અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

23 November, 2025 07:01 AM IST  |  Mumbai | Aparna Bose

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
જો તમારી પાસે કોઈ ધ્યેય હોય જે તમે પ્રાપ્ત કરવા માગો છો તો દૃઢતા અને ધીરજની જરૂર પડશે. કોઈ પણ પડકારોનો સ્પષ્ટતા સાથે સામનો કરો અને જો પરિસ્થિતિઓ તમારી ઇચ્છા કરતાં વધુ ધીમી ગતિએ આગળ વધે તો નિરાશ ન થાઓ. નજીકના સંબંધો અને મિત્રતા પર ધ્યાન આપો અને જે ખરેખર મહત્ત્વનું છે એના માટે સમય કાઢો.

સૅજિટેરિયસ વિશે બધું
જીવંત અને ઉત્સાહી એવા સૅજિટેરિયસ રાશિના લોકોમાં ઊંડી દાર્શનિક બાજુ પણ હોય છે. તેઓ જન્મજાત સાહસિક હોય છે. તેમને મુસાફરી કરવાનું અને જીવન જે કંઈ પણ આપે છે એનો અનુભવ કરવાનું ગમે છે. તેઓ સ્વતંત્ર અને આશાવાદી હોય છે અને કોઈ પણ નકારાત્મકતાનો સામનો કરવાને નફરત કરે છે. સૅજિટેરિયસ રાશિના લોકો સ્વાભાવિક રીતે બહિર્મુખી હોય છે અને અસભ્યતા સુધી ક્રૂર રીતે પ્રામાણિક હોઈ શકે છે. 

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

આવેગમાં નિર્ણયો લેવાનું ટાળો અને યોગ્ય પસંદગી કરવા માટે જરૂરી બધી માહિતી મેળવો. પોતાનો બિઝનેસ ધરાવતા ઉદ્યોગપતિઓ માટે આ પૉઝિટિવ સમય છે.
રિલેશનશિપ ટિપ : જે લોકો બીજાની કાળજી લેવા માટે ઓવર-પ્રોટેક્ટિવ છે તેમણે આવું કામ બંધ કરવું જોઈએ અને તેમના નિયંત્રણમાં નથી એની ચિંતા ન કરવી જોઈએ. જે લોકો ગૉસિપ કરવાનું પસંદ કરે છે તેમને ટાળો.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

જો તમે દરેક સંભવિત પરિણામ માટે તૈયાર હો તો તક ઝડપી લેવી જોખમી ન હોઈ શકે. જો તમને જરૂર હોય તો મદદ માટે પૂછો અને તમારી અપેક્ષાઓને ઍડ્જસ્ટ કરવા તૈયાર રહો.
રિલેશનશિપ ટિપ : અન્ય લોકો અથવા પરિસ્થિતિના પરિણામને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરશો નહીં. તમે કોના પર વિશ્વાસ કરી શકો છો એનું ધ્યાન રાખો અને વ્યક્તિગત બાબતો વિશે બોલવાનું ટાળો.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

કોઈ પણ પરિવર્તન સ્વીકારો અને જેનું તમારા જીવનમાં કોઈ મૂલ્ય નથી એવી ચીજોને વળગી રહેવાનો પ્રયાસ કરશો નહીં. કોઈ પણ કાર્ય સંબંધિત પડકારનો ધીરજપૂર્વક અને વ્યવસ્થિત રીતે સામનો કરવો જોઈએ.
રિલેશનશિપ ટિપ : તમારા નજીકના સંબંધો અને મિત્રતાને પોષો અને લોકોને હળવાશથી ન લો. ઘરમાં કોઈ પણ પડકારનો ઉકેલ પ્રેમાળ અને સંભાળપૂર્વક લાવવાની જરૂર છે.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

જો તમારે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાની જરૂર હોય તો કાળજીપૂર્વક નિર્ણય લો. એવી વ્યક્તિની સલાહ લો જેને તમારા પર આવી રહેલા કોઈ પણ પડકારોની સમજ હોય.
રિલેશનશિપ ટિપ : જો તમે નાની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ ન લાવો તો એ એકઠી થઈ શકે છે. પરિવારમાં કોઈ વૃદ્ધ વ્યક્તિને થોડી વધારાની કાળજીની જરૂર પડી શકે છે.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરો, ભલે એ ખૂબ જ નાની લાગે. જો તમારી હાલની રીત કામ ન કરતી હોય તો પડકારોનો સામનો કરવાની રીત બદલો.
રિલેશનશિપ ટિપ : એવી સુપરફિસ્યલ મિત્રતા છોડી દો જેનો તમારા માટે કોઈ અર્થ નથી. સિંગલ લોકો માટે પૉઝિટિવ સમય છે, પરંતુ નવા લોકોને મળવા માટે સક્રિય રહેવાની જરૂર છે.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

