12 October, 2025 07:07 AM IST | Mumbai | Aparna Bose
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય તો
જો તમને લાગતું હોય કે કોઈ તમારી વિરુદ્ધ કામ કરી રહ્યું છે તો તેની વિરુદ્ધ તમારી વાત પર અડગ રહો. તમારી પ્રોફેશનલ ક્ષમતાઓ અને પ્રતિભાને વધારીને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનો આ ઉત્તમ સમય છે. તમે શું ઇચ્છો છો એ જાણો અને તમારાં સપનાંને સાકાર કરવાથી ડરશો નહીં. જો તમે તમારું સ્વાસ્થ્ય સુધારવા માગતા હો તો એ માટે મજબૂત પાયો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો.
લિબ્રા જાતકોની ડાર્ક સાઇડ
આકર્ષક અને વાક્પટુતા ધરાવતા લિબ્રા જાતકો જ્યારે કોઈ ચીજને ખરેખર પામવાની ઇચ્છા હોય છે ત્યારે બહુ ચાલાકીથી કામ લેવા માટે જાણીતા છે. કોઈ અપ્રિય ચીજ, વ્યક્તિ કે ઘટનાથી બચવા માગતા હોય ત્યારે તેઓ એ પરિસ્થિતિ વિશે બૌદ્ધિક રીતે સમજવાનું પસંદ કરે છે. સંબંધોના મામલે, ખાસ કરીને જવાબદારીઓથી બચવાની વાત આવે છે ત્યારે તેઓ આત્મમુગ્ધ થઈ જતા હોય છે.
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
જો તમારે પસંદગીઓ કરવાની હોય તો તમારું ધ્યેય શું છે એ બાબતે સૌથી પહેલાં સ્પષ્ટ થઈ જાઓ. અઘરા લોકો સાથે ગુસ્સો કરવાને બદલે નાજુકાઈ અને કરુણા સાથે પેશ આવો.
હેલ્થ-ટિપ ઃ જેમને લિવરને લગતી સ્વાસ્થ્યની સમસ્યા હોય તેમણે તેમના ખાવા-પીવાની બાબતમાં થોડીક વધુ કાળજી રાખવાની જરૂર છે. વડીલોએ તેમની ઉંમર અને સ્વાસ્થ્યની સ્થિતિ અનુસાર કસરત કરવાનું રાખવું.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
પરિવાર સાથેના સંવાદમાં ન્યાયપૂર્ણ અને પ્રામાણિક રહો, પરંતુ જો કોઈ સંવેદનશીલ મુદ્દો આવી જાય તો એને કાળજીથી હૅન્ડલ કરો. મીટિંગો દરમ્યાન કે કોઈ વાટાઘાટ અને ઇન્ટરવ્યુ દરમ્યાન કંઈ પણ બોલતાં પહેલાં પૂરતો વિચાર કરો.
હેલ્થ-ટિપ ઃ જો તમને અસ્થમા હોય તો દમની તકલીફ ટ્રિગર કરે એવી પરિસ્થિતિઓથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. જો તમે રેગ્યુલર વર્કઆઉટ કરતા હો તો એ નૉર્મલ શેડ્યુલને વળગી રહો.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
તમે જે પ્રગતિ કરી છે એના વિશે ગૌરવ અનુભવો, પરંતુ એ પછી પણ હંમેશાં શીખતા રહો. દોસ્તો કે સંબંધીઓ સાથે કોઈ મતભેદો હોય તો એને પરિપક્વતા સાથે હૅન્ડલ કરો.
હેલ્થ-ટિપ : એક નાનકડો હેલ્થને લગતો ઇશ્યુ પણ તમને બિનજરૂરી અકળામણ કરાવી શકે છે. એટલે ઝડપથી તમારી જાતની કાળજી લેતા થઈ જાઓ. જેમને હાર્ટ કે હાઈ બ્લડ-પ્રેશરની તકલીફ હોય તેમણે લાઇફસ્ટાઇલને મૅનેજ કરવામાં કાળજી રાખવી જરૂરી છે.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
પરિવર્તનનો ગ્રેસફુલી સ્વીકાર કરો. ભલે એ માટે તમારે તમારા આરામદાયક ઝોનમાંથી બહાર આવીને અનકમ્ફર્ટેબલ થવું પડે. જે લોકો કામના સ્થળે લીડરશિપની ભૂમિકામાં છે તેમના માટે પૉઝિટિવ સમય છે.
હેલ્થ-ટિપ : સ્વાસ્થ્યમાં જો રક્તભ્રમણને લગતી કોઈ સમસ્યા હોય તો એ બહુ ઝડપથી સ્પ્રેડ થઈ શકે છે એટલે પહેલેથી જ સજાગ થઈને એ માટે પગલાં લો. વર્કઆઉટ કરતા હો ત્યારે ધ્યાન રાખો કે તમારી સ્પાઇનને ઈજા ન થાય.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
કામમાં તમારાથી થાય એટલું બેસ્ટ કામ કરવાની કોશિશ કરો અને બીજા લોકો દ્વારા તમને જે કહેવામાં આવે એ સાંભળો. તમારે સંબંધોની બાબતમાં કોઈ મહત્ત્વના નિર્ણયો લેવાના હોય તો વધુ કાળજી રાખવાની જરૂર છે.
