અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

14 September, 2025 09:27 AM IST  |  Mumbai | Aparna Bose

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
લોકોને ફેસવૅલ્યુના આધારે સમજવાથી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે, ખાસ કરીને કામના સ્થળે. ઉપર-ઉપરથી જે દેખાય છે એના કરતાં ઊંડાણમાં જઈને લોકોના ઇરાદાઓને સમજો. જે લોકોનું વજન સરળતાથી વધી જાય છે તેમણે આહારમાં નિયંત્રણ અને એક્સરસાઇઝમાં નિયમિતતા રાખવાની જરૂર છે. લગ્ન માટે કોઈ વિદેશી પાત્રની શોધ ચલાવતા હોય એવા સિંગલ્સ માટે સકારાત્મક સમય છે. 

વર્ગો જાતકોની અજાણી બાજુ
વર્ગો જાતકો ખૂબ જ પર્ફેક્શનિસ્ટ અને વધુપડતા ટીકાત્મક બની શકે છે, કેમ કે તેઓ નાની-નાની વિગતો પર ખૂબ ધ્યાન આપે છે. તેઓ પોતાના માટે અને અન્ય લોકો માટે ખૂબ જ ઉચ્ચ ધોરણો રાખી શકે છે જેને કારણે નિરાશ થઈ શકે છે. આ જ કારણોસર તેઓ ક્યારેક નિષ્ઠુર અને નિર્ણયાત્મક દેખાઈ શકે છે. તેમને ગપસપ કરવાનું ગમે છે, પણ એને કારણે તેઓ બિનજરૂરી વિવાદોમાં ફસાઈ જઈ શકે છે. 

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

જો તમને એવા પડકારોનો સામનો કરવો પડે જેમને ઉકેલવામાં સમય લાગે એમ હોય તો પ્લાન ‘બી’ પણ બનાવી રાખો. કોઈ પણ નવું રોકાણ કરતાં પહેલાં તમારી પાસેના તમામ વિકલ્પો તપાસી લેજો.
સ્વાસ્થ્ય ટિપ : સંવેદનશીલ પાચનતંત્ર ધરાવતા લોકોએ તેઓ શું ખાય છે એ અંગે સચેત રહેવાની જરૂર છે. જો તમે થોડા સમયથી કોઈ તબીબી તપાસ ન કરાવી હોય તો ફુલ બૉડીનું મેડિકલ ચેકઅપ કરાવી લો. 

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

જ્યાં સુધી તમે ઠંડું મગજ રાખો છો ત્યાં સુધી કોઈ પણ પડકારોનો સામનો કરી શકવા સક્ષમ છો. મિત્રતા અને સંબંધો માટે આ એક સકારાત્મક સમય છે.
સ્વાસ્થ્ય ટિપ : હેલ્ધી ખોરાક ખાવો, પૂરતું પાણી પીવું અને ખલેલ વિનાની ઘેરી ઊંઘ લેવી જેવી મૂળભૂત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો. હાઈ બ્લડ-પ્રેશરની સમસ્યા હોય તો ખાસ સંભાળ રાખવાની જરૂર છે.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

પડકારજનક સમસ્યાઓથી દૂર ભાગવાને બદલે એમનો સામનો કરો. સિંગલ લોકો માટે આ સકારાત્મક સમય છે. શક્ય એટલું સામાજિક બનવાનો પ્રયાસ કરશો તો વાત બનશે.
સ્વાસ્થ્ય ટિપ : શાકાહારીઓએ રોજિંદા આહારમાં પૂરતું પ્રોટીન મળે એનું ધ્યાન રાખવું. જો તમે ધૂમ્રપાન કરતા હો તો આ ટેવ છોડવાનો પ્રયાસ કરો. જોકે એને બદલે બીજી ખરાબ ટેવ શરૂ ન થઈ જાય એનું ધ્યાન રાખજો. 

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

જે પરિસ્થિતિ તમારા નિયંત્રણની બહાર હોય એની નાહક ચિંતામાં સમય ન વેડફો. તમે જે કરી શકતા હો એ પૂરી ક્ષમતાથી કરો. પ્રોફેશનલ મીટિંગ્સ માટે પહેલેથી સંપૂર્ણપણે તૈયાર રહો, ખાસ કરીને જો એ કાનૂની મુદ્દો હોય.
સ્વાસ્થ્ય ટિપ : સતત નાના ફેરફારો સમય જતાં પરિણામો આપશે. તમારા સામાજિક જીવન સાથે સંતુલિત એક સરળ અને શિસ્તબદ્ધ જીવનશૈલીનો પ્રયાસ કરો અને જાળવી રાખો.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

તમારાં લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે જે જરૂરી હોય એ કરવામાં કોઈ કચાશ ન કરો. કામ માટે બીજાની મદદ લેવાની હોય તો અચકાશો નહીં. જો તમારું બજેટ ઓછું હોય તો બિનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવાનું ટાળો.
સ્વાસ્થ્ય ટિપ : ખાતરી કરો કે તમે શરીરને પૂરતો આરામ આપી રહ્યા છો. કસરત કરતી વખતે વધુપડતું જોર ન વાપરો. પૂરતું પાણી પીઓ અને આ સીઝનમાં પૅકેજ્ડ ઠંડાં પીણાં ટાળો.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

