અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

24 February, 2025 07:09 AM IST  |  Mumbai | Aparna Bose

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય
 તમારા માટે સારી ન હોય એવી આદતોને તિલાંજલિ આપજો અને જીવનમાં ઉન્નતિ કરજો. તમે કોઈ વસ્તુની ટ્રાય નહીં કરો ત્યાં સુધી ખબર જ નહીં પડે કે તમે કેટલું બધું કરવા સક્ષમ છો. જેમની પાચનશક્તિ ક્ષીણ રહેતી હોય તેમણે ખાણીપીણીની બાબતે થોડી વધુ સાવચેતી રાખવી અને સદતો ન હોય એવો ખોરાક લેવાનું સદંતર ટાળવું. દોસ્તી સહિતના તમામ સંબંધો સાચવવા પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.

પાઇસિસ જાતકો મિત્ર તરીકે કેવા હોય છે?
પાઇસિસ જાતકો હંમેશાં બીજાને મદદરૂપ થનારા અને સંવેદનશીલ તથા મોજીલા હોય છે. બીજાઓની દરકાર રાખનારા લોકો સાથે પાઇસિસ જાતકોની ગાઢ મૈત્રી થઈ જતી હોય છે. આ જાતકોને લોકો સાથે રહેવું ગમતું હોય છે. મોટું ગ્રુપ થતું ન હોય તો નાના ગ્રુપમાં પણ રહેવાનું તેમને ગમતું હોય છે. પાઇસિસ જાતકો પાસેથી તમે વિશ્વાસપૂર્વક સલાહ લઈ શકો છો. તેઓ કોઈ પણ પૂર્વગ્રહ રાખ્યા વગર સાચો મત આપશે.

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

ભૂતકાળની કોઈ પણ સ્મૃતિ કે પરિસ્થિતિની અસર આજના નિર્ણયો પર થવા દેતા નહીં. જેઓ ઑનલાઇન વધુપડતો સમય ગાળે છે તેમણે રાત્રે સૂતાં પહેલાં ઓછામાં ઓછા એક કલાક પહેલાં મોબાઇલનો ઉપયોગ બંધ કરી દેવો હિતાવહ રહેશે.
કારકિર્દી વિશે સલાહ: પડકારભર્યા કે મુશ્કેલ વાતાવરણમાં કામ કરનારાઓએ પોતાની ઉત્તમ કામગીરી આપવી પડશે. કોઈ પણ બિનજરૂરી બાબતથી વિચલિત થઈ ન જવું.ટૉરસ

૨૧ એપ્રિલથી ૨૦ મે

કોઈ પણ સ્પર્ધાત્મક પરિસ્થિતિ વિશે શાંત ચિત્તે વિચાર કરવો. કોઈ પણ નવો આઇડિયા સૂઝ્યો હોય તો એની વ્યવહારુતા ચકાસવી જરૂરી બની રહેશે. તમારે નિર્ણયો લેતી વખતે વ્યવહારુ અભિગમ અપનાવવો.
કારકિર્દી વિશે સલાહ : કારકિર્દીને લગતા નિર્ણયો લેતી વખતે લાંબા ગાળાની દૃષ્ટિએ રાખવી. નવા પ્રોજેક્ટ માટે તમારે સઘન આયોજન અને સંશોધન કરવું જરૂરી છે.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

તબિયતની કાળજી રાખજો. પાયાગત બાબતો તરફ દુર્લક્ષ કરતા નહીં. ખાસ કરીને પૂરતી ઊંઘ લેવામાં અને આરોગ્યપ્રદ ખોરાક લેવામાં મૂળભૂત બાબતોને વળગી રહેજો. પરિવારજનો અને મિત્રો જોડે બિનજરૂરી દલીલો કરતા નહીં.
કારકિર્દી વિશે સલાહ : કોઈ પણ સમસ્યા કાબૂ બહાર ચાલી જાય એની પહેલાં એને યોગ્ય રીતે ઉકેલી લેજો. ઘરેથી બિઝનેસ ચલાવનારાઓ માટે સારામાં સારો સમય છે. તેમણે આ પરિસ્થિતિનો વધુમાં વધુ ઉપયોગ કરી લેવો.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

શક્ય હોય ત્યાં સુધી દરેક નિર્ણય સકારાત્મક દૃષ્ટિ રાખીને લેજો અને રમૂજવૃત્તિ ટકાવી રાખજો. લાંબા ગાળાનાં રોકાણો કરવા માટે સાનુકૂળ સમય છે.
કારકિર્દી વિશે સલાહ : જબરા સહકર્મીઓથી શક્ય એટલું બચીને ચાલજો અને તેમને શું કહેવું એ બાબતે પૂરતી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરજો. તમારે ક્લાયન્ટ સાથે કોઈ મીટિંગમાં જવાનું હોય તો પોતાની પાસેની બધી જ માહિતીને બે વાર ચકાસી લેજો.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

કોઈ પણ તક દેખાય તો જરાપણ આળસ કર્યા વગર એને ઝડપી લેજો. નાણાકીય નિર્ણયો લેતી વખતે કોઈ બીજાની વાત માની લેવાને બદલે સ્વયંસ્ફુરણાની મદદ લેજો.
કારકિર્દી વિશે સલાહ : પરંપરાઓ અનુસાર ચાલતી સંસ્થાઓમાં કામ કરનારાઓએ સંબંધિત શિષ્ટાચાર અને કાર્યપદ્ધતિનો ઉપયોગ કરવો. ફ્રીલાન્સર્સ માટે સાનુકૂળ સમય હોવાથી તેમણે એનો મહત્તમ ઉપયોગ કરી લેવો.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