ભૂતકાળને ભૂલી જાઓ અને એને તમારા પર હાવી થયેલો ન રહેવા દો. હતાશ થશો નહીં. મિલકતની ખરીદી અને વેચાણ બન્ને માટે આ સારો સમય છે.
રિલેશનશિપ ટિપ : સિંગલ લોકોએ નવા લોકોને મળવાને પ્રાથમિકતા આપવી જોઈએ, પરંતુ જેમનામાં તમને રસ નથી તેમના પર તમારો સમય બગાડો નહીં. પરિવાર સાથે બિનજરૂરી દલીલોમાં પડવાનું ટાળો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

જો તમે ડેટા સાથે સંબંધિત ઈ-મેઇલ, સંદેશા અને દસ્તાવેજ મોકલતા હો તો પહેલાં બે વાર ચકાસણી કરજો. તમને જરૂર ન હોય એવી વસ્તુઓ પર ખર્ચ કરવાને બદલે રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરો.
રિલેશનશિપ ટિપ : નજીકના મિત્ર માટે થોડું વધારે ધ્યાન આપવાની જરૂર પડી શકે છે. તમારે તેનો બોજ વેંઢારવાની પણ તૈયારી રાખવી પડશે. સિંગલ લોકો માટે પૉઝિટિવ સમય છે.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

જો તમે કોઈ ચોક્કસ પરિણામ મેળવવાની ઇચ્છાથી પાછળ હટશો તો કોઈ પણ પડકારજનક પરિસ્થિતિનો ઉકેલ આવી શકે છે. જેમનું બજેટ ઓછું હોય તેમણે બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળવું જોઈએ.
રિલેશનશિપ ટિપ : કોઈ પણ ભાવનાત્મક પરિસ્થિતિમાં તમે શું બોલી રહ્યા છો એ વિશે સાવધ રહો. જે સિંગલ લોકો કોઈ નવી વ્યક્તિને મળે છે તેમણે તેઓ શું શોધી રહ્યા છે એ વિશે પ્રામાણિક રહેવાની જરૂર છે.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

ધીરજ રાખો અને કોઈ પણ ધીમી ગતિએ ચાલતી પરિસ્થિતિને પોતાની ગતિએ આગળ વધવા દો. પોતાનો બિઝનેસ ધરાવતા ઉદ્યોગપતિઓ અને વ્યાવસાયિકો માટે આ પૉઝિટિવ સમય છે.
રિલેશનશિપ ટિપ : તમારા પ્રિયજનો પ્રત્યે વધુ પડતો દબદબો અને રક્ષણાત્મક બનવાનો પ્રયાસ ન કરો. અન્ય વ્યક્તિઓના દૃષ્ટિકોણથી પણ પરિસ્થિતિને જુઓ.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

કોઈ પણ અટવાયેલી પરિસ્થિતિને નાની વિગતો પર ધ્યાન અને કાળજી સાથે સંભાળવાની જરૂર છે. વ્યવસાય અથવા વ્યક્તિગત લોન શોધી રહેલા લોકો માટે આ સકારાત્મક સમય છે.
રિલેશનશિપ ટિપ : તમારા પોતાના નિર્ણયો જાતે લો અને અન્ય લોકોનાં મંતવ્યો પર વધુ પડતું ધ્યાન આપવાનું ટાળો. તમે જે વચનો આપ્યાં છે એ રાખો, ભલે તમે ન ઇચ્છતા હો.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરો, જ્યાં તમને એવું કંઈક કરવાની લાલચ થાય જે તમારે ન કરવી જોઈએ. જો તમારી પાસે બહુવિધ વિકલ્પો હોય તો સારી રીતે વિચારીને નિર્ણયો લો.
રિલેશનશિપ ટિપ : જો તમે કોઈ બાબતને યોગ્ય રીતે હૅન્ડલ નહીં કરો તો એક નાનો મુદ્દો ખૂબ મોટી બાબતમાં બની શકે છે. આવેગજન્ય પ્રતિક્રિયા આપવાનું ટાળો.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

કોઈ પણ મુશ્કેલ સાથીદારો અથવા ગ્રાહકો સાથે વ્યાવસાયિક સમીકરણ જાળવી રાખો. રોકાણો અને લાંબા ગાળાની નાણાકીય બાબતો માટે આ એક સકારાત્મક સમય છે.
રિલેશનશિપ ટિપ : પરિવારના સભ્યો સાથે શક્ય એટલી સ્પષ્ટ વાતચીત રાખો. જેઓ બ્રેકઅપ અથવા છૂટાછેડામાંથી પસાર થઈ રહ્યા છે તેમણે પરિસ્થિતિને ગૌરવપૂર્ણ રીતે સંભાળવી જોઈએ.

astrology lifestyle news life and style horoscope exclusive gujarati mid day