હેલ્થ-ટિપ ઃ જીવનશૈલીમાં બદલાવો લાવવાના હો તો પહેલાં એ માટે પૂરતું સંશોધન કરી લો. જેમને વારંવાર ઍલર્જી થઈ જતી હોય તેમણે ઍલર્જીનાં ટ્રિગર અવૉઇડ કરવા માટે વધુ કાળજીની જરૂર પડશે.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
જે લોકો ક્રીએટિવ ક્ષેત્રમાં કારકિર્દી ધરાવે છે તેમના માટે આ હકારાત્મક સમય છે, પરંતુ તમારે ક્લાયન્ટ્સ અને ઉપરીઓને બુદ્ધિશક્તિ વાપરીને હૅન્ડલ કરવા પડશે. મિત્રો સાથે હો ત્યારે વધુપડતો ખર્ચ ન થાય એનું ધ્યાન રાખો.
હેલ્થ-ટિપ : તમે શું ખાઓ છો એ બાબતે કૅરફુલ રહો, કેમ કે તમને પેટમાં ઇન્ફેક્શન થઈ શકે છે. નિયમિત સાઉન્ડ સ્લીપ મળે એનું ધ્યાન રાખો. એ માટે જરૂર પડે તો પ્રી-સ્લીપ રૂટીન મૉડિફાય કરવું પડી શકે છે.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
આવનારા પડકારો સામે ક્રીઅટિવ ઉકેલો લાવવાની કોશિશ કરો. જે ચીજો તમારા લાભ માટેની નથી એને જવા દો. ભલે પછી એ ચીજ કે વ્યક્તિ એવી હોય જેની સાથે તમે ખૂબ દિલથી જોડાયેલા હો.
હેલ્થ-ટિપ ઃ જો તમે રોજ આલ્કોહૉલ લેતા હો તો એમાં કાં તો ઘટાડો કરવાનું કે સાવ ન લેવાનું નક્કી કરો. તમારું લિવર અસર પામી રહ્યું છે. કોઈ પણ અંતિમોમાં પડ્યા વિના હેલ્ધી ફૂડ-હૅબિટ્સને વળગી રહો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
જે લોકો કાનૂની પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે તેમણે તેમની વ્યૂહરચનાનો રિવ્યુ કરવાની જરૂર છે. ભવિષ્યના મોટા ખર્ચ માટે બચત કરવા માગતા હો તો શૉર્પિંગ કરતી વખતે બજેટ બનાવો અને એને વળગી રહો.
હેલ્થ-ટિપ ઃ કોઈ પણ લાઇફસ્ટાઇલને લગતા પરિવર્તનને અમલમાં મૂકવા માટે કમિટમેન્ટ સાથે આગળ વધો. આળસને તમારા પર હાવી ન થવા દો. જાતે જ દવાઓ લેવાનું ટાળો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
કોઈ નવી તકનો સૌથી વધુ ફાયદો મેળવવો હોય તો તમારે એને તરત ઝડપીને એના પર કામ કરવાની જરૂર છે. જે લોકો પોતાની કરીઅરને નવા સ્તર પર લઈ જવા માગે છે તેમના માટે આ ઉત્તમ સમય છે.
હેલ્થ-ટિપ : જેમનું ગળું અને શ્વસનતંત્ર સંવેદનશીલ હોય તેમણે ઇન્ફેક્શન થાય એવી કોઈ પણ ચીજો અવૉઇડ કરવી. પૅકેજ્ડ ફૂડ અને ડ્રિન્ક્સ ન લેવાં, ભલે એ હેલ્ધી ઑપ્શન ધરાવવાનો દાવો કરતાં હોય તો પણ.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
તમારી સામે ખૂલી રહેલી તકોમાંથી ઉત્તમ ફાયદો મેળવવાની કોશિશ કરો, ભલે તમને એમાં તમારો પ્રોગ્રેસ પહેલી નજરે તમે ધારો છો એના કરતાં ધીમો જણાતો હોય. પરિવારની અંદરના રાજકારણમાં પડવાથી દૂર રહો.
હેલ્થ-ટિપ ઃ જે લોકો તનાવયુક્ત પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય તેમણે જરૂર પડે તો એની સાથે ડીલ કરવા માટે પ્રોફેશનલ હેલ્પ પણ લેવી પડી શકે છે. તમે પૂરતું પાણી પીતા હો એનું ધ્યાન રાખો.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
તમારા ધ્યેયને ફરી એક વાર ચેક કરીને રિવ્યુ કરો. જો કોઈ તમારા સુધારા માટે ટીકા કરતું હોય તો એ સાંભળીને જરૂર લાગે તો ધ્યેટ અપડેટ પણ કરી શકાય. બિનજરૂરી ચીજો પાછળ ખર્ચ કરવાનું ટાળો, ભલે તમને એ પરવડતો હોય.
હેલ્થ-ટિપ ઃ વડીલોએ હૉર્મોનલ બદલાવો સાથે ડીલ કરવી પડી શકે છે. જેમની પાચનવ્યવસ્થા સંવેદનશીલ છે તેમણે શક્ય હોય ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળવું.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
જો તમે કોઈ સંકુલ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હો તો તમારી પાસે હોય એટલા તમામ સ્રોતોને કામે લગાડી દો. ભલે તમે ગમે એટલા વ્યસ્ત હો, તમારી અંગત જિંદગીને અવગણશો નહીં.
હેલ્થ-ટિપ : જો તમે ખાવાની આદતો સુધારવા માગતા હો કે પછી બૉડી ડીટૉક્સ કરવા માગતા હો તો ઘરમાંથી તમામ પ્રકારનું જન્ક-ફૂડ ફેંકી દો. પોષણનાં સપ્લિમેન્ટ્સથી દૂર રહો, સિવાય કે તમને એ ડૉક્ટરે લેવાનું સૂચવ્યું હોય.