10 May, 2026 07:26 AM IST | Mumbai | Aparna Bose
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
તમને જરૂરી લાગે એવા ફેરફાર કરો અને તમને ખ્યાલ આવશે કે તમે વિચારો છો એના કરતાં વધુ સક્ષમ છો. સિનિયર સિટિઝનોએ નિયમિત આરોગ્યની તપાસ કરાવવી જોઈએ, ભલે તેમને કોઈ લાંબી બીમારી ન હોય. સંબંધો પર થોડું વધારે ધ્યાન આપવાની જરૂર પડી શકે છે અને તમારે તમારા જીવનમાં મહત્ત્વપૂર્ણ લોકો માટે સભાનપણે સમય કાઢવાની જરૂર પડશે.
સ્પાઉસ તરીકે ટૉરસની શૅડો સાઇડ
ટૉરસ રાશિના લોકો પરિવર્તનનો પૂરેપૂરો વિરોધ કરી શકે છે અને નવી શક્યતાઓની કિંમતે શાંતિપૂર્ણ જીવન જીવવાનું પસંદ કરી શકે છે. તેઓ ભૌતિકવાદી અને આળસુ બન્ને હોઈ શકે છે. તેઓ કામ કર્યા વિના વૈભવી વસ્તુઓ ઇચ્છતા હોય છે. આ રાશિના લોકો રિલેશનશિપમાં પઝેસિવ હોઈ શકે છે અને વાસ્તવમાં પ્રિયજનોને તેમની વ્યક્તિગત મિલકત તરીકે લગભગ માનતા હોય છે.
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
તમારા કમ્યુનિકેશનમાં ખૂબ સ્પષ્ટ રહો અને તમને મળેલી તકનો મહત્તમ ઉપયોગ કરો. જેમનું બજેટ ઓછું હોય તેમણે બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ કરતી વખતે થોડી કાળજી રાખવાની જરૂર છે.
રિલેશનશિપ ટિપ : બોલતાં પહેલાં વિચારો અને તમને ગમે એ લાગે તો પણ ધીરજ રાખો અને નમ્ર બનો. સિંગલ્સને તેઓ શું શોધી રહ્યા છે એ વિશે ખૂબ સ્પષ્ટ રહેવાની જરૂર છે.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
કોઈ પરિસ્થિતિમાં શું શક્ય છે એના પર ધ્યાન આપો, શું શક્ય નથી એના પર નહીં. નિર્ણયો કાળજીપૂર્વક વિચારો અને લક્ષ્યોને કેન્દ્રિત રીતે સંભાળો.
રિલેશનશિપ ટિપ : તમારી નજીકના કોઈની સલાહને અનુસરતાં પહેલાં કાળજીપૂર્વક વિચારો. સિંગલ લોકો ડેટ પર જવાનું પસંદ કરી શકે છે.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
તમારા ટાઇમટેબલને શક્ય એટલી અસરકારક રીતે સંતુલિત કરો અને ખાતરી કરો કે તમે કોઈ પણ બાકી રહેલા કાર્યને પૂરું કરો છો. તમે જેને કન્ટ્રોલ કરી શકતા નથી એને છોડી દો.
રિલેશનશિપ ટિપ : પરિસ્થિતિઓને નિયંત્રિત કરવાનો અને બિનજરૂરી સમસ્યાઓ ઊભી કરવાનો પ્રયાસ કરશો નહીં. કોઈ પણ રિલેશનશિપ નિર્ણયો વિચાર કર્યા પછી જ લો.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
પડદા પાછળ તમે જોઈ શકો છો એના કરતાં વધુ કંઈ ચાલી રહ્યું હોઈ શકે છે અને કોઈ પણ યોજના અથવા વિચારોમાં સુધારો કરવાની જરૂર પડી શકે છે. સમય ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
રિલેશનશિપ ટિપ : માતા-પિતા અને વડીલો સાથે સંતુલિત રીતે વ્યવહાર કરો. જેઓ કમિટેડ રિલેશનશિપમાં છે તેઓ એને આગલા સ્તર પર લઈ જવા માગી શકે છે.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
જટિલ નાણાકીય બાબતો ધરાવનારાઓએ એને સરળ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાની જરૂર હોય ત્યારે એક પગલું પાછળ હટો અને પરિસ્થિતિનો વિચાર કરો.
