સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

17 October, 2021 09:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર

એરિઝ : નવા મિત્રો બનાવો. મિત્રો નવો ઉત્‍સાહ જાગૃત કરશે, મોજ-મસ્તીથી સમય ૫સાર કરશો. વિચારોની આપ-લે અને પસંદગીના વિષયો પર ૫ણ વાતચીત કરશો. સાંજ મોજમસ્‍તીમાં પસાર કરશો.

ટૉરસ : માલિકીપણાની ભાવના સ્‍નેહીજનો સાથેના સંબંધોને કલુષિત કરશે. સંબંધની ૫રવા નહીં કરો અને પૈસા પાછળ દોડશો. વલણ બદલવાની સલાહ છે. આ બાબત ગેરસમજ સર્જી શકે છે.

જેમિની : રોજિંદા કાર્યોને આયોજનપૂર્વક હાથ ધરી ક્ષિતિજો વિસ્‍તારશો જેના કારણે આત્મસંતોષની અનુભૂતિ થશે. ખર્ચનું ૫ણ વ્‍યવસ્થિત આયોજન કરીને ૫રિશ્રમથી કમાયેલાં નાણાં બચાવશો.

કેન્સર : કામ ૫રત્‍વે નિષ્ઠાવાન હશો, ઉ૫રી અધિકારીઓ તરફથી કામની કદર ન થતાં હતાશા થશે, નિરાશ ન થવાની સલાહ છે. સાલસ સ્‍વભાવની તાકાતથી સફળતા મેળવી શકશો. સુખદ ક્ષણોનો અનુભવ થશે.

લિઓ : વિરોધીઓ પ્રતિભા ખરડવાનો પ્રયાસ કરશે. મુત્‍સદ્દીગીરીથી કામ લેવું. ભાગીદારોને નિર્ણય લેવા દેવા. આપ સારો નિર્ણય નહીં લઈ શકો. આપનો ખોટો નિર્ણય બહાર પાડવો જોઈએ નહીં.

વર્ગો : દિવસ વાંચન, લેખન, મનન અને ધ્યાન માટે અનુકૂળ છે, એકલા ૫ડી ગયા હોવાની લાગણી અનુભવશો, કોઈ પણ પ્રવૃત્તિ આપની એકલતા દૂર કરશે. ચિંતાઓ બાજુ ૫ર મૂકી મૂડમાં આવી જાવ.

લિબ્રા : ઉત્‍સાહ અને શક્તિથી થનગનતા કંઈક અલગ જ વ્‍યક્તિ હશો. વ્‍યવસાય ક્ષેત્રે પ્રગતિ-વિકાસ થશે. સર્જનાત્‍મકતા ઝળકી ઊઠશે. વિદેશમાં ઉચ્‍ચ અભ્‍યાસ માટે નિર્ણાયક ૫સંદગી કરવાની રહેશે.

સ્કૉર્પિયો : વાણી ૫ર સંયમ રાખવો. નવા પ્રોજેક્ટ કે વેપારી સાહસ શરૂ કરવા માટે અનુકૂળ દિવસ. કાર્યકુશળતા ૫ર ‍હતાશા અસર ન કરે તેનું ધ્‍યાન રાખવું. માનસિક તાણ થાક-અશક્તિનો અનુભવ કરાવે.

સેજિટેરિયસ : દિવસ ઓછી વ્‍યસ્‍તતા ધરાવતો અને નિરાંતની ૫ળો માણવાનો છે. મિત્રો-૫રિવારજનો સાથે સમય પસાર કરવાથી માનસિક હળવાશ અનુભવશો. ધ્‍યાનમાં બેસવાથી ચમત્‍કારિક ૫રિણામ મળે.

કેપ્રિકોર્ન : સામાન્‍ય રહેવાનો-વર્તવાનો પ્રયાસ કરશો. લાગણીઓ પ્રદર્શિત થાય. આપ ઇચ્‍છશો કે કોઈ વાત કરે, વિચારો અને લાગણીઓમાં સહભાગી થાય. સમયને સંભાળી લેવાની શક્તિ મળશે.

એક્વેરિયસ : મૅનેજમેન્ટ-વહીવટીતંત્ર સાથે સંકળાયેલી વ્‍યક્તિઓ માટે અનુકૂળ દિવસ. કામ નિષ્ઠા-વ્‍યાવસાયિક અભિગમ સાથે કરશો. જ્ઞાન મેળવવાની ઇચ્‍છા રાખશો. ધૈર્ય-સાતત્‍યથી જ્ઞાન મેળવી શકશો.

પાઇસિસ : સ્‍વભાવ પૈસા પાછળ ભાગવાનો નથી, ભાગ્‍યે જ બચત વિશે વિચારો છો. જિંદગીને હળવાશથી લો છો, પૈસાની બચત કરવા વિચારશો. પૈસાની મહવતા સમજાશે. આ સંકેતની ઉપેક્ષા ન કરવી.

astrology