સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

25 July, 2021 08:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેવું રહેશે 12 રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર

એરિઝ : નવી ચિંતા અને ઉપાધી આવી જતા મૂડ સારો ન રહે. ઉદાસી અને હતાશા દુઃખી કરશે. મનમાં રહેલો ડર અને અસુરક્ષાની ભાવના દૂર કરવાનો પ્રયાસ કરો. લાગણી દૂર થતાં હિંમત એકઠી કરી શકશો.

ટૉરસ : તબિયતની વિશેષ કાળજી લેવી. નાની બીમારી મોટું સ્વરૂપ લઈ શકે છે તેથી બેદરકારી ન દાખવતાં ડૉક્ટરની સલાહ લેવી. ઘેર આરામ કરવાથી તબિયત વધુ બગડતી અટકશે.

જેમિની : આર્થિક તંગીને કારણે મૂંઝવણમાં મુકાઈ જશો. નાણાં બચાવવાનો અને ખર્ચ ઘટાડવાનો વિચાર આવશે, સંજોગો ખર્ચ કરાવે. આવક-જાવકની ગણતરીઓમાં દિવસ ૫સાર થશે.

કેન્સર : સ્વજનોની લાગણી અને નિકટતામાં વધારો થશે, ખુશી અનુભવશો. આનંદનો અનુભવ કરાવવા સાંજ તેમની સાથે વિતાવશો. પ્રેમ-લાગણીનો સારો બદલો મળશે જે આપને લાભ કરાવી આપશે.

લિઓ : આનંદ અને હતાશાની મિશ્ર લાગણીઓ અનુભવાશે. ક્યારેક ખુશ હશો તો ક્યારેક નિરાશાનો અનુભવ થશે. લાગણીઓમાં સમતોલ રહેવું. પ્રગતિ સમતુલા ૫ર ઘણોબધો આધાર રાખે છે. આર્થિક ક્ષેત્રે પ્રગતિ.

વર્ગો : ધ્યાન આપનાં અધૂરાં કાર્યો પૂરા કરવા તરફ હશે તેથી કામ પૂરું કર્યા બાદ જ રાહતનો શ્વાસ લેશો. ગણેશજી કહે છે કે ઊંચી અપેક્ષાઓ ન સંતોષાતાં આપ થોડી હતાશા અનુભવશો.

લિબ્રા : સરકારી કામકાજમાં લાભ થઈ શકે. કર્મચારીઓ માટે દિવસ હકારાત્મક અને લાભકારક. ૫રિવારજનો પ્રોત્સાહન-હિંમત પૂરી પાડશે. સંતાનો પ્રગતિ સાધશે. મહત્ત્વના નિર્ણયો માટે અનુકૂળ દિવસ.

સ્કૉર્પિયો : નવું કામ શરૂ કરવું નહીં, યોગ્ય સમયની રાહ જોવી. જૂના મિત્રો-સંબંધીઓ સાથે વાતચીત કરીને ઉદાસીનતા દૂર કરશો અને પરિસ્થિતિ અનુકૂળ હશે તો મિત્રોને પાર્ટી ૫ણ આપશો.

સેજિટેરિયસ : સ્‍વભાવ રૌદ્રસ્વરૂપ ધારણ કરશે, મગજ શાંત રાખવું. ઑફિસમાં અન્યાય સામે ચૂપ નહીં રહી શકો. બિઝનેસ પાર્ટનર જો વિદેશમાં વસતા હશે તો તેમનાથી આપને લાભ થવાની શક્યતા છે.

કેપ્રિકોર્ન : પરિશ્રમનું સારું ફળ મેળવી શકશો. પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સમાજમાં નામના અને પ્રતિષ્ઠા વધશે. આજે ઉત્‍સાહ અને સ્ફૂર્તિમાં પણ વધારો થશે. ગણેશજીની કૃપા આપની સાથે છે.

એક્વેરિયસ : આકસ્મિક ધનલાભ થવાની શક્યતા. મિટિંગ, વેપારમાં નવા કરાર કે સોદા, તથા વ્‍યાવસાયિક સાહસમાં હકારાત્‍મક ૫રિણામ મળે. જે પ્રોજેક્ટની રાહ જોતા હતા તેને અંતિમ ઓપ અપાશે. ધીરજ રાખવી.

પાઇસિસ : કામમાં વ્‍યસ્‍ત રહેશો. કામ તરફ ધ્‍યાન હોવા છતાં ઘણીબધી બાબતો ચૂકી જાઓ તેવું બને. ગણેશજી રોજિંદા કામ ૫ર ધ્‍યાન આપી તે પૂરું કરવા જણાવે છે. આ માટે સમય ૫ણ અનુકૂળ છે.

astrology