21 September, 2025 06:56 AM IST | Mumbai | Aparna Bose
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
જે પરિસ્થિતિમાં તમે કંઈ જ કરી શકો એમ નથી એને એમ જ જવા દો. ભલે અઘરા લાગે એવા નિર્ણયો લેવા પડે એ માટે તૈયાર રહો. સકારાત્મક રહો અને નાના ફેરફારો કરવા માટે પ્રતિબદ્ધ રહો જે ફરક લાવશે. જો તમે નવા દૃષ્ટિકોણથી જુઓ તો કોઈ પણ પડકારોનો સામનો કરી શકાય છે. વૃદ્ધોએ પોતાની જાતની થોડી વધુ કાળજી લેવાની જરૂર છે.
લિબ્રા જાતકો વિશે જાણો બધું
તેમની શૈલી અને સૌંદર્યલક્ષી ભાવના માટે જાણીતા લિબ્રા રાશિના લોકો નાની-નાની બાબતોમાં પણ સુંદરતાથી ઘેરાયેલા રહેવાનું પસંદ કરે છે. તેઓ સંતુલન અને ન્યાય પસંદ કરે છે અને રાજદ્વારી બનીને અને શાંતિ-સુલેહ જાળવવામાં ખૂબ જ સારા હોય છે. લિબ્રા રાશિના લોકો સામાન્ય રીતે આશાવાદી હોય છે અને શ્રેષ્ઠ લોકોમાં વિશ્વાસ કરવાનું પસંદ કરે છે.
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
કામના સ્થળે કોઈ પણ સામાન્ય વાતચીતમાં પણ તમે શું બોલો છો એના પર ધ્યાન આપો. જ્યાં સુધી તમે તમારા શ્રેષ્ઠ પાસાને આગળ રાખો છો ત્યાં સુધી મિત્રતા અને સંબંધો માટે આ એક સકારાત્મક સમય છે.
જીવન ટિપ : તક હાથમાંથી સરી જાય એ પહેલાં એનો બને એટલો ફાયદો ઉઠાવી લો. જો તમે તમારી કથિત મર્યાદાઓથી આગળ વધો તો અન્ય લોકો માટે પ્રેરણા બની શકો છો.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં વિચારો અને તમે વિશ્વાસ કરતા હો એવી વ્યક્તિની કોઈ પણ સલાહ પર ધ્યાન આપો. જોખમી રોકાણ ટાળો, ભલે તમને ઉચ્ચ વળતરનું વચન આપવામાં આવ્યું હોય.
જીવન ટિપ : ભવિષ્યના પિટારામાં શું છે એ વિશે વિચારવાને બદલે વર્તમાન ક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરો. વિશ્વાસ કરો કે તમારા જીવન માટે પણ એક યોજના છે અને એક ઉચ્ચ શક્તિ તમને એનું માર્ગદર્શન આપી રહી છે.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
વિદેશમાં રહેતા મિત્ર સાથે સંપર્કમાં રહેવા માટે સમય કાઢો. કોઈ વરિષ્ઠ વ્યક્તિ સાથે કોઈ પણ મતભેદમાં પડવાનું ટાળો, ખાસ કરીને જો એ નાની બાબત હોય.
જીવન ટિપ : કોઈ પણ પડકારજનક પરિસ્થિતિઓની સપાટીથી પણ આગળ જોશો તો તમને એમાં છુપાયેલા આશીર્વાદ મળશે. તમારી મર્યાદાઓને પડકારીને
એને દૂર કરવામાં કોઈ ડર રાખશો નહીં.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
પરિસ્થિતિઓમાં ઉતાવળ કરવાને બદલે સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરો. નિર્ણયો લેતાં પહેલાં તમારી પાસે કેટલા વિકલ્પો છે એ તમામને સમજો. બોલતાં પહેલાં વિચારો, સામાન્ય વાતચીતમાં પણ.
જીવન ટિપ : તમારા જીવનનાં એવાં ક્ષેત્રો વિશે વિચારો જેમનું મૂલ્યાંકન કરવાની અને જેમાં વધુ ઊર્જા નાખવાની જરૂર છે. જ્યાં જરૂર લાગે ત્યાં બદલાવો કરતાં અચકાશો નહીં.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
કોઈ પણ સ્પર્ધાત્મક પરિસ્થિતિને આત્મવિશ્વાસથી સંભાળો. બીજાઓ પાસેથી મદદની અપેક્ષા રાખવાને બદલે અપના હાથ જગન્નાથ ઉક્તિને યાદ કરી લો. નાની-નાની બાબતોમાં પણ વાતચીતમાં ખૂબ સ્પષ્ટ રહો.
