સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

21 March, 2021 08:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાંચો કેવું રહેશે બાર રાશિઓનું આખું સપ્તાહ

રાશિ ભવિષ્ય

મેષ : આજે આપને જે આર્થિક ફાયદો થશે તેના કારણે આપ જિંદગીની તમામ સુખ-સગવડોનો આનંદ માણી શકશો. આપ બચત કરવામાં નહીં માનતા હોવ તો આપને આ નાણાંનો ઉ૫યોગ મોજમજા પાછળ કરવાની ઇચ્‍છા થશે. શક્ય છે કે આપ સ્વજનો અને મિત્રોને કોઈ મોંઘી રેસ્‍ટોરાંમાં પાર્ટી માટે લઈ જાઓ. ગણેશજીની સલાહ છે કે નાણાંનો ખોટો ખર્ચ તો ન જ થવો જોઈએ.

વૃષભ : સ્‍વભાવનું ઉતાવળાપણું અને અધીરાપણું આપના વર્તનને વિચિત્ર બનાવશે. આપનું વલણ સમાધાનકારી નહીં હોય. આપ કોઈ સૂચનો સાંભળવા તૈયાર નહીં હોવ. ગણેશજી આપને કોઈ પણ બાબતમાં ઉતાવળ ન કરવા સલાહ આપે છે. જો આપનું વર્તન નહીં બદલાય તો નુકસાન થવાનો સંકેત ૫ણ આપે છે. સંભાળીને ચાલવા જેવો દિવસ છે.

મિથુન : આપનો વધુ પડતો સંવેદનશીલ સ્વભાવ આપને ઉદાસ બનાવી શકે છે. આપ એકાંતમાં રહેવાનું પસંદ કરશો અને લોકો સાથે હળવું મળવું નહીં ગમે. ગણેશજી જણાવે છે કે આવા સમયે યોગ, ધ્‍યાન અને પ્રાર્થના આપને રાહત આપશે.

કર્ક : આપની શક્તિ અને ક્ષમતા પ્રદર્શ‍િત કરવા આજે આપ વધુ સાહસિક બનશો. આપ નવા વિચારો અને યુક્તિ-પ્રયુક્તિઓ સાથે બહાર આવશો જે હકારાત્‍મક અને ફાયદાકારક સાબિત થશે. આસપાસના લોકો સાથે સંઘર્ષ ટાળવાની અને મગજ શાંત રાખવાની ગણેશજી સલાહ આપે છે.

સિંહ : નવી ગૃહસજાવટ કરવાનો વિચાર આવે. નવું રાચરચીલું કે સુંદર કલાત્‍મક વસ્‍તુઓથી આપ ઘરને નવું સ્‍વરૂ૫ આપશો. ગણેશજીની કૃપાથી આપ મોટા વેપાર કે આર્થિક જોખમો ઉઠાવશો અને તેમાં આપને લાભ ૫ણ થશે.

કન્યા : આજે આપનું મગજ વિકાસશીલ પ્રવૃત્તિઓમાં સક્રિય હશે, ૫છી તે મનોરંજનને લગતી પ્રવૃત્તિ હશે અથવા તો આપે ઘણાં વર્ષ ૫હેલાં છોડી દીધી હોય તેવી કોઈ પ્રવૃત્તિ. આજે તન-મનથી તાજગી મેળવી લેવાની તક મળશે. કોઈ મનોરંજન કાર્યક્રમમાં જવાની શક્યતા ૫ણ ગણેશજી જુએ છે.

તુલા : ગણેશજી કહે છે કે ઑફિસમાં આપને કોઈ મીટિંગનું આયોજન કરવાની જવાબદારી સોંપાય, જેમાં આપની કુશળતા સાબિત કરી શકશો. સંશોધનકાર્ય સારી રીતે આગળ વધી શકશે. દસ્‍તાવેજો ૫ર હસ્‍તાક્ષર કે કરાર કરવા માટે શુભ દિવસ છે.

વૃશ્ચિક : માર્કેટિંગના ક્ષેત્રમાં ૫ડેલી વ્‍યક્તિઓને પ્રોત્‍સાહક વળતર મળશે. નવાં પ્રોજેક્ટ કે સાહસોમાં સફળતા મળશે. આજનો દિવસ આપ કામમાં ગળાડૂબ રહેશો. માનસિક શાંતિ મેળવવા માટે શાંત વાતાવરણમાં ધ્‍યાન ધરવાથી આપ તેનો ચમત્‍કાર જોઈ શકશો.

ધન : આપને સમાજમાં હળવા-મળવાનું ગમે છે એમ છતાં આજે આપ આવા સામાજિક મેળાવડામાં જવાનું ટાળવાનું ૫સંદ કરશો. કોઈ મનોરંજન કાર્યક્રમ ૫ણ આપને નહીં લલચાવી શકે. એમ છતાં સાંજે આપ બહાર ભોજન લેવા જશો અને દિવસના અંતે કંઈક સંતોષ અનુભવશો.

મકર : શૅર-સટ્ટાકીય પ્રવૃત્તિ દ્વારા આકસ્મિક ધનલાભ થવાની સંભાવના હોવાનું ગણેશજી કહે છે. શૅરબજાર આપના માટે ફાયદાકારક નીવડી શકે છે. જોકે એ બાબતમાં વધારે જોખમ ન ઉઠાવવાની સલાહ છે, કારણ કે ઓચિંતી આર્થિક નુકસાની આપને હતાશ અને ચિંતિત કરી શકે છે.

કુંભ : ઑફિસના કામ પાછળ વધારે સમય ફાળવશો. કામ પ્રત્‍યેનું સમર્પણ આપને સારું વળતર અપાવશે. એમ છતાં ગણેશજી આપને વધારે મહેનત કરવા અને મુખ્‍ય ધ્‍યેય સિદ્ધ કરવા ૫ર ધ્‍યાન કેન્દ્રિત કરવા જણાવે છે.

મીન : વેપારને લગતી કેટલીક બાબતોમાં આજે મુંઝાયેલા હશો. આપે ધારેલા સમયમાં જો અપે‌ક્ષિત લાભ ન મળે તો ૫ણ દિવસ ૫સાર થશે તેમ તેમ બધું થાળે ૫ડતું જણાશે અને સાંજ સુધીમાં માનસિક હળવાશ અનુભવશો.

life and style astrology