18 January, 2026 06:54 AM IST | Mumbai | Aparna Bose
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
તમારું ઘર ફોકસમાં રહી શકે છે અને તમારે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો અને ચોક્કસ પસંદગીઓ કરવી પડી શકે છે. ભલે તમારા માટે મહત્ત્વપૂર્ણ વ્યક્તિ કેમ ન હોય, તમે કોઈને અન્ડરએસ્ટિમેટ થવા દેશો નહીં. નાણાકીય બાબતો પણ મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે અને જેમને ખરીદી કરવાનું પસંદ છે તેઓ બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરવા માગી શકે છે. ખર્ચ કરવાને બદલે સંસાધનોનો બચાવ કરો.
ઍક્વેરિયન્સ વિશે બધું જ
બળવાખોર અને પ્રગતિશીલ એવા ઍક્વેરિયન રાશિના જાતકો અનન્ય અને ક્યારેક વિચિત્ર હોય છે. તેઓ ઘણી વાર પોતાની જ દુનિયામાં રહે છે અને એનો અર્થ એ થઈ શકે છે કે તેઓ અલગ વિચારે છે અને આઉટ ઑફ બૉક્સ વિચારો ધરાવે છે. એમ છતાં ઍક્વેરિયન્સ સામાન્ય રીતે ખૂબ જ માનવતાવાદી હોય છે, પૃથ્વી અને લોકોની કાળજી રાખે છે તથા તેઓ જે વિચારે છે એ કહેવામાં ડરતા નથી.
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
જો તમે કોઈ ધ્યેય પર કામ કરી રહ્યા છો તો એ બાબત પર સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરો. નાણાકીય અને મિલકતની બાબતો માટે આ સકારાત્મક સમય છે.
રિલેશનશિપ ટિપ : જૂના મિત્ર માટે થોડું વધારે ધ્યાન અને સમય આપવાની જરૂર પડી શકે છે. લૉન્ગ ડિસ્ટન્સ મૅરેજ અથવા રિલેશનશિપમાં રહેલા લોકોએ કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનો સમય આવી શકે છે.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
યોજનાઓમાં કોઈ પણ વિલંબ અથવા ફેરફારોને ગુસ્સે થયા વિના શ્રેષ્ઠ રીતે સંભાળો. કોઈ પણ પડકારજનક પરિસ્થિતિમાં તમારા અભિગમને બદલવા માટે તૈયાર રહો.
રિલેશનશિપ ટિપ : સિંગલ લોકો તેમના કામ દ્વારા કોઈ રસપ્રદ વ્યક્તિને મળી શકે છે. લૉન્ગ ડિસ્ટન્સ મૅરેજ અથવા રિલેશનશિપમાં રહેલા લોકોએ કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનો સમય આવી શકે છે.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
બીજા લોકોથી વિચલિત થવાને બદલે તમારે શું કરવાની જરૂર છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. જેમનું બજેટ ઓછું હોય તેમણે ખર્ચ કરવામાં વધુ કાળજી રાખવાની જરૂર છે.
રિલેશનશિપ ટિપ : તમારી એક્સ્ટેન્ડેડ ફૅમિલી સાથે કોઈ પણ પરિસ્થિતિને ખૂબ કાળજીપૂર્વક હૅન્ડલ કરો. મહત્ત્વપૂર્ણ સંબંધો જાળવવા માટે પ્રયત્નો કરવા તૈયાર રહો.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
જો તમારા હાથમાં પડકારજનક પ્રોજેક્ટ હોય તો એને પૂરો કરવા માટે જરૂરી વધારાના પ્રયત્નો કરો. આદતોમાં ફસાયેલા રહેવાને બદલે પરિસ્થિતિઓને અલગ દૃષ્ટિકોણથી જોવાનું રાખો.
રિલેશનશિપ ટિપ : જે લોકો તેમના સંબંધ અથવા લગ્નમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે તેમણે કેટલાક મોટા ફેરફારો કરવાની જરૂર પડી શકે છે. થર્ડ પાર્ટીને તમારા માટે સમસ્યા ઊભી કરવાની મંજૂરી આપશો નહીં.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
ન્યાયી નિર્ણયો લો, પરંતુ વાસ્તવિકતા અને વ્યાવહારિકતાને પણ ધ્યાનમાં રાખો. જે લોકો લાંબા સમયથી સ્વાસ્થ્યની સમસ્યાથી પીડાય છે તેમણે પોતાની થોડી વધુ કાળજી લેવાની જરૂર છે.
