સાપ્તાહિક રાશિભવિષ્ય: ક્લિક કરીને વાંચો શું છે તમારી રાશિમાં ખાસ

30 May, 2021 07:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાંચો બાર રાશિઓનું રાશિ ભવિષ્ય, કોને મળશે લાભ

રાશિફળ

એરિઝ : કામની યોગ્ય પદ્ધતિ પ્રત્યે સજાગ બનશો, સર્જનાત્મકતા માટે આયોજન મદદરૂ૫ સાબિત થશે. વેપારી સાહસમાં અને કાર્યકુશળતામાં સુધારો આવશે. વડીલો પાસેથી સલાહ સૂચન લેશો.

ટૉરસ : કુશળ આયોજક છો, કાબેલિયત આજે પ્રદર્શિત થશે. નોકરી-વ્‍યવસાયમાં આપના આ ગુણને બિરદાવવામા આવશે. આગળ વધવામાં મદદરૂ૫ થશે, ક્ષમતા બહારનું કામ કરશો તો આરોગ્‍ય બગડવાની સંભાવના.

જેમિની : સં૫ત્તિ, મજિયારી મિલકતો વિશે ચિંતિત રહેશો. માલિકીભાવ વધતાં કોઈને ભાગીદાર બનાવવા નહીં ઇચ્‍છો. આવી વર્તણૂક યોગ્‍ય ન હોવાથી સ્વાર્થી સ્‍વભાવ છોડવાની સલાહ છે.

કેન્સર : પ્રિયપાત્ર તરફ લાગણી પ્રદર્શિત કરશો. જીવનસાથી સાથે ચર્ચા કરવા માટે  શ્રેષ્ઠ સમય છે. જોડીદાર સાથે લાગણીશીલ બની જશો. દિવસ સ્‍પંદનો અનુભવવાનો છે એમ ગણેશજી જણાવે છે.

લિઓ : દિવસ મિશ્રફળદાયી છે. જીવનસાથી કે બિઝનેસ પાર્ટનરથી અસંતુષ્ટ હશો જેના કારણે અસ્‍વસ્‍થતા અનુભવશો, ઑફિસમાં સારો લાભ મળશે. મૈત્રીભરી સલાહની મદદથી સમતુલા જાળવી શકશો.

વર્ગો : આંતરિક શક્તિ બહાર લાવવાનો મોકો મળશે. સુમેળ અને સં૫થી કામ કરી શકશો. ઘણું મેળવી લેવાના મૂડમાં હશો, ધીમેધીમે આગળ વધશો, થાક અનુભવશો ત્‍યારે સંગીત સાંભળીને મનોરંજન મેળવશો.

લિબ્રા : સરકારી કામકાજમાં લાભ મળશે. સકારાત્‍મક અને ફળદાયી ૫રિણામ મળે, કાર્યક્ષમતા અને કુશળતાની યોગ્‍ય કદર થશે. પ્રિયતમ સાથે અંતરની વાતો કે અંગત ચર્ચા કરશો. ગણેશજીના આશીર્વાદ છે.

સ્કૉર્પિયો : આકસ્મિક ધનલાભ થવાની શક્યતા. વિદ્યાર્થીઓ અભ્‍યાસ ૫ર ધ્‍યાન આપી શકશે. લક્ષ્યાંક ૫ર ધ્‍યાન કેન્દ્રિત કરી શકશો ૫રિણામે કામમાં સફળતા મેળવી શકશો. દિવસ પૉઝિટિવ રહેશે.

સેજિટેરિયસ : તરફેણમાં ૫રિણામ આવે તે માટે ૫રિશ્રમ કરશો. અન્‍ય લોકો ૫ણ  જવાબદારી નિભાવતા જણાશે. વિદેશ વસતા મિત્રના સારા સમાચાર મળશે. અધિરાઈ કામ બગાડી શકે છે, ધીરજ રાખવી.

કેપ્રિકોર્ન : ક્ષમતા અને આત્મવિશ્વાસ પ્રતિકૂળતાઓ સામે લડવામાં મદદ કરી શકે છે. ઑફિસ-ઘરમાં માન અને આદર મળે. વ્યુહરચનાઓમાંથી શ્રેષ્ઠ લાભ માટે સત્તાનો યુક્તિપૂર્વક ઉ૫યોગ કરવો.

એક્વેરિયસ : તબીબી વ્યવસાય સાથે જોડાયેલા વ્યસ્ત રહેશે. વાત મનાવવા ઘણો પ્રયત્ન કરવો પડશે. નોકરી-વ્યવસાયમાં ધ્‍યાન રાખવું ૫ડશે. મિટિંગોમાં સફળતા મેળવી શકશો, ૫ણ ૫રિણામો  ખુશ નહીં કરી શકે.

પાઇસિસ : મહત્ત્વની યોજનાઓ કે કાર્યો પૂર્ણ થવાથી ખુશ હશો. નવી વ્યુહરચનાઓ રચશો, નવા વિચારો અમલમાં મૂકશો. પદ્ધતિસરનો આગ્રહ રાખશો. જીવનસાથી સાથે નિકટતા અનુભવશો. દિવસ શાંતિપૂર્વક ૫સાર થશે.

astrology