24 November, 2025 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
૨૮મી નવેમ્બરે શનિ ગ્રહ મીન રાશિમાં માર્ગી (Shani Margi 2025) થઇ રહ્યો છે. હાલમાં શનિ ગ્રહ મીન રાશિમાં વક્રી એટલે કે અવળી ચાલે ચાલી રહ્યો છે. પણ જ્યારે તે માર્ગી થશે ત્યારે ફરી આગળ વધશે. ૧૩મી જુલાઈથી વક્રી થયેલા શનિ ગ્રહને કારણે તમામ રાશિ પર તેની અસર જોવા મળી હતી. હવે એ માર્ગી થઇ રહ્યો છે ત્યારે ફરી એકવાર અમુક રાશિઓ માટે સારા સમાચાર છે અને અમુક રાશિઓ માટે ચિંતાનો વિષય બન્યો છે, કારણ કે આમ વર્ષ પૂરું થવાને આરે છે ત્યારે જ શનિ માર્ગી થઇ રહ્યો હોઈ કેટલીક રાશિઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. તો, જાણી લઈએ કે બારેબાર રાશિઓ પર કેવાં પરિણામ જોવા મળી શકશે.
મેષ રાશિ- આ રાશિના (Shani Margi 2025) જાતકોને ખર્ચમાં ઘટાડો થશે. વળી વિદેશયાત્રાના યોગ પણ દેખાઈ રહ્યા છે. પણ, આ જાતકોએ તેમની હેલ્થનું સારું એવું ધ્યાન આપવું પડશે. સગાસબંધીમાં વિશ્વાસ વધશે.
વૃષભ રાશિ - વૃષભ રાશિમાં શનિ અગિયારમા ભાવમાં માર્ગી થશે. આ લોકો માટે આવકના નવા સ્રોત બનશે.
મિથુન રાશિ - મિથુન રાશિના જાતકો માટે ઓફીસમાં જો કોઈ ઉથલપાથલ ચાલી રહી હોય તો તે ઓછી થશે. આ લોકોને પ્રમોશનના પણ ચાન્સ છે.
કર્ક રાશિ- કર્ક રાશિના જાતકોને (Shani Margi 2025) જણાવવાનું કે શનિ નવમા ભાવમાં તમારી રાશિમાં માર્ગી થવાનો હોઈ આધ્યાત્મલક્ષી રસ વધશે. લાંબી યાત્રાઓના યોગ બની રહ્યા છે.
સિંહ રાશિ - સિંહ રાશિના જાતકોએ સાવચેત રહેવાની જરૂર છે. ખાસ તો સાસરિયાઓ તરફથી કોઈ પ્રોબ્લેમ હશે તો તે દૂર થશે. જોકે આ લોકોએ જરૂરી ન હોય ત્યાં સુધી વાદ ટાળવો. નહિતર ગેરસમજણ થઇ શકે છે.
કન્યા રાશિ - કન્યા રાશિના જાતકોને દાંપત્યજીવન અને ભાગીદારીના વ્યવસાયમાં સ્થિરતા આવશે. દાંપત્યજીવનમાં ચાલી રહેલા મતભેદો દૂર થશે.
તુલા રાશિ - તુલા રાશિના જાતકો માટે આ શનિનું માર્ગી સફળ રહેવાનું છે. કોર્ટના કોઈ કેસો ચાલી રહેલા હોય તો નિર્ણય આ જાતકોની તરફેણમાં આવી શકે છે.
વૃશ્ચિક રાશિ- સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળશે એવા યોગ છે. વિદ્યાર્થીઓનું (Shani Margi 2025) મન અભ્યાસમાં લાગશે. પ્રેમસંબંધોમાં ગેરસમજો હશે તે પણ દૂર થશે.
ધન રાશિ - માતાના સ્વાસ્થ્યમાં સુધારો જણાશે. મિલકત કે વાહન ખરીદવા માટે પણ બેસ્ટ સમય છે.
મકર રાશિ- શનિ મકર રાશિથી ત્રીજા ભાવમાં માર્ગી થઇ રહ્યા છે. આ જ કારણોસર આ લોકોની શક્તિ અને હિંમતમાં પણ વધારો થવાનો છે. નાના ભાઈ-બહેનોનો તરફથી સહયોગ મળશે. આત્મવિશ્વાસ પણ વધવાના ચાન્સ છે.
કુંભ રાશિ - વાણીમાં કઠોરતા ઓછી રહેશે. સંપત્તિમાં વધારો થશે અને પરિવારમાં ચાલી રહેલા સંપત્તિના વિવાદ પણ ઉકલવાની સંભાવના દેખાઈ રહી છે. અટકેલા પૈસા પાછા મળી શકે છે.
મીન રાશિ- કરિયરમાં નવી તકો મળે તેવી શક્યતા છે. માનસિક તણાવમાં ઘટાડો થશે. આ જાતકો (Shani Margi 2025) પોતાનાં લક્ષ્યો પ્રત્યે વધુ સ્પષ્ટ બનશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ સુધારો જણાઈ રહ્યો છે.
(ખાસ નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આની પુષ્ટિ કરતું નથી.)