રિલેશનશિપ ટિપ : મોટા હાવભાવ કરતાં તમારી કાળજી બતાવવા માટે નાનાં કાર્યો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. સિંગલ લોકો માટે આ એક સકારાત્મક સમય છે.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
સ્પર્ધાત્મક લોકો સાથે ખૂબ સ્પષ્ટ થયા વિના સમજદારીપૂર્વક વ્યવહાર કરો. નાણાકીય અને નવાં રોકાણો માટે આ એક સકારાત્મક સમય છે.
રિલેશનશિપ ટિપ : જેના પર વિશ્વાસ કરો છો તેની સલાહ યોગ્ય રીતે લાગુ કરવી જોઈએ. ઑનલાઇન જીવનસાથી શોધી રહેલા લોકોએ વ્યક્તિગત માહિતી મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
લોકોને ફકત તમારી નજરે ન જુઓ અને પડદા પાછળ શું ચાલી રહ્યું છે એ જાણો. તમારા ખર્ચાઓ પર નજર રાખો અને પૈસાનો બગાડ કરતી વસ્તુઓ પર કાપ મૂકો.
રિલેશનશિપ ટિપ : તમે શું કહો છો એ અંગે સાવચેત રહો, કારણ કે એક નાનો ખોટો શબ્દ બિનજરૂરી તનાવ પેદા કરી શકે છે. સિંગલ લોકો કમિટેડ ન રહેવાનું પસંદ કરી શકે છે.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
કામ પર કોઈ પણ ટાઇમબાઉન્ડ પ્રોજેક્ટ્સ ખૂબ જ વ્યવસ્થિત રીતે પૂરા કરો. તમારી જાતનું ધ્યાન રાખો અને શક્ય હોય ત્યાં સુધી સ્વસ્થ ઘરે બનાવેલો ખોરાક ખાઓ.
રિલેશનશિપ ટિપ : અસંસ્કારી કે કઠોર બન્યા વિના તમારે જે કહેવું હોય એ કહો. મિત્રની સલાહ સાચી હોઈ શકે છે, પરંતુ એનો અમલ કરવો ખૂબ જ પડકારજનક હોઈ શકે છે.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
એક નવા આઇડિયામાં સંભાવના છે, પરંતુ તમારે એના પર થોડું વધુ કામ કરવાની જરૂર પડી શકે છે. પડકારોનો સામનો કરવા માટે તમારા અભિગમમાં વ્યવહારુ બનો.
રિલેશનશિપ ટિપ : લોકોને જાણવાની જરૂરિયાતના આધારે માહિતી આપો અને એવા કોઈથી દૂર રહો જેના પર તમે સહજ રીતે વિશ્વાસ ન કરો. નજીકના મિત્રો માટે સમય કાઢો.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
જો તમે કોઈ વાટાઘાટો કરી રહ્યા હો તો તમે શું પ્રાપ્ત કરવા માગો છો એ અંગે સ્પષ્ટતા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તમારી પસંદગીઓ કાળજીપૂર્વક વિચારો.
રિલેશનશિપ ટિપ : લોકોની પ્રેરણાઓને ફકત નજરે જોવાને બદલે એના પર ધ્યાન આપો. લાંબા અંતરનાં લગ્ન કે રિલેશનશિપમાં રહેલા લોકો એને આગલા સ્તર પર લઈ જવા માગી શકે છે.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
જો તમને થોડી પણ સ્વાસ્થ્ય-સમસ્યા હોય તો તમારી તબિયતનું થોડું વધારે ધ્યાન રાખો. કૌટુંબિક નાણાકીય અને મિલકતની બાબતો માટે આ સારો સમય છે.
રિલેશનશિપ ટિપ : તમારા પર ધ્યાન કેન્દ્રિત કરો અને બીજાઓને તેમની જાતે જ સમસ્યાનો ઉકેલ લાવવા દો. નવા ઘરમાં રહેવા માગતા લોકો માટે આ સારો સમય છે.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
એવી પરિસ્થિતિમાંથી આગળ વધો જેનું હવે કોઈ મૂલ્ય નથી. તમારા રોકાણ પોર્ટફોલિયોને જોવા અને જરૂરી ફેરફારો કરવા માટે આ સારો સમય છે.
રિલેશનશિપ ટિપ : જેના પર વિશ્વાસ કરો છો તેનું ધ્યાન રાખો, કારણ કે તે વ્યક્તિ તમારી વિરુદ્ધ માહિતીનો ઉપયોગ કરી શકે છે. તમારા જીવનસાથી સાથે એવી રીતે વર્તો જે રીતે તમે ઇચ્છો છો કે તે તમારી સાથે વર્તે.