વાસ્તુ Vibes: ઘર-ઑફિસને સકારાત્મકતાથી છલકાવવા કોને ચાહવું પડશે? જાણી લો

10 November, 2025 02:39 PM IST  |  Mumbai | Dharmik Parmar

Vaastu Vibes: કૉન્શિયસ વાસ્તુ એટલે બાહ્ય અને વ્યક્તિગત ઊર્જા બંનેનો સુમેળ માગી લે છે. સૌ પ્રથમ જગ્યા, પછી શહેર, પછી દેશને ચાહો. વળી, જીવનના તમામ તબક્કાઓમાં નમ્ર રહીને જીવનને ફૂલ જેવું ખીલેલું બનાવો.

વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

ઘર હોય કે ઑફિસ, પ્રાચીન વાસ્તુશાસ્ત્રને અનુસરવામાં આવે તો ઉત્તમ પરિણામો મળે છે. ન માત્ર આર્થિક લાભ પરંતુ, માનસિક અને શારીરિક સુખાકારી માટે પણ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું હિતાવહ છે. ઇન્ટરનેટના આ યુગમાં આંગળીના ટેરવે વાસ્તુ સંબંધિત ટુચકાઓ પણ ભરપુર મળી રહે છે. પણ, તેમાં તથ્યને નામે કશું જ હોતું નથી. વળી, વાસ્તુશાસ્ત્રના જાણકારોની મસમોટી ફી પરવડે એવી નથી હોતી. ત્યારે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું. તમારી વાસ્તુ સંબંધિત ગૂંચવણો નીકળી જશે અને તે તરફનો તમારો દ્રષ્ટિકોણ પણ બદલાઈ જશે. સાથે જ સકારાત્મક અભિગમ કેળવાશે. તો, વાસ્તુ સંબંધિત ટિપ્સ માટે અમારી સાથે જોડાઓ દર સોમવારે `વાસ્તુ વાઇબ્સ` (Vaastu Vibes)માં...

કૉન્શિયસ વાસ્તુ એક એવું તત્વજ્ઞાન છે જે આપણને જાગૃતિ, કૃતજ્ઞતા અને ભાવનાત્મકતા સાથે જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરે છે. તમે જાણો જ છો કે વાસ્તુ એ માત્ર જગ્યામાં રહેલ ભૂલોને સુધારવાથી પૂરી નથી થઇ જતું. પણ વસ્તુ એટલે તો આપણી આસપાસની આબોહવાને તેમ જ આપણી પોતાની ઊર્જા પર ધ્યાન આપવું. તો ચાલો, આપણી બાહ્ય અને આંતરિક બંને ઊર્જા વચ્ચે બેલેન્સ કરીને પોઝીટીવ જીવન કેવી રીતે જીવી શકીએ એ વિષે વાત કરીએ....

૧. તમારી જગ્યાને ચાહો

તમે જ્યાં રહો છો કે કામ કરો છો એ જગ્યા વિષે દરરોજ નેગેટીવ વાત કરવાથી તમારી પોતાની ઊર્જા છૂ થઇ જાય ચવે. માટે જ વસ્તુ તમને તમારી જગ્યાની કાળજી અને પ્રશંસા કરવાની ભલામણ કરે છે. ભલે તમારી એ સ્પેસ મોટી હોય કે નાની, આલિશાન હોય કે સામાન્ય, દરેક જગ્યા (Vaastu Vibes)માં સકારાત્મકતા તો છે જ. બસ, એનો આભારી માનીને તમારી જગ્યાને પ્રેમ કરતા થાવ.

૨. તમારા શહેરને ચાહો

હવે એક સ્ટેપ આગળ વધીએ. જગ્યાને ચાહતા થયા તો હવે એ જગ્યા જ્યાં આવેલી છે તે શહેરને ચાહો. દરેક શહેરને પોતાની શક્તિ અને નબળાઈઓ હોય છે. શહેરની ટ્રાફિક, પ્રદૂષણ કે અન્ય સમસ્યા જોવા કરતાં એ તરફ જુઓ કે તમારું શહેર કેટલું સરળ છે તમારી માટે. તમારી જગ્યા (ઘર કે ઓફિસ) જે શહેરમાં આવે છે ત્યાં જ તમને ઊર્જા મળે છે. માટે તમારા શહેરને ચાહતા થાવ. પેલું કહે છે ને દ્રષ્ટિ એવી સૃષ્ટિ.

