અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

15 February, 2026 06:51 AM IST  |  Mumbai | Aparna Bose

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
તમારા સોશ્યલ સર્કલ પર એક નજર નાખો અને એવા લોકોને છોડી દો જેઓ સાચા નથી અથવા હંમેશાં તમારી પાસેથી કંઈક ઇચ્છે છે. કોઈ પણ ઑથોરેટિવ લોકો અને કાનૂની પરિસ્થિતિઓ સાથેના કોઈ પણ વ્યવહારને કાળજીપૂર્વક સંભાળવો જોઈએ. એ ધ્યાન રાખવું જોઈએ કે નિર્ણય લેવા માટે એ પરિસ્થિતિ વિશે તમારી પાસે યોગ્ય જરૂરી બધી માહિતી ઉપલબ્ધ છે. જો તમને કોઈ જૂની બીમારી હોય તો તમારા સ્વાસ્થ્યનું થોડું વધારે ધ્યાન રાખો. 

પાઇસિસ વિશે બધું જ
પાઇસિસ રાશિના જાતકો તેમના સ્વપ્નશીલ સ્વભાવ અને કલાત્મક પ્રતિભા માટે જાણીતા છે, જેનો ઉપયોગ જો તેઓ તેમના વ્યવસાયમાં ન કરે તો એને પોતાની એક હૉબીમાં ફેરવે છે. તેઓ સહાનુભૂતિશીલ અને સંવેદનશીલ હોય છે. તેમની અંતઃ પ્રેરણા તેમને અન્ય લોકોને ઊંડાણપૂર્વક સમજવામાં મદદ કરે છે. જોકે તેઓ સરળતાથી અભિભૂત થઈ શકે છે અને અત્યંત અનિર્ણાયક બની શકે છે.

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

જો તમે કોઈ મહત્ત્વપૂર્ણ ધ્યેય કે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો એના માટે જરૂરી પગલાં લો. કોઈ પણ પડકારનો શાંતિથી અને સ્પષ્ટ રીતે સામનો કરો.
રિલેશનશિપ ટિપ : જો તમે કોઈ મિત્ર કે સંબંધી સાથે અસંમત છો તો અન્ય લોકોના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરો. પરિવારમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ માટે ધ્યાન આપવાની જરૂર પડી શકે છે.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

જો તમે જીવનશૈલીમાં કોઈ ફેરફાર કરવા માગતા હો તો મૂળભૂત બાબતોને વળગી રહો. જે તમારા નિયંત્રણમાં નથી એવી કોઈ પણ ધીમી અથવા અટવાયેલી પરિસ્થિતિમાં ધીરજ રાખો. 
રિલેશનશિપ ટિપ : કોઈ એવી બાબત પર મિત્ર સાથે દલીલ કરવાનું ટાળો જેનો ખરેખર તમને કોઈ ફરક પડતો નથી. સિંગલ લોકો કૅઝ્યુઅલી ડેટ કરવાનું પસંદ કરી શકે છે,

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

કોઈ પણ પ્રકારની કાનૂની પરિસ્થિતિનો સામનો કરી રહેલા લોકોએ ખાતરી કરવી જોઈએ કે તેમની પાસે એક વ્યવહારુ યોજના છે. ક્રીએટિવ પ્રોફેશનલો માટે આ એક સકારાત્મક સમય છે.
રિલેશનશિપ ટિપ : મહત્ત્વપૂર્ણ વાતચીતથી ફક્ત એટલા માટે ભાગશો નહીં કારણ કે તમે એને ટાળવા માગો છો. બાહ્ય બાબતો કરતાં મહત્ત્વપૂર્ણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

કરીઅર કે બિઝનેસનો નિર્ણય લેતાં પહેલાં તમે જરૂરી બધી માહિતી મેળવી લો. સોશ્યલાઇઝિંગ કરતી વખતે વધારે પડતો ખર્ચ કરવાનું ટાળો. તમે એના પર ધ્યાન આપો.
રિલેશનશિપ ટિપ : અન્ય લોકો પાસેથી તમારી અપેક્ષાઓ સંબંધે ખૂબ જ સ્પષ્ટ અને વાસ્તવિક બનો. જેઓ કમિટેડ રિલેશનશિપમાં છે તેઓ એને આગલના સ્તર પર લઈ જવા માગી શકે છે. 

