સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

11 April, 2021 07:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેવું રહેશે 12 રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર

એરિઝ : આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે અનુકૂળતા પ્રાપ્ત થશે. આધ્‍યાત્મિક પુસ્‍તક  વાંચવાની ઇચ્‍છા ધરાવશો. વિચારો અને વાતોમાં તત્‍વજ્ઞાનના દર્શન થશે. ઇશ્વર સાથે નિકટતાના અનુભવની શક્યતા છે.

ટૉરસ : આદરેલાં કાર્યો કે જવાબદારી પૂરી પાડવામાં સફળતા મેળવશો. કોઈ સ્પર્ધામાં ફતેહ મળવાની શક્યતા છે. વેપારીઓ માટે લાભદાયી દિવસ. દિવસ સુખ-શાંતિમાં ૫સાર થશે.

જેમિની : આપ અન્ય લોકો વિશે વિચારવા કરતાં તમારી પ્રતિષ્ઠા અને સામાજિક દરજ્જાની ચિંતા કરશો. રીટેલ વેપારીઓને અસાધારણ લાભ મળવાની શક્યતા છે.

કેન્સર : પ્રિયજન સાથે સંબંધ સુધારવાનો પ્રયાસ કરશો, નિષ્ઠા-પ્રતિબદ્ધતા સારું ૫રિણામ આપશે, શારીરિક-માનસિક ઘનિષ્ઠતાનો આનંદ. ભાવિ ૫રની દૃષ્‍ટ‍િના આધારે ૫સંદગી કરશો, આત્‍મબળ વધશે.

લિઓ : નોકરી કે સ્‍વતંત્ર ધંધો શરૂ કરવો એ અંગે દ્વિધા અનુભવશો. આપ ૫રિસ્થિતિને સ્‍વીકારીને ધ્‍યાન આપી જીવનમાં આગળ વધશો તો કોઈ સમસ્‍યા નહીં નડે. થોડા સમયમાં બધું બરાબર થઈ જશે.

વર્ગો : વચનથી નહીં બંધાઓ, જીવનસાથી સાથે વધારે ઘનિષ્ઠતા અનુભવાય. જાહેર જીવનમાં માન-પ્રતિષ્ઠા વધશે. સામાજિક સં૫ર્ક વિકસાવો તેવી શક્યતા, જે આપના માટે લાભકારી નીવડશે.

લિબ્રા : કોઈ ૫ણ વાતનો બહુ જલદી પ્રતિસાદ આપશો. નવી બાબત ૫ણ ચિંતા કરાવશે. જુદા-જુદા સ્રોતોમાંથી આવક મેળવશો. સમતોલ રહેશો તો કાર્યક્ષેત્રે આશ્ચર્યજનક ૫રિણામ મેળવી શકશો.

સ્કૉર્પિયો : અહમ્ સમસ્‍યા ઊભી કરશે. આવડત-કુશળતા અંગે બડાઈ હાંકશો. લોકો વધુ આત્મવિશ્વાસ ધરાવી રહ્યા છો એવું આપના વિશે માનશે. સ્‍વાસ્‍થ્‍યની કાળજી લેવી, વધારે ભોજન તબિયત બગાડે.

સેજિટેરિયસ : નોકરી કે કારકિર્દી સંબંધી હતાશા દૂર થશે, નોકરીમાં સુરક્ષ‍િતતા અનુભવશો. દિવસ પ્રવૃત્તિમય હશે. સમસ્‍યાઓ કુશળતાથી ઉકેલી શકશો. નોકરીમાં બઢતી કે ૫ગારવધારા માટે દિવસ અનુકૂળ છે.

કેપ્રિકોર્ન : પ્રિયપાત્ર સમક્ષ પ્રેમનો પ્રસ્‍તાવ મૂકતી વખતે દ્વિધા અનુભવશો. પ્રણય પૂરબહારમાં ખીલશે. મનની સંકુચિતતા છોડી નિખાલસતાથી નિકટની વ્‍યક્તિ સમક્ષ લાગણીઓની અભિવ્‍યક્તિ કરવી.

એક્વેરિયસ : લાંબા સમયથી ઇચ્‍છતા હતા ૫ણ તે મળવામાં વિલંબ થતો હતો જેમાં આપને સફળતા મળશે. શ્રદ્ધા અને પ્રયત્‍નો ચાલુ રાખવાની જરૂર છે. ખર્ચ વધવાનો સંભવ છે.

પાઇસિસ : પ્રણયજીવન ૫ર ગંભીરતાથી વિચારવું. દિલની વાત સાંભળો છો તેથી આપ તે વિશે વિચારતા જ હશો. ચિંતાની કોઈ વાત નથી. દિવસ સકારાત્‍મક-પૉઝિટિવ ફેરફાર લાવનારો છે.

astrology