17 February, 2025 06:56 AM IST | Mumbai | Aparna Bose
પ્રતીકાત્મક તસવીર
જો આ સપ્તાહે તમારો જન્મદિવસ હોય....
કોઈ પડકારભરી પરિસ્થિતિમાં સપડાઈ ગયા હો તો પોતાના સ્થાને જ મક્કમપણે ટકી રહેજો અને સહેલો રસ્તો પસંદ કરતા નહીં. મોટી ઉંમરનાં જાતકોએ પોતાનું થોડું વધુ ધ્યાન રાખવું અને પડી-આખડી જવાય નહીં એ માટે સંતુલન જાળવી રાખવું. પરિણામ મળે ત્યાં સુધી નાના ફેરફારો સતત કરતાં જવું.
પાઇસિસ જાતકો કેવાં હોય છે?
પાઇસિસ જાતકો કળાત્મક પ્રકૃતિનાં અને અનુકંપા ધરાવતાં હોય છે. તેઓ લાગણીસભર હોય છે અને એમની સ્વયં સ્ફુરણા ઘણી સતેજ હોય છે. એનો અર્થ એ નથી કે તેઓ તર્કબદ્ધ નથી હોતાં. ઘણી વાર એમની છઠ્ઠી ઇન્દ્રીય જ એમને તાર્કિત નિર્ણયો તરફ દોરી જતી હોય છે. તેઓ પોતાની જરૂરિયાતો કરતાં બીજાની જરૂરિયાતોને મહત્ત્વ આપવાની વાત આવે ત્યારે જોખમી બની જતાં હોય છે. એને લીધે એમના માટે વિકટ પરિસ્થિતિ ઊભી થતી હોય છે.
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
નવા આઇડિયામાં ભરપૂર સામર્થ્ય હોય છે, પરંતુ એનો અમલ કરવા માટે તમારી સાથે એવા માણસો જોઈશે જેઓ પોતાનાથી બનતું સારામાં સારું કામ કરી શકે. જો તમે સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં હો તો એનો સારામાં સારો ઉપયોગ કરી લેજો.
સંબંધો સાચવવા માટે સલાહઃ કોઈની સાથે સંઘર્ષમાં ઊતરવાની જરૂર જણાય તો એ વખતે તમારી પાસે સાચી માહિતી હોવી જરૂરી છે. સંતાનપ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા સારો સમય છે.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
કોઈ તંગદિલીભરી પરિસ્થિતિ તમે ધારો છો એટલી ખરાબ નહીં હોય. આથી તમારે એને સંભાળી લેવા માટે વૈકલ્પિક રીત અપનાવવાની તૈયારી રાખવી. નકારાત્મક લોકોને ગંભીરતાથી લેતા નહીં.
સંબંધો સાચવવા માટે સલાહઃ સારો આશય ધરાવતા લોકોની પણ સલાહ માનતા નહીં. ફક્ત પોતાના અંતરાત્માના અવાજને અનુસરજો. પરિવારની નાની ઉંમરની કોઈ વ્યક્તિને તમારા ટેકા અને સલાહની જરૂર પડી શકે છે.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
કોઈ પણ દસ્તાવેજો બનાવવાની પ્રક્રિયામાં અને/અથવા કાનૂની બાબતોમાં ઝડપ રાખજો. સ્વયં રોજગાર કરનારાઓએ કારકિર્દીનાં પોતાનાં લક્ષ્યો વિશે સ્પષ્ટતા રાખવી જરૂરી છે.
સંબંધો સાચવવા માટે સલાહઃ બોલતાં પહેલાં સાચવજો અને તમને પોતાની વાત ભલે સાચી લાગતી હોય, કોઈની લાગણી દુભાય નહીં એનું ધ્યાન રાખજો. કુંવારાઓએ પોતાની પસંદગીના માપદંડ વિશે સ્પષ્ટતા રાખવી.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
ભૂતકાળની કોઈ પરિસ્થિતિને યોગ્ય અને પરંપરાગત રીતે સંભાળી લેજો. જો તમે કોઈ પરિસ્થિતિમાં અટવાઈ ગયા હો તો વિશ્વાસુ વ્યક્તિ પાસે સલાહ માગી લેજો.
સંબંધો સાચવવા માટે સલાહઃ ઘરમાં શાંતિ જાળવવા માટે સભાનપણે પ્રયત્ન કરજો અને ઝઘડામાં કોઈનો પણ પક્ષ લેતા નહીં. ઘરની મોટી ઉંમરની વ્યક્તિની વધુ કાળજી લેવાની જરૂર પડી શકે છે.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
કામ ઉત્તમ રીતે પાર પાડજો અને રાબેતા મુજબનાં કાર્યો પણ ઝડપથી કરી શકાય એ માટેના નવા રસ્તા શોધવાની તૈયારી રાખજો. પ્રૉપર્ટીની બાબતે ખાસ કરીને વારસામાં મળેલી કે પૈતૃક સંપત્તિ માટે સાનુકૂળ સમય છે.
