20 April, 2025 07:27 AM IST | Mumbai | Aparna Bose
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય
તમારે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાને નિયંત્રણમાં રાખવાની હોય કે પછી ફિટનેસનું કોઈ ધ્યેય હાંસલ કરવું હોય તો તમે તમારા સ્વાસ્થ્યનું બરાબર ધ્યાન રાખો. કામના સ્થળે કોઈ પણ પ્રકારના ઉતાર-ચડાવને શક્ય એટલી શ્રેષ્ઠ રીતે સંભાળો અને ઑફિસમાં તમને વિપરીત અસર કરી શકે એવા ડ્રામાથી દૂર રહો. જો તમે બાળક મેળવવા માગો છો તો આ પૉઝિટિવ સમય છે.
ટૉરસ રાશિના લોકો કેવા હોય?
ટૉરસ (વૃષભ) રાશિના લોકો ખૂબ જ સ્થિતિસ્થાપક હોય છે. તેમનામાં મક્કમતા અને ધીરજનો અનંત ભંડાર હોય એવું પ્રતીત થાય છે. તેઓ આરામને મહત્ત્વનો ગણે છે અને તેઓ જે પ્રકારનું જીવન ઇચ્છે છે એ બનાવવા માટે સખત મહેનત કરવામાં તેમને કોઈ સમસ્યા નથી. તેઓ ઊંડા વિચારશીલ હોય છે અને કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં તમામ દૃષ્ટિકોણથી પરિસ્થિતિનું વિશ્લેષણ કરવાનું પસંદ કરે છે. આના કારણે ક્યારેક તેઓ અન્ય લોકોને ધીમા દેખાય છે, જે બિલકુલ સાચું નથી.
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
તમે જે પણ નિર્ણય લો એનાં પરિણામો વિશે કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી જ લો. ઊંઘનું નિયમિત શેડ્યુલ જાળવી રાખો અને સૂતાં પહેલાં ઇલેક્ટ્રૉનિક ઉપકરણો પર સ્ક્રોલ કરવાનું ટાળો.
કરીઅર ટિપ : સહકર્મીઓ સાથે સારા સંબંધો જાળવી રાખો. જોકે એ યાદ રાખો કે તેમનો પણ એજન્ડા હોઈ શકે. ઘરેથી બિઝનેસ કરતા હોય એવા લોકો માટે સારો સમય છે.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
જો તમારું બજેટ ઓછું હોય તો તમારા ખર્ચ પ્રતિ સાવધ અને સચેત રહો. યાદ રાખો કે નાની-નાની રકમ પણ એમાં ઉમેરો કરે છે. શક્ય હોય એટલું શિસ્તબદ્ધ સમયપત્રક જાળવો.
કરીઅર ટિપ : કામ પર બજેટને વળગી રહો અને તમારી પાસે રહેલાં સંસાધનોનો પૂરતો ઉપયોગ કરો. પરિસ્થિતિ તમે વિચારો એવી ન પણ હોય.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
કોઈ પણ પડકારનો શક્ય હોય એટલો જલદી સામનો કરો અને એની અવગણના કરશો નહીં. કૌટુંબિક નાણાકીય અને વારસાગત બાબતો માટે આ સકારાત્મક સમય છે.
કરીઅર ટિપ : વિગતો પર ધ્યાન આપો, ભલે તમને એમ લાગે કે એની જરૂર નથી. કામની બે વાર તપાસ કરો. સહકર્મીઓ સાથે સારા સંબંધ રાખો અને વાતચીતને પ્રોફેશનલ રાખો.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
જો તમને ભૂતકાળની પરિસ્થિતિ કદાચ થોડી અલગ રીતે પુનરાવર્તિત થતી લાગે તો એ બાબત પર ધ્યાન આપો. પરિસ્થિતિ અને પરિણામોને નિયંત્રિત કરવાની ઇચ્છાને છોડી દો.
કરીઅર ટિપ : કોઈ પણ નાની સમસ્યાનો ઉકેલ ન આવે તો એ ઘણી મોટી થઈ શકે છે. મોટા ઑર્ગેનાઇઝેશનમાં કામ કરનારાઓએ ઑફિસના કોઈ પણ પ્રકારના રાજકારણમાં પડવાનું ટાળવું જોઈએ.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
સત્તાવાળાઓ સાથે વાતચીત કરતી વખતે તમારા મનની વાત કરો, પણ ખૂબ આક્રમક ન બનો. મિલકતો બાબતે આ સકારાત્મક સમય છે.
