સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

25 April, 2021 08:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેવું રહેશે 12 રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર

એરિઝ : દિવસ રોજિંદી પ્રવૃત્તિઓમાં વ્‍યસ્‍ત રહેવાનો છે. ઘરકામની પ્રવૃત્તિઓમાં આનંદ અને રાહતની લાગણી અનુભવશો. દિવસના અંતે આપને કામ કર્યાનો સંતોષ થશે.

ટૉરસ : મીટિંગનું આયોજન કરવા માટે અનુકૂળ દિવસ છે. આપનું લક્ષ્‍ય અને હેતુ બહુ સ્પષ્‍ટ હોવાથી અગત્‍યની મીટિંગો અને નવા વ્‍યાવસાયિક જોડાણ લાભદાયક પુરવાર થશે.

જેમિની : સગાંસંબંધીઓને સારો સહકાર આપશો. વ્‍યવહારું બુદ્ધિથી આપ તેમની સમસ્‍યાઓ ઉકેલી શકશો. કોઈ મહત્ત્વનો નિર્ણય લેતાં ૫હેલાં બુદ્ધિનો ઉ૫યોગ કરવાની સલાહ છે.

કેન્સર : મહિલા વર્ગ તરફથી લાભ થવાની શક્યતા છે. આમ તો આપ સામાન્‍ય રીતે કામમાં વ્‍યવસ્થિત અને સુઆયોજિત છો,  આજે આપની ૫રિસ્થિતિ દિશાવિહીન હશે.

લિઓ : વધારે મહેનતે ઓછો લાભ મળે. ઑફિસની કે ઘરની બાબતને ગંભીરતાથી લેશો. ૫રિણામે જવાબદારીની ભાવના આવશે. કોઈ પ્રશ્નનો સાચો-કાયમી ઉકેલ શોધવા પ્રેરિત કરશે.

વર્ગો : દિવસ અનુકૂળ  છે. ઑફિસમાં, નવા પ્રોજેક્ટ ૫ર કામ શરૂ કરી શકશો. પ્રસાર માધ્‍યમો, સેલ્‍સ, માર્કેટિંગ સાથે સંકળાયેલી વ્‍યક્તિઓને માન-પ્રતિષ્ઠા મળશે.

લિબ્રા : વ્‍યવસ્થિતતાનો આગ્રહરાખશો, ખર્ચ કરવામાં ૫ણ કરકસર જણાઈ આવશે. પ્રિયપાત્રની મુલાકાત રોમાંચક રહે, બહાર ભોજન ૫ર લઈ જઈને ખુશ કરવાનો પ્રયત્‍ન કરશો.

સ્કૉર્પિયો : ઑફિસમાં નવું કરવાની કોશિશ કરશો. નવી વ્યુહરચનાનું આયોજન કે કાર્ય૫દ્ધતિનો સમાવેશ થવાની શક્યતા છે. ગ્રહોની અનુકૂળ ચાલથી માનસિક રાહત અનુભવશો.

સેજિટેરિયસ : દરેક વસ્‍તુ તરફેણમાં બનશે. દિમાગ ૫ર કામનો બોજ વધારે૫ડતો ન આવે એનું ધ્‍યાન રાખવું. ચોક્કસ બાબત ઉકેલવા માટે આપની પ્રબળ ઇચ્‍છા હશે.

કેપ્રિકોર્ન : આનંદ-મોજમસ્‍તીભર્યા મૂડમાં સવારનો પ્રારંભ થશે. પ્રેમભર્યા વાતાવરણમાં જીવનસાથી સાથે સાંજ વિતાવશો, જે આનંદ-સ્ફૂર્તિનો સંચાર કરશે. દાં૫ત્‍યજીવનમાં નિકટતાનો અનુભવ થશે.

એક્વેરિયસ : આજે આપ વિચારો અને માન્યતાઓમાં બહુ મક્કમ હશો. કોઈ બાંધછોડ કરવા જણાવશે તો પણ તમે નહીં કરો. આપનાં અધૂરાં કામ પૂર્ણતાના આરે રહેશે.

પાઇસિસ : સામૂહિક કાર્ય સાથે સંકળાયેલા હશો, એથી આપની કામગીરી મહત્ત્વની ભૂમિકા ભજવશે. આપના પ્રયાસનું સારું ૫રિણામ આવશે. પ્રગતિસૂચક દિવસ છે. 

astrology