પહેલાં જરૂરી તમામ વિગતો મેળવીને મુલવણી કરશો તો બની શકે કે તમે વિચારો છો એટલી જટિલ સમસ્યા ન હોય. જો તમારી પાસે સમજી-વિચારીને તૈયાર થયેલો ફાઇનૅન્સ પ્લાન હોય તો નાણાકીય બાબતો માટે પૉઝિટિવ સમય છે. 
સ્વાસ્થ્ય ટિપ : જેમને પગ અથવા પગ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ છે તેમણે જાતની થોડી વધારાની કાળજી લેવાની જરૂર છે. તમારો આહાર તમારી ઊર્જાના સ્તરને કેવી રીતે અસર કરે છે એના પર ધ્યાન આપો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

ભૂતકાળની કોઈ પણ સમસ્યાઓને અવગણવાને બદલે એને દૂર કરવાનો પ્રયત્ન કરો. તમારા વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનમાં સંતુલન શોધો જે તમારી ક્ષમતાઓનો મહત્તમ ઉપયોગ કરે.
સ્વાસ્થ્ય ટિપ : પૂરતો આરામ કરો. એટલા ન થાકો કે તમે સાવ થાકીને કશું જ ન કરી શકો એવા ઢીલા થઈ જાઓ. કોઈ પણ સર્જરી માટે જતા પહેલાં તમારું સંશોધન કરો. તમારા માનસિક સ્વાસ્થ્યને અવગણશો નહીં.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

તમારી પાસે જે પણ લક્ષ્યો છે એ તરફ ધીમી પ્રગતિ કરવા તૈયાર રહો. પૈસાની બાબતોમાં સચેત રહો, ખાસ કરીને જો તમારી પાસે મોટા ખર્ચાઓ હોય તો.
સ્વાસ્થ્ય ટિપ : કોઈ પણ ક્રોનિક સ્વાસ્થ્ય-સમસ્યા ધરાવતા લોકોએ તેમની જીવનશૈલી તેમના સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે એ વિશે ખૂબ જ સચેત રહેવું. ખાતરી કરો કે તમે પૂરતું પાણી પીઓ છો.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

પરિસ્થિતિઓને યોગ્ય દૃષ્ટિકોણથી જુઓ અને કાળજીપૂર્વક વિચાર કર્યા પછી જ નિર્ણયો લો. તમારે જરૂરી ફેરફારો કરવાની લવચીકતા દાખવવી જરૂરી છે.
સ્વાસ્થ્ય ટિપ : જ્યારે પણ તમે બહારનું ખાઓ ત્યારે શું ખાવું અને શું નહીં એની કાળજી રાખો. જે ખોરાક તમને અનુકૂળ નથી એ ટાળો. વડીલોએ પોતાની થોડી વધારાની કાળજી લેવાની જરૂર છે.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

તમે જેની પર વિશ્વાસ કરી શકતા નથી તેની સાથે કોઈ પણ વાતચીતમાં ખૂબ સ્પષ્ટ રહો. સંપૂર્ણ હોવાની ચિંતા કર્યા વિના તમને ગમતા સર્જનાત્મક શોખ માટે સમય કાઢો.
સ્વાસ્થ્ય ટિપ : નિયમિત દારૂ પીતા હો તો એનું પ્રમાણ ઓછું કરવાનો પ્રયાસ કરવો જોઈએ, ખાસ કરીને જો તેમને કોઈ લાંબી બીમારી હોય જે તેઓ સહન કરી રહ્યા હોય. તમારી જીવનશૈલી સુધારવા માટે પ્રતિબદ્ધ રહો.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

તમારી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમારાં લક્ષ્યોનું પુનઃ મૂલ્યાંકન કરો. કોઈ તમને બિનમહત્ત્વની બાબતોને લઈને અકળાવે એવું બની શકે છે, પણ તમારે અહંકારથી પ્રતિક્રિયા ન આપવી.
સ્વાસ્થ્ય ટિપ : વર્કઆઉટ કરતા હો તો તમારે ક્યાં ફોકસ કરવાની જરૂર છે અને એમાં સમયનો મૅક્સિમમ ઉપયોગ કઈ રીતે થાય છે એનું ધ્યાન રાખો. આધ્યાત્મિક અભ્યાસ માટે સમય કાઢો. 

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

આ સર્જનાત્મક સાહસો માટે સકારાત્મક સમય છે. જ્યાં સુધી તમે જે વિચારો છો એનાથી આગળ વધવા માટે તૈયાર છો. કાનૂની ગૂંચવણોમાં પડવાનું ટાળો.
સ્વાસ્થ્ય ટિપ : કસરત કરતી વખતે મૂળભૂત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો. સગર્ભા સ્ત્રીઓએ થોડી વધારાની કાળજી લેવાની જરૂર છે. ખાતરી કરો કે તમે આરામ કરો છો અને સ્વસ્થ ખાઓ છો.

astrology life and style horoscope columnists gujarati mid day lifestyle news