કરીઅર ટિપ : ખૂબ જ ઝડપથી આગળ વધતા પ્રોજેક્ટ માટે તાત્કાલિક રિસ્પૉન્સની જરૂર પડી શકે છે. તમને જ્યારે મદદની જરૂર પડે ત્યારે એ લેશો, કારણ કે તમે જાતે બધું કરી શકતા નથી.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
તમારી પાસે પસંદગીના વધારે વિકલ્પો હોય તો પરિણામ શું આવશે એ વિશે તમે પહેલાં જરૂર વિચારો. બોલતાં પહેલાં વિચારો અને ખોટી દલીલ ન કરો.
કરીઅર ટિપ : જે લોકો ઘરેથી કામ કરે છે તેમણે વિક્ષેપો ટાળવા માટે શિસ્તબદ્ધ રહેવાની જરૂર છે. કોઈ પણ નવા પ્રોજેક્ટને શરૂ કરતાં પહેલાં નવા ગ્રાહકોની જરૂરિયાતને સારી રીતે સમજો.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
તમે બજેટમાં રહેવા માગતા હો તો મોટી રકમનો ખર્ચ કરતાં પહેલાં સાવચેત રહો. રિલેશનશિપના પડકારોનો સામનો કરવાનો આવે તો તમે તમારી અંતઃ પ્રેરણાને સાંભળો.
કરીઅર ટિપ : ઑફિસની ગપસપ પર આધાર રાખવાથી તમને બધી વિગતો ન મળી શકે. શક્ય હોય તો તમે જાતે હકીકત જાણવાનો પ્રયાસ કરો. નાની વિગતો પર ધ્યાન આપો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
અન્ય લોકો પાસેથી તમારી અપેક્ષાઓ બાબતે થતી વાતચીતમાં તમે સ્પષ્ટ રહો. તમારા રોજિંદા જીવનમાં શક્ય એટલા સુવ્યવસ્થિત રહેવાનો પ્રયાસ કરો.
કરીઅર ટિપ : જેમના બૉસ બીજા દેશમાં રહે છે તેમણે વાતચીત કરતી વખતે ત્યાંનાં સાંસ્કૃતિક ધોરણોને ધ્યાનમાં રાખવાની જરૂર છે. પોતાનો વ્યવસાય ધરાવતા લોકોની ઉન્નતિનો સમય છે.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
ભૂતકાળમાં જે ભૂલો કરી એમાંથી મળેલા અનુભવને ધ્યાનમાં રાખો અને કોઈ પણ ભૂલનું પુનરાવર્તન કરવાનું ટાળો. જે લોકો વ્યસ્ત શેડ્યુલ ધરાવે છે તેમણે કામ પ્રતિ ફોકસ રાખવાની જરૂર છે.
કરીઅર ટિપ : કોઈ પણ પડકારનો શક્ય હોય એટલો શ્રેષ્ઠ સામનો કરો, પણ નુકસાન ક્યારે ઘટાડવું એ જાણો. તમારા મૂળભૂત સિદ્ધાંતોને મજબૂત કરો અને તમારી શક્તિઓ પર કામ કરો.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
તમને જરૂર લાગે ત્યારે મદદ લો, પણ કોઈ હેતુ પૂરો ન કરતી હોય એવી પરિસ્થિતિથી દૂર જવા માટે પણ તૈયાર રહો. ભાઈ-બહેનો અને બાળપણના મિત્રો માટે સમય કાઢો.
કરીઅર ટિપ : ટાઇમ મૅનેજમેન્ટ ખૂબ જરૂરી છે. તમે ચુસ્ત ટાઇમલાઇનને પાળવાનું રાખો. ઇન્ટરનૅશનલ ક્લાયન્ટ્સ અને પ્રોજેક્ટ્સ ધરાવતા લોકો માટે આ સકારાત્મક સમય છે.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવાની ગતાગમ ન પડતી હોય તો અજમાવેલી અને ચકાસાયેલી પદ્ધતિનો ઉપયોગ કરો. બોલતાં પહેલાં વિચારો અને યાદ રાખો કે દરેકને પોતાનો અભિપ્રાય આપવાનો અધિકાર છે.
કરીઅર ટિપ : સિનિયરની સલાહ પર ધ્યાન આપો, પણ સંબંધિત માહિતી મળ્યા પછી તમે તમારા પોતાના નિર્ણય લો. તેમની પ્રાથમિકતા અનુસાર પ્રોજેક્ટ્સ પર કામ કરો.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
ભૂતકાળમાં શું ગુમાવ્યું એના કરતાં હાલમાં તમારી પાસે શું છે એના પર ધ્યાન આપો. કોઈ શોખ કે સ્કિલને આગળ વધારવા માટે આ સારો સમય છે.
કરીઅર ટિપ : જો તમે નવી નોકરી શરૂ કરી હોય તો એમાં મજબૂત પાયો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. ઘેરબેઠાં જે લોકો પોતાનો બિઝનેસ ધરાવે છે તેમના માટે સકારાત્મક સમય છે.