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

વર્કપ્લેસમાં મહત્ત્વની પોઝિશનમાં રહેલા લોકોએ ખાતરી કરવી જોઈએ કે તેઓ ન્યાયી અને સાચા નિર્ણયો લઈ રહ્યા છે. પૈસાની બાબતોમાં લોભી બનશો નહીં.
રિલેશનશિપ ટિપ : ભલે તમે સામાન્ય રીતે તેમને મહત્ત્વ આપતા હો, એમ છતાં અન્ય લોકોનાં મંતવ્યોથી પ્રભાવિત થશો નહીં. ઘરના લોકો માટે સમય કાઢો.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

કોઈ પણ પડકારો એટલા ખરાબ નહીં હોય જેટલા દેખાય છે અને જો તમને જરૂર હોય તો તમને મદદ મળશે. રોકાણ અને સામાન્ય રીતે પૈસાની બાબતોમાં ખૂબ કાળજી રાખો.
રિલેશનશિપ ટિપ : વ્યક્તિગત બાબતો વિશે બિનજરૂરી રીતે વાત કરવાનું ટાળો, કારણ કે લોકો તમારા વિશે ગૉસિપ કરી શકે છે. જવાબ આપતાં પહેલાં ટેક્સ્ટ અને મેસેજ ખૂબ કાળજીપૂર્વક વાંચો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

કોઈ પણ અંત ફક્ત નવી શરૂઆત લાવશે અને જો તમે એને શોધશો તો તમને નવી તકો મળી આવશે. તમારા વ્યાવસાયિક નેટવર્કનો વ્યૂહાત્મક રીતે ઉપયોગ કરો.
રિલેશનશિપ ટિપ : રિલેશનશિપમાં તમને શું મળે છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમે શું આપી શકો છો એના પર ફોકસ કરો. જે સિંગલ્સ પાસે બહુવિધ વિકલ્પો હોય તેમણે પસંદગી કરી લેવી જોઈએ.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

જો તમારી પાસે એવાં ધ્યેયો હોય જે તમે પ્રાપ્ત કરવા માગતા હો તો જરૂરી મહેનત કરો. સ્વ-રોજગાર ધરાવતા બિઝનેસમેનોએ નાની તકોનો પણ શ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ.
રિલેશનશિપ ટિપ : જેઓ સેપરેશન અથવા છૂટાછેડામાંથી પસાર થઈ રહ્યા છે તેમણે ફક્ત સારી રીતે વિચારીને નિર્ણયો લેવા જોઈએ. તમારાથી નાની ઉંમરની વ્યક્તિને મદદ અને સલાહની જરૂર પડી શકે છે.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

કોઈ પણ ધીમા ચાલતા પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું ચાલુ રાખો અને અકાળે હાર માનશો નહીં. તમારા આહાર અને કસરતની દિનચર્યામાં કોઈ પણ પ્રકારની અતિશયોક્તિને ટાળવી જોઈએ.
રિલેશનશિપ ટિપ : તમે શું કહો છો અને મેસેજ મોકલો છો એ અંગે સાવચેત રહો. જો તમે ખૂબ વ્યસ્ત હો તો પણ તમારા માટે મહત્ત્વપૂર્ણ લોકો માટે સમય કાઢવો જોઈએ.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

પરંપરાગત પદ્ધતિઓ થોડી જૂની અને કંટાળાજનક લાગી શકે છે અને તમે પરિસ્થિતિઓને અલગ દૃષ્ટિકોણથી જોવા માગી શકો છો. તમારા સંદેશવ્યવહારમાં ખૂબ સ્પષ્ટ રહો.
રિલેશનશિપ ટિપ : પ્રોટેક્ટિવ બનવાનો અર્થ એ નથી કે તમારે અન્ય લોકોને નિયંત્રિત કરવા જોઈએ, જેમને તેમની પસંદગીનો અધિકાર છે. સિંગલ લોકો માટે આ એક સકારાત્મક સમય છે.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

પોતાના પર જાતે લગાવેલા કોઈ પણ પ્રતિબંધોને છોડી દો અને તમને ખબર હોય એ મુજબ તકો લેવા તૈયાર રહો. તમારી સ્કિલને વધુ સારી બનાવવા માટે આ સારો સમય છે.
રિલેશનશિપ ટિપ : જે લોકો તમને ચીડવે છે તેમની સાથે કઠોર બનવાનું ટાળો. નવા લોકોને મળતી વખતે સિંગલ લોકોએ ખુલ્લું મન રાખવું જોઈએ.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

બોલતાં પહેલાં વિચારો અને જે લોકો ઓપનમાઇન્ડેડ નથી તેમની સાથે બિનજરૂરી ચર્ચાઓમાં પડવાનું ટાળો. બિનજરૂરી ખર્ચ કરવાને બદલે રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરો.
રિલેશનશિપ ટિપ : રિલેશનશિપની વાત આવે ત્યારે બીજા લોકોનાં મંતવ્યોનું આંધળું પાલન ન કરો. તમારા પાર્ટનર અથવા જીવનસાથી સાથે ક્વૉલિટી ટાઇમ વિતાવો.

astrology horoscope lifestyle news life and style columnists gujarati mid day exclusive aries taurus gemini cancer leo virgo scorpio libra sagittarius capricorn aquarius pisces