૩. તમારા દેશને ચાહો

હજી એક સ્ટેપ અગલ જઈએ તો તમારા દેશ કે રાષ્ટ્રને ચાહો. કારણ કે મૂળ તો દેશની એ જ ધરતી માતા થઈને તમને એનર્જી આપે છે. માટે જ વાસ્તુ (Vaastu Vibes) તમને તમારા દેશને પ્રેમ કરવા, તેની ભાવનાનું સન્માન કરવા અને આવો દેશ મળ્યો એનું ગૌરવ કરવા સૂચન કરે છે.

૪. કપરી પરિસ્થિતિમાં ડરો નહીં

મિત્રો, જીવન એ ઉતાર-ચઢાવોનું જાણે પૈડું છે. ડાઉનફોલ વખતે લોકો ઘણીવાર ભય, ચિંતા, અસુરક્ષા, ચીડિયાપણું અને ગુસ્સો અનુભવે છે. પણ, કૉન્શિયસ વાસ્તુ કહે છે કે આવી કપરી ક્ષણોમાં ડરવું નહીં પણ સમજણથી કામ લેવું. મુશ્કેલીનો સાપ તમને ગળી જાય એની પહેલાં તમારી આંતરિક ઊર્જા પર (Vaastu Vibes) ધ્યાન કેન્દ્રિત કરો. કૃતજ્ઞતા, ચિંતન અને ઊંડાં શ્વાસ લઇ જાગૃત થાવ.

૫. સફળતાની ટોચે ફુલાઈ જ જતા

સારો સમય પણ પડકારજનક સાબિત થઈ શકે છે. સફળતામાં વધુ પડતો આત્મવિશ્વાસ અને અહંકાર તમને પછાડી શકે છે. માટે જ વાસ્તુ કહે છે કે સફળતાની ટોચે હોવ ત્યારે નમ્ર બનો, વિવેકી બનો અને વધુ ફુલાઈ ન જાવ. ઊર્જા પણ જળવાશે અને તમારા સંબંધો પણ.

૬. મોજમાં રહેવું, મોજમાં રહેવું અને બસ મોજમાં જ રહેવું

ભલે તમે સફળતાનીતોચે હોવ કે મુશ્કેલીમાં પણ આનંદમાં રહેવું. વાસ્તુ કહે છે કે દરેક પરિસ્થિતિમાં આનંદિત રહો. બધી પરિસ્થિતિને આવકારો. 

૭. આંતરિક અને બાહ્ય ઊર્જાને ઓળખો

દરેક વ્યક્તિ જુદી છે. તેમ દરેક જગ્યાનું પણ પોતાનું આગવું મહત્વ (Vaastu Vibes) છે. દરેક જગ્યાની ઊર્જાને ઓળખવાની રીતો જુદી છે, પરંતુ શરુઆત તો આંતરિક ઊર્જાને ઓળખવાથી જ થાય છે. વાસ્તુ એ માત્ર સમસ્યાઓનું સમાધાન કરતું નથી, તે ઊર્જામાં વધારો કરે છે.

ટૂંકમાં, કૉન્શિયસ વાસ્તુ (Vaastu Vibes) એટલે બાહ્ય અને વ્યક્તિગત ઊર્જા બંનેનો સુમેળ માગી લે છે. સૌ પ્રથમ જગ્યા, પછી શહેર, પછી દેશને ચાહો. વળી, જીવનના તમામ તબક્કાઓમાં નમ્ર રહીને જીવનને ફૂલ જેવું ખીલેલું બનાવો.

conscious vaastu vaastu vibes astrology dr harshit kapadia life and style lifestyle news exclusive