જીવન ટિપ : કોઈ પણ પરિસ્થિતિમાંથી સફળતા મેળવવી શક્ય છે એટલે અકાળે હાર ન માનવી જોઈએ. આગળ વધતા રહો, ભલે તમારે વસ્તુઓ થોડી અલગ રીતે કરવી પડે.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
સપાટી પર જે દેખાય છે એને નહીં, એનાથી આગળ વધીને જુઓ. જરૂર પડે તો માહિતીની ખણખોદ કરો અને પછી જ મહત્ત્વના નિર્ણયો લો. જો તમે કોઈ વચન પાળવાનો ઈરાદો ધરાવતા હો તો જ વચન આપશો.
જીવન ટિપ : તમારી અંદર જુઓ અને જાત સાથે એકાંતમાં મનોમંથન કરવાનો સમય ફાળવો. કોઈ મુશ્કેલ જણાતી પરિસ્થિતિ પણ સુલઝી શકે છે જો તમે એને સ્થિરતા રાખીને હૅન્ડલ કરો.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
જો તમે કોઈ ઘરમાં રિપેરિંગ કે નવીનીકરણ કરવાનું આયોજન કરી રહ્યા છો તો બજેટને વળગી રહો. જો તમે તમારા સોશ્યલ નેટવર્કને વિસ્તૃત કરવા માગતા હો તો આ એક સકારાત્મક સમય છે.
જીવન ટિપ : જે તમને ટેકો આપતું નથી તેને છોડી દો અને ખરેખર જે મહત્ત્વનું છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. સભાનપણે તમારા જીવનને સરળ બનાવો જેથી તમે સમયનો વધુ કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
તમને શું પડકારો નડી શકે એમ છે એનાથી ડરવાને બદલે પરિસ્થિતિઓમાં ક્યાં અને કેવી તક છુપાયેલી છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. બહુ વધુપડતા ચીકણા થયા વિના સ્વાસ્થ્ય બાબતે સભાન રહો.
જીવન ટિપ : કાર્ય કરો અને આગળ વધો, ભલે તમને ખબર ન હોય કે ભવિષ્યમાં શું થવાનું છે. વિશ્વાસ કરો અને વિશ્વાસ રાખો કે તમે જીવન તમારા માર્ગે જે મોકલે છે એના માટે તૈયાર છો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
કોઈ પણ પડકારજનક પ્રોજેક્ટમાં એક જ સમયે બધું કામ પૂરું કરી નાખવાનો આગ્રહ રાખવાને બદલે નાના તબક્કાઓમાં વિભાજિત કરી નાખો. કોઈ પણ ટીકાને સુંદર રીતે હૅન્ડલ કરો.
જીવન ટિપ : જાતે બનાવેલા કોઈ નિયમો કે પ્રતિબંધો તમારાં સપનાંને અનુસરતાં અટકાવે એવું ન થવા દો. જીવનના દરેક પાસા માટે હકારાત્મક રહો. એવું પસંદ કરો જે તમને ખુશ રાખે છે.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
તમારું ધ્યાન ક્યાં છે એના પર ધ્યાન આપો અને જો જરૂરી હોય તો એને ઍડ્જસ્ટ કરો. કોઈ પણ પગલું માંડતાં પહેલાં તમે સાચી દિશામાં વધી રહ્યા છો એ સુનિશ્ચિત કરો. જો તમને કોઈ બાબતમાં મજબૂત લાગણી હોય તો તમારી અંતઃસ્ફુરણા પર વિશ્વાસ કરો.
જીવન ટિપ : જો તમે કોઈ મૂંઝવણ અનુભવી રહ્યા હો તો એ સંકેત છે કે તમારે જીવનના પડકારો ઝીલવાની પદ્ધતિ અને તમારું જીવન જીવવાની શૈલીને બદલવાની જરૂર છે.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
વ્યક્તિગત બાબતોને તમારા સુધી જ રાખો, ભલે એ તમારા પરિવાર સાથેની પણ હોય. તમારી લાગણીઓને તમારા પર હાવી ન થવા દો. ખાતરી કરો કે તમને પૂરતી શાંત ઊંઘ મળે.
જીવન ટિપ : તમે શું ઇચ્છો છો એના કરતાં શું યોગ્ય છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. પરિસ્થિતિઓમાંથી મળતા કામચલાઉ લાભ કરતાં લાંબા ગાળાના દૃષ્ટિકોણથી જુઓ.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
લોકોને જાણવાની જરૂરિયાત મુજબ કોઈ પણ માહિતી આપો અને પરિસ્થિતિઓનો તમારા ફાયદા માટે ઉપયોગ કરો. જુઓ કે તમે તમારા રોજિંદા જીવનમાં કેવી રીતે વધુ વ્યવસ્થિત થઈ શકો છો.
જીવન ટિપ : આરામ કરો અને વિશ્વાસ રાખો કે તમારા માટે એક દૈવી યોજના છે. તમે દરેક વિગતો જોઈ શકશો નહીં, પરંતુ બધું એના હેતુ મુજબ યોગ્ય રીતે થશે.