સંબંધો સાચવવા માટે સલાહઃ સાવ સાદી વાતને ગૂંચવી નાખો નહીં એની તકેદારી લેજો. બ્રેકઅપ થયું હોય એવી પરિસ્થિતિમાં કોઈ પણ મનદુઃખ વગર છૂટા થઈ જવું.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
કોઈ પણ પરિસ્થિતિને સંભાળી લેવા માટે પરંપરાગત અભિગમ યોગ્ય રહેશે, પછી ભલે કોઈ નવો રસ્તો તમને સલામત લાગતો હોય. ખાણીપીણીમાં સાવચેતી રાખજો. સદતો ન હોય એવો ખોરાક લેવાનું ટાળજો.
સંબંધો સાચવવા માટે સલાહઃ ગૂંચવણભરેલી પરિસ્થિતિમાં પોતાની સાથે અને બીજાઓ સાથે પ્રામાણિક વ્યવહાર કરજો. ઑનલાઇન વાદવિવાદમાં પડતા નહીં અને વધુપડતા ટેક્સ્ટ મેસેજિસ કરવાનું ટાળજો.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
પોતાની પાસે જે છે એને સાચવીને રાખજો અને એની મદદથી જ સફળતા પ્રાપ્ત કરવા માટે આગળ વધજો. જે હાથમાંથી ગયું હોય અને જેના પર તમારો કાબૂ ન હોય એવી કોઈ બાબતે અફસોસ કરતા નહીં.
સંબંધો સાચવવા માટે સલાહઃ તમને જે પરિવર્તન લાવવાની જરૂર જણાય એ લાવવાની તૈયારી રાખજો પછી ભલે તમારે એનો હાલતરત ઉપયોગ કરવાનો ન હોય. સ્થિરતા અને સહનશક્તિ કેળવવા પર લક્ષ આપજો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
જેના પર વિશ્વાસ હોય તેની સલાહ માનજો પછી ભલે તમને પ્રથમ નજરે એ સલાહ ગમતી ન હોય. ખાસ કરીને જ્યારે તમારું બજેટ મર્યાદિત હોય ત્યારે નાણાકીય બાબતોમાં વ્યવહારુ અભિગમ અપનાવજો.
સંબંધો સાચવવા માટે સલાહઃ વિદેશમાં વસતા મિત્રો અને સંબંધીઓ સાથેનો સંપર્ક ટકાવી રાખજો. મનની વાત મોઢા પર કહી દેતાં પહેલાં બે વાર વિચાર કરી લેજો પછી ભલે તમે એમાં સાચા હો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
સારી આદતો પણ આસક્તિ લાવનારી હોય છે. તમારે રાબેતા મુજબનાં કાર્યોમાં મોટું પરિવર્તન લાવવાને બદલે એ કામ કરવાની રીતમાં થોડો ફેરફાર કરવો. જરૂર ન હોય તો કોઈ મોટો ખર્ચ કરી દેતા નહીં.
સંબંધો સાચવવા માટે સલાહઃ કુંવારાઓએ પસંદગીની બાબતે નિર્ણય લઈ લેવાને બદલે વિકલ્પોનો વિચાર કરી જોવો. પરિવારની નાની ઉંમરની કોઈ વ્યક્તિને તમારા સહયોગ અને માર્ગદર્શનની જરૂર પડી શકે છે.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
જ્યાં તમારે નિર્ણય લેવાની જરૂર હોય એ પરિસ્થિતિને વાસ્તવવાદી દૃષ્ટિકોણ રાખીને સંભાળી લેજો. નિર્ણયો બીજા પર ટાળવાને બદલે જાતે જ વિવેકભાન પૂર્વક નિર્ણય લેવો આવશ્યક છે. બિનજરૂરી ખર્ચ કરવાને બદલે રોકાણ કરવા પર લક્ષ આપજો.
સંબંધો સાચવવા માટે સલાહઃ કોઈ સંબંધમાં કે દોસ્તીમાં ફેરફાર થયો હોય તો જાત સાથે પ્રામાણિક રહેજો. મિત્રો સાથેના સંવાદમાં સ્પષ્ટતા રાખવી અત્યંત જરૂરી છે.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
કોઈ પરિસ્થિતિમાં વગર વિચાર્યે આગળ વધવું હોય અથવા તો એને બદલી નાખવી હોય તો પહેલાં એ જોઈ લેવું કે તમે શું કરવા જઈ રહ્યા છો. કેટલાક જાતકોને ખર્ચની આદતોમાં ધરમૂળથી ફેરફાર લાવવાની જરૂર પડી શકે છે.
સંબંધો સાચવવા માટે સલાહઃ કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય ત્યારે એનાં પરિણામો વિશે પહેલેથી પૂરતો વિચાર કરી લેજો. જેઓ સતત નકારાત્મક વાતો કરતા હોય અને તમને ઉતારી પાડતા હોય એવા લોકોથી દૂર જ રહેજો.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
જો જીવનશૈલીમાં ફેરફાર લાવી રહ્યા હો તો એ આદત છોડીને બીજી પકડી લેતા નહીં. જો કોઈ બાબતે મનના વિચારો વ્યક્ત કરવાની જરૂર લાગતી હોય તો યોગ્ય સમયની રાહ જોજો.
સંબંધો સાચવવા માટે સલાહઃ કોઈ પણ ટેક્સ્ટનો જવાબ આપતાં પહેલાં તમારી પાસે તમામ દૃષ્ટિકોણથી માહિતી હોવી જોઈએ. કુંવારાઓએ જેમના બીજા ઘણા પ્રશંસકો હોય એવી વ્યક્તિથી દૂર જ રહેવું સારું.