રિલેશનશિપ ટિપ : જો તમે છૂટાછેડા અથવા કાનૂની રીતે અલગ થવાનો સામનો કરી રહ્યા છો તો બિનજરૂરી ચિંતાને છોડી દો. સિંગલ લોકોએ અકાળે સંબંધમાં જોડાવાનું ટાળવું જોઈએ.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
કોઈ પણ પડકારજનક પરિસ્થિતિ જાતે જ ઉકેલાઈ જશે. ધીરજ રાખો અને તમારી અંતઃ પ્રેરણાને સાંભળો. બોલતાં પહેલાં કાળજીપૂર્વક વિચાર કરો. બિનજરૂરી રીતે પૈસા ખર્ચવાનું ટાળો.
રિલેશનશિપ ટિપ : તમારું ઘર તમારી પ્રાથમિકતા છે અને શક્ય હોય ત્યાં સુધી શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવાનો પ્રયાસ કરવો જોઈએ. ગપસપ કરવાનું પસંદ કરતા લોકો સામે તમે શું કહો છો એ વિશે સાવચેત રહો.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
કોઈ પણ નાણાકીય નિર્ણય લેતાં પહેલાં તમારી પાસે રહેલા બધા વિકલ્પોને સમજી લેવા જોઈએ. ખાતરી કરો કે તમને પૂરતી શાંત ઊંઘ મળે છે.
રિલેશનશિપ ટિપ : જે વિશ્વસનીય નથી એવી કોઈ પણ વ્યક્તિ સાથે સભાનપણે જટિલ પરિસ્થિતિઓમાં પડવાનું ટાળો. સિંગલ લોકો હાલપૂરતું એકલા સમય વિતાવવાનું પસંદ કરી શકે છે.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
કામ પર સ્પષ્ટ અને ઉદ્દેશપૂર્ણ નિર્ણયો લો અને તમારાં લક્ષ્યો વિશે ખૂબ જ સ્પષ્ટ રહો. દિવસભર સભાનપણે પૂરતું પાણી પીઓ.
રિલેશનશિપ ટિપ : જો તમે સાવચેત નહીં રહો તો કોઈ પણ દલીલ ઝડપથી ખૂબ જ અપ્રિય બની શકે છે. પરિપક્વ બનો અને ઉકેલો શોધો, ભલે ઉકેલ અસ્વસ્થતાપૂર્ણ હોય.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
એક ડગલું પાછળ હટો અને જો જરૂર પડે તો તમારાં લક્ષ્યોનું ફરીથી મૂલ્યાંકન કરો. પાંચ વર્ષ પહેલાં જે માન્ય હતું એ આજે મહત્ત્વપૂર્ણ ન પણ હોય. આધ્યાત્મિક અભ્યાસ માટે સમય કાઢો.
રિલેશનશિપ ટિપ : જો તમારે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાની જરૂર હોય તો ખૂબ કાળજીપૂર્વક વિચારો. કોઈ પણ માઇન્ડ-ગેમ રમવી એ સમયનો બગાડ હશે.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
તમારી લાઇફસ્ટાઇલ અને ટેવોની વાત આવે ત્યારે તમારા માટે કામ કરે એવું સંતુલન શોધવું મહત્ત્વપૂર્ણ છે. આવેગજન્ય નાણાકીય નિર્ણયો લેવાનું ટાળવાનું રાખો.
રિલેશનશિપ ટિપ : જૂની મિત્રતામાં પરિવર્તન આવી શકે છે અને તમારે સંજોગો સાથે સમાધાન કરવાની જરૂર પડશે. સિંગલ લોકો માટે સકારાત્મક તબક્કો છે.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
આધ્યાત્મિક સાધના ધરાવતા લોકો જો પોતાને વિચલિત ન થવા દે તો તેઓ પોતાને આગલા સ્તર પર લઈ જઈ શકે છે. જો તમે ખુલ્લા મનથી કામ કરો તો કોઈ પણ પડકારોનો સામનો કરી શકાય છે.
રિલેશનશિપ ટિપ : કોઈ પણ વ્યક્તિગત માહિતી માટે તમે કોના પર વિશ્વાસ કરો છો એના વિશે સાવચેત રહો. વિદેશમાં જીવનસાથી શોધી રહેલા સિંગલ લોકો સકારાત્મક તબક્કામાં છે.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
જૂની રીતથી પરિસ્થિતિનો સામનો કરવો એ હંમેશાં શ્રેષ્ઠ અભિગમ ન પણ હોય. જીવનમાં તમને કયા અવરોધો અનુભવાઈ રહ્યા છે એ જુઓ અને જરૂરી ફેરફારો કરો.
રિલેશનશિપ ટિપ : અપેક્ષાઓમાં ખૂબ સ્પષ્ટ રહો, પરંતુ તમે જે આપવા તૈયાર છો એના કરતાં વધુ માગશો નહીં. કોઈ પણ મતભેદોને નમ્ર અને મુદ્દાસર રાખો.