17 March, 2025 06:53 AM IST | Mumbai | Aparna Bose
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય
તમે નવા શહેરમાં સ્થળાંતર કરી રહ્યા હો, નોકરી બદલી રહ્યા હો કે નિવૃત્ત થઈ રહ્યા હો એવી કોઈ પણ મહત્ત્વપૂર્ણ પરિસ્થિતિમાં તમારે એકાગ્રતા રાખવી જરૂરી બની રહેશે. આરોગ્ય સાચવવાને પ્રાથમિકતા આપજો અને શારીરિક ચુસ્તી-સ્ફૂર્તિ જાળવવા માટે શિસ્તબદ્ધ રીતે કામ કરજો. સંબંધની બાબતે કોઈ નિર્ણય લેવાનો હોય તો તમારે પોતાની ઇચ્છા વિરુદ્ધ કંઈ થાય નહીં એની તકેદારી લેવી જરૂરી છે.
પાઇસિસ જાતકો માતાપિતા તરીકે કેવાં હોય છે?
પાઇસિસ જાતકોની નિર્ણયશક્તિ નબળી હોય છે. આજે શું ખાવું છે એનો નિર્ણય લેવામાં પણ તેઓ મૂંઝાઈ જનારા હોય છે. તેઓ પોતાની જાતને પર્ફેક્ટ માને છે અને બીજા લોકો તેમની નજરે પર્ફેક્ટ ન હોય તો તેમને ઉતારી પાડે છે. આ જાતકો કરકસર કરનારા હોય છે. તેઓ પોતાની અવધારણાઓને વળગી રહે છે અને જો તેઓ ખોટી આદતોનો શિકાર થઈ જાય તો જીવનમાં કશું કરી શકતા નથી.
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
તમારી સામે આવનારી તકો નાની હોય કે મોટી, તમારે એમાંથી દરેકનો લાભ લેવાનો છે. કાનૂની બાબતોમાં સાવચેતી રાખજો.
સંબંધો સાચવવા માટે સલાહઃ તમે ગુસ્સામાં હો કે પછી મિજાજ ખરાબ હોય, બોલવામાં સાચવજો. કુંવારાઓએ નવી વ્યક્તિ સાથેના સંબંધને ગાઢ બનાવવા માટે ઉતાવળ કરવી નહીં. સામેવાળી વ્યક્તિને પહેલાં બરાબર સમજી લેવી.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
તમારા જીવનમાં આમૂલાગ્ર પરિવર્તન આવી રહ્યું હોય એવું લાગે તો જરાપણ ચિંતા કર્યા વગર આત્મવિશ્વાસ સાથે કૂદી પડજો, આખરે જીત તમારી જ થશે. રોકાણો સહિતની પારિવારિક નાણાકીય બાબતો માટે સમય સાનુકૂળ છે.
સંબંધો સાચવવા માટે સલાહઃ જો કોઈ મિત્ર સહયોગ આપતો ન હોય તો ખુશી-ખુશી એનાથી દૂર થઈ જવું. જેમની સગાઈ થઈ ગઈ હોય તેઓ પરિણયગ્રંથિથી બંધાવાનો નિર્ણય લઈ શકે છે.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
સંવાદમાં સ્પષ્ટતા રાખવાનું તમારા માટે અગત્યનું બની રહેશે. તમારે પરિસ્થિતિ જોઈને ઉદ્ગાર કાઢવા. કારકિર્દીને લગતો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનો આવે તો સમજી-વિચારીને આગળ વધજો.
સંબંધો સાચવવા માટે સલાહઃ જો તમારા જીવનસાથી જોડે મતમતાંતર થઈ ગયા હોય તો તમારા વર્તનની નાની-નાની સકારાત્મક બાબતો અને નમ્રતા ઉપયોગી સાબિત થશે. જો તમે પાળવા માગતા ન હો તો કોઈ વચન આપતા નહીં.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
દરેક પરિસ્થિતિને નવી નજરે જોવાની તૈયારી રાખજો અને કોઈ બાબતે હઠાગ્રહ રાખતા નહીં. અંગત અને વ્યવસાયી જીવન વચ્ચે શક્ય એટલું વધારે સંતુલન જાળવવાનો પ્રયાસ કરજો.
સંબંધો સાચવવા માટે સલાહઃ આ સપ્તાહે તમારે પારિવારિક બાબતો પર ખાસ ધ્યાન આપવું પડશે. કોઈ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થાય તો વ્યવહારુ માર્ગ કાઢજો. અંગત જીવન વિશે મિત્રો સાથે પણ વાત કરતા નહીં.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
કોઈ ઉપરી કે માર્ગદર્શક પાસેથી મળનારી સલાહનું અનુસરણ કરજો, પછી ભલે તમને પ્રથમ દૃષ્ટિએ એ ગમતી ન હોય. પારિવારિક નાણાકીય બાબતો કાળજીપૂર્વક સંભાળજો. વધુપડતો ખર્ચ ન થઈ જાય એની તકેદારી લેજો.
