંક્રાંતિનું અદ્ભૂત જોડાણ મહાભારત કાળ સાથે છે. 58 દિવસ સુધી બાણશૈયા પર રહ્યા પછી ભીષ્મ પિતામહે પોતાના પ્રાણને ત્યાગવા માટે સૂર્યના ઉત્તરાયણ કરવાની રાહ જોઈ. 

જાણો આખી કથા
18 દિવસ સુધી ચાલતા મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહ 10 દિવસ સુધી કૌરવો તરફથી યુદ્ધ લડ્યા. રણભૂમિમાં પિતામહના યુદ્ધ કૌશલ થકી પાંડવો વ્યાકુળ હતા. પછીથી પાંડવોએ શિખંડીની મદદથી ભીષ્મને ધનુષ છોડવા પર મજબૂર કરી દીધા અને પછી અર્જુને એક પછી એક અનેક બાણ ચલાવી તેમને ધરતી પર પાડી દીધા. ભીષ્મ પિતામહને ઇચ્છામૃત્યુનુ વરદાન હતું. આથી અર્જુનના બાણ થકી સંપૂર્ણ રીતે ઇજાગ્રસ્ત થયા છતાં તે જીવતા રહ્યા. ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી તે હસ્તિનાપુર દરેક તરફથી સુરક્ષિત ન થઈ જાય, તે પ્રાણ ત્યાગ નહીં કરે. સાથે જ પિતામહે પ્રાણ ત્યાગવા સૂર્યના ઉત્તર તરફ અયાણ કરવાની પણ રાહ જોઈ, કારણકે આ દિવસે પ્રાણ ત્યાગનારાને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

ભગવાન શ્રીકૃષ્ણે જણાવ્યું મહત્વ
જ્યોતિષાચાર્ય ડૉ. અરવિંદ મિશ્રાએ જણાવ્યું કે ભગવાન શ્રીકૃષ્ણે પણ ઉત્તરાયણનું મહત્વ જણાવતા કહ્યું છે કે 6 મહિનાના શુભ સમયમાં જ્યારે સૂર્ય દેવ ઉત્તર તરફ અયાણ કરે છે અને ધરતી પ્રકાશમયી થાય છે, તે સમયે શરીર ત્યાગનાર વ્યક્તિનો પુનર્જન્મ નથી તતો. એવા લોકો બ્રહ્મને પ્રાપ્ત થાય છે, એટલે કે તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ કારણ છે કે ભીષ્મ પિતામહે પોતાના શરીરનો ત્યાગ કરવા માટે સૂર્યના ઉત્તર તરફ અયાણ કરવાની રાહ જોઈ.

મકર સંક્રાંતિ મુહૂર્ત
જ્યોતિષાચાર્ય ડૉ. અરવિંદ મિશ્રાએ જણાવ્યું કે મુહૂર્ત ચિંતામણિ ગ્રંથ પ્રમાણે મકર સંક્રાંતિનો પુણ્યકાળ મુહૂર્ત સૂર્યના સંક્રાંતિ સમયથી 16 ઘડી પહેલા અને 16 ઘડી બાદનો હોય છે. આ વખતે પુણ્યકાલ 14 જાન્યુઆરીના સવારે 7 વાગીને 15 મિનિટે શરૂ થશે જે સાંજે પાંચ વાગીને 44 મિનિટ સુધી રહેશે. આમાં સ્નાન, દાન, જાપ કરી શકા છે. તો સ્થિર લગ્ન એટલે કે મહાપુણ્ય કાળ મુહૂર્ત 9 વાગ્યાથી 10 વાગીને 30 મિનિટ સુધી રહેશે. તેના પછી બપોરે 1 વાગીને 32 મિનિટથી 3 વાગીને 28 મિનિટ સુધીનો મુહૂર્ત રહેશે.

astrology makar sankranti