પ્રવાસે જવાના હો તો પ્રવાસની ટિકિટો અને હોટેલનાં બુકિંગ બે વાર તપાસી લેજો. જેમને હાઈ બ્લડ-પ્રેશર રહેતું હોય અથવા હૃદયને લગતી તકલીફ હોય તેમણે પોતાની વધુ કાળજી લેવી.
કારકિર્દી વિશે સલાહ : આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ પર કામ કરી રહેલા લોકોના કામમાં થોડો વિલંબ થવાની અને અમુક તકલીફો ઊભી થવાની શક્યતા છે. ઈ-મેઇલ તથા અન્ય સંદેશાઓનો તત્કાળ અને અસરદાર જવાબ આપજો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

તમને કોઈ વસ્તુ અનુચિત લાગતી હોય તોપણ જે સાચું હોય એ જ કામ કરજો, કારણ કે છેવટે એનું ઉત્તમ પરિણામ આવવાનો યોગ છે. પ્રૉપર્ટીની ખરીદી કે વેચાણને લગતી બાબતો માટે સારો સમય છે.
કારકિર્દી વિશે સલાહ : કોઈની પણ કહેલી વાત સાચી માની લેવાને બદલે એની ચકાસણી કરી લેજો, કારણ કે તમને એની પાર્શ્વભૂની કદાચ ખબર ન હોય. જેમણે કારકિર્દીની પસંદગીનો મોટો નિર્ણય લેવાનો હોય તેમણે થોડી વધુ કાળજી રાખવી.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

કોઈ પણ તાણયુક્ત પરિસ્થિતિનો શક્ય હોય ત્યાં સુધી ઠંડા મગજથી હલ લાવવાનો પ્રયાસ કરજો. ખાણીપીણી અને વ્યાયામ બાબતે અતિરેક કરતા નહીં. પૂરતી ઊંઘ લેવાનું રાખજો.
કારકિર્દી વિશે સલાહ : કોઈ પ્રોજેક્ટ નાનો ભલે હોય, તમે એને યોગ્ય રીતે હાથ ધરશો તો એનું ઉત્તમ પરિણામ આવી શકે છે. બિનજરૂરી માહિતી કે વિગતોને પગલે પોતાના લક્ષ્યથી આડા ફંટાઈ જવાય નહીં એનું ધ્યાન રાખજો.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

ઉતાવળે નિર્ણય લેવાને બદલે પરિણામનો વિચાર કર્યા બાદ જ આગળ વધવું. મન શાંત હોય ત્યારે અંતરાત્માના અવાજને અનુસરજો.
કારકિર્દી વિશે સલાહ : આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટ્સ ધરાવતા જાતકોએ તેમની પોતાની સંસ્કૃતિ તથા કામકાજ પ્રત્યેના તેમના અભિગમને ધ્યાનમાં રાખવાં. નવાં કામોમાં ખૂંપી જવાને બદલે જૂના પ્રોજેક્ટ્સ પર પણ આવશ્યક ધ્યાન આપવું.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

બજેટ મર્યાદિત હોય તો બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળજો. જે કુંવારાઓની મુલાકાત નવી વ્યક્તિ સાથે થાય તેમણે સંબંધમાં બંધાઈ જવા માટે ઉતાવળ કરવી નહીં. 
કારકિર્દી વિશે સલાહ : કામકાજમાં મુશ્કેલ સમય ચાલી રહ્યો હોય તેમણે સહકર્મીઓ જોડેના વ્યવહારમાં સાવચેત રહેવું. સહકર્મીઓ અને ઉપરીઓએ કરકેલી ભૂલોમાંથી શીખજો.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

કોઈ મુશ્કેલ પરિસ્થિતિ કે વ્યક્તિ સાથે પનારો પડ્યો હોય તો અહમને વચ્ચે લાવ્યા વગર ફક્ત પોતાના અંતરાત્માના અવાજને અનુસરજો. શોખ કે કૌશલ્ય વધારવા માટે સારો સમય ચાલી રહ્યો છે. 
કારકિર્દી વિશે સલાહ : કોઈ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ ઓછા સમયમાં પૂરો કરવાનો હોય તો આકરી શિસ્ત જાળવજો. મીટિંગો, વાટાઘાટો અને ઇન્ટરવ્યુ માટે સારો સમય ચાલી રહ્યો છે.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

કોઈ પણ તાણભરી પરિસ્થિતિને તમે યોગ્ય રીતે સંભાળી લેશો તો એ દેખાય છે એટલી ખરાબ પુરવાર નહીં થાય. આરોગ્ય સાચવવા માટેનાં પગલાં ભરજો, પરંતુ એમાં અતિરેક કરતા નહીં. 
કારકિર્દી વિશે સલાહ : સ્વયં રોજગાર કરનારા પ્રોફેશનલ્સ તથા ફ્રીલાન્સર્સ માટે નાની તક પણ મોટું પરિણામ આપનારી સાબિત થશે. સહકર્મીઓ તથા ક્લાયન્ટ્સ જોડે અંગત માહિતી આપતા નહીં.

astrology life and style columnists horoscope