સંબંધો સાચવવા માટે સલાહઃ તમે પોતે ખરેખર શું ઇચ્છો છો એના વિશે તમારા વિચારો સ્પષ્ટ હશે તો તમે ગમે એવા પડકારને પહોંચી વળી શકશો. કોઈ પણ બાબતે રજનું ગજ થઈ જાય નહીં એની તકેદારી લેજો.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
જેઓ સામાજિક સ્તરે ઘણા વ્યસ્ત રહેતા હોય તેમણે યોગ્ય વ્યક્તિઓ સાથે રહેવાની તકેદારી લેવી. પ્રૉપર્ટીની ખરીદી હોય કે વેચાણ, બધા જ સોદાઓ માટે સાનુકૂળ સમય છે.
સંબંધો સાચવવા માટે સલાહઃ તમને સતત ઉતારી પાડતા હોય અથવા તો તમારો ઉપયોગ કરી લેવા માગતા હોય એવા લોકોથી દૂર જ રહેવું સારું. કુંવારાઓએ હજી સંબંધ પાકો કરવાનો સમય આવ્યો નથી. હજી પસંદગી કરવાને અવકાશ છે.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
બદલાઈ રહેલા સંજોગોમાં શક્ય એટલી સારી રીતે સાચવી લેવું અને જરૂરત કરતાં વધારે જવાબદારીઓ માથે લેવી નહીં. આર્થિક બાબતોમાં સાવધાની રાખજો.
સંબંધો સાચવવા માટે સલાહઃ કોઈ મહત્ત્વપૂર્ણ પસંદગી કરવાની હોય તો સમજી-વિચારીને નિર્ણય લેજો. જેમના જીવનસાથી કે પ્રિયકર તેમનાથી દૂર રહેતા હોય તેમણે સંવાદ ટકાવી રાખવો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
કોઈ પરિસ્થિતિ પ્રથમ નજરે દેખાય એવી કદાચ ન પણ હોય. આથી તમારે નિર્ણય લેતાં પહેલાં જાતતપાસ કરી લેવી. પોતાની ઇચ્છાઓ બાબતે સ્પષ્ટતા રાખવી.
સંબંધો સાચવવા માટે સલાહઃ તમે પૂરતું લક્ષ નહીં આપો તો નાનો મુદ્દો પણ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. ક્યાં અને કેવી રીતે લડવું એનો નિર્ણય સંભાળીને લેવો. આકરાં વેણ કાઢવાં નહીં.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
તમે કોઈ લક્ષ્ય હાંસલ કરવા માગતા હો તો આવશ્યક મહેનત કરવી જરૂરી બની રહેશે. આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ પર અને ક્લાયન્ટ્સ સાથે કામ કરનારા જાતકોએ સમયપાલનનું ધ્યાન રાખવું.
સંબંધો સાચવવા માટે સલાહઃ કોઈ પણ કારણ વગર તમારા જીવનસાથી કે પ્રિયકર માટે કંઈક કરશો તો તેમને ઘણું સારું લાગશે. મતભેદની સ્થિતિમાં મન મોકળું રાખજો.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
યોગ્ય જીવનશૈલી અપનાવજો. દારૂ અને સિગારેટથી દૂર રહેજો. કારકિર્દીનાં લક્ષ્યો બાબતે પૂર્ણ સ્પષ્ટતા રાખજો અને યોગ્ય દિશામાં મહેનત કરજો.
સંબંધો સાચવવા માટે સલાહઃ દૂર રહેનારી કોઈ વ્યક્તિ સાથે મૈત્રી વિકસાવવા માગતા કુંવારાઓએ એમાં રહેલાં જોખમોને પણ સમજી લેવાં. પરિવાર પ્રત્યેનું કર્તવ્ય બોજારૂપ લાગતું હોય તોપણ એ બજાવ્યે જ છૂટકો છે.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
નવા પ્રોજેક્ટ્સ હાથ ધરતાં પહેલાં હાલના પ્રોજેક્ટ્સ પૂરા કરી લેજો. ઘરના બિઝનેસમાં કામ કરનારાઓ માટે સમય સારો છે.
સંબંધો સાચવવા માટે સલાહઃ વચન પાળવાનું મન ન હોય તો કોઈ વચન આપતા નહીં. પરિવારની મોટી ઉંમરની વ્યક્તિની તબિયત પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. તેમની સાથે અનુકંપાભર્યો વ્યવહાર કરજો.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
તબિયત સાચવજો. તમે ગમે તેટલા વ્યસ્ત હો, વ્યાયામ કરવાનું ચૂકતા નહીં. મીટિંગો, ઇન્ટરવ્યુ અને વાટાઘાટો માટે સાનુકૂળ સમય છે.
સંબંધો સાચવવા માટે સલાહઃ કોઈની સાથેના સંબંધમાં વાંકું પડ્યું હોય તો ઉતાવળે કોઈ મોટો નિર્ણય લેતા નહીં. દરેક પરિસ્થિતિનો પૂરતો વિચાર કરી લેજો. કુંવારાઓએ હાલ બીજાઓ નહીં, પણ પોતાના પર ધ્યાન આપવાની જરૂર છે.