25 October, 2026 07:30 AM IST | Mumbai | Aparna Bose
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
તમારા પ્રોફેશનલ નેટવર્કનો મહત્તમ લાભ લો અને તમારા પ્રોફેશનની બહારના લોકો સાથે પણ સંપર્કો કેળવવાનો પ્રયાસ કરો. જે લોકો ચાલાકીથી કામ કઢાવવાની વૃત્તિ ધરાવે છે તેમને ઓળખી લો, ભલે પછી તે વ્યક્તિ તમારા પરિવારની સભ્ય હોય કે મિત્ર. પૌષ્ટિક આહાર, ઉંમરને અનુરૂપ કસરત અને પૂરતી શાંત ઊંઘ જેવી પાયાની બાબતો પર ધ્યાન આપીને તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો.
ફ્રેન્ડ તરીકે સ્કૉર્પિયો
સ્કૉર્પિયો રાશિના લોકો અત્યંત વફાદાર હોય છે અને સારા મિત્રો સાબિત થાય છે, શરત માત્ર એટલી કે સામેની વ્યક્તિ પ્રામાણિક અને સાચી હોવી જોઈએ. તેઓ મિત્રતા સહિતના તમામ સંબંધોને ખૂબ ગંભીરતાથી લે છે. જોકે તેમનો વિશ્વાસ જીતવામાં થોડો સમય લાગી શકે છે. જ્યારે તમે નિરાશ હો ત્યારે આ રાશિનો મિત્ર તમને ફરીથી હિંમત આપીને બેઠા કરશે અને સાથે જ તમને એ પણ જણાવશે કે વધુ સારા નિર્ણયો લેવા માટે તમારે ચોક્કસ શું કરવાની જરૂર છે.
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
કોઈ પણ લાંબા ગાળાની યોજનાઓ ખૂબ વિચારીને જ બનાવો. રોકાણ માટે એક એવો સંતુલિત અભિગમ શોધો જે તમારી વિશિષ્ટ પરિસ્થિતિઓને અનુરૂપ હોય.
રિલેશનશિપ ટિપ : જ્યારે કોઈ વ્યક્તિ તમને મનાવવાનો પ્રયાસ કરી રહી હોય ત્યારે એનો કોઈ છૂપો ઇરાદો હોઈ શકે છે. ઉતાવળમાં કે આવેશમાં આવીને કોઈ પગલું ન ભરો.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
કોઈ પણ કાનૂની બાબતને વ્યસ્ત હોવા છતાં પણ તાત્કાલિક સંભાળી લેવી જોઈએ. જો તમારે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય તો સમજી-વિચારીને પસંદગી કરો.
રિલેશનશિપ ટિપ : જો તમારે કોઈ સંબંધ કે મિત્રતા વિશે નિર્ણય લેવાનો હોય તો ખૂબ કાળજીપૂર્વક વિચારો અને ઉતાવળી પ્રતિક્રિયા ન આપો. કંઈ પણ બોલતાં પહેલાં વિચાર કરી લો.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
જે બાબતો તમારા નિયંત્રણમાં નથી એના પર ધ્યાન આપવાને બદલે જે તમારા નિયંત્રણમાં છે એના પર ધ્યાન આપો. પ્રૉપર્ટીને લગતી બાબતો, રોકાણો માટે આ એક સકારાત્મક સમય છે.
રિલેશનશિપ ટિપ : કોઈ પણ વાયદો કે વચન નિભાવવાનો ઇરાદો હોય ત્યારે જ આવું વચન આપો. જેઓ સંતાનપ્રાપ્તિની ઇચ્છા રાખે છે તેમના માટે આ એક સકારાત્મક સમય છે.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
જો એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય કે જેને કેવી રીતે યોગ્ય રીતે સંભાળવી એ તમને ખબર ન હોય તો સલાહ કે મદદ લો. ખર્ચ કરવાને બદલે રોકાણ પર ધ્યાન આપો.
રિલેશનશિપ ટિપ : તમારા જીવનસાથી કે સાથીદાર પર ધ્યાન આપો અને તેને હંમેશાં હાજર જ રહેશે એમ માનીને અવગણશો નહીં. જૂના મિત્રો અને પરિવારના અન્ય સભ્યો માટે સમય કાઢો.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
જે કામ નથી થઈ રહ્યું એના પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમારી પાસે રહેલી તકો જુઓ. કોઈ પડકારનો સામનો કરતી વખતે પરંપરાગત પદ્ધતિને બદલે આઉટ ઑફ બૉક્સ વિચારો.
રિલેશનશિપ ટિપ : જેઓ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે તેમણે એક સમયે એક બાબત પર ધ્યાન આપવું જોઈએ. તમે જે કહો છો અને કરો છો એની જવાબદારી લો.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
જ્યારે જરૂર હોય ત્યારે પગલાં લો અને તમારાં લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં તમારા ડાઉટ્સને અવરોધ બનવા ન દો. તમારી સમક્ષ આવતી તકોનો ભરપૂર લાભ ઉઠાવો.
રિલેશનશિપ ટિપ : કોઈ પણ માહિતી મળે તો એના પર અમલ કરતાં પહેલાં એ સાચી છે કે નહીં એ જાણી લો. મિત્રને આપેલું વચન પાળો, ભલે પછી એ તમારા માટે અનુકૂળ ન હોય.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
કોઈ પણ નાણાકીય નિર્ણયો લેતાં પહેલાં તમારું સંશોધન કરો. તમે આવેગજન્ય પસંદગી કરવાને બદલે તમારી પાસેનાં સંસાધનોનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરો છો એનું ધ્યાન આપો.
રિલેશનશિપ ટિપ : તમારા અભિગમમાં નાના ફેરફારો પણ સંબંધના કોઈ પણ પડકારોને ઉકેલવામાં મદદ કરશે. મિત્રવર્તુળને વિસ્તારવા માગતા લોકો માટે આ એક સકારાત્મક સમય છે.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
જો તમને લાગે કે તમે અટવાઈ ગયા છો અને જે કરવું જરૂરી છે એ કરવા માટે તૈયાર નથી તો નિર્ણય લેવો મુશ્કેલ બની શકે છે. ભય પર આધારિત તમામ વિચારોને મનમાંથી કાઢી નાખો.
રિલેશનશિપ ટિપ : જરૂર જણાય ત્યારે તમારી વાત રજૂ કરો, પણ તમારી ભાષા બહુ કઠોર ન હોવી જોઈએ. જો સંબંધોમાં મુશ્કેલી હોય તો થેરપિસ્ટની સલાહ લેવાનું વિચારી શકાય છે.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
કામકાજ દરમ્યાન કોઈ પ્રોજેક્ટ માટે તમારે નવી કુશળતાઓ શીખવી પડે અથવા તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડી શકે. તમારા આહાર કે ફિટનેસ-રૂટીનમાં અતિરેક કરવાનું ટાળો.
રિલેશનશિપ ટિપ : તમે શું બોલો છો એ બાબતે સાવચેત રહો, એનાથી ગૂંચવણ ઊભી થઈ શકે છે. તમારા માટે જે લોકો મહત્ત્વના છે તેમના માટે સમય ફાળવો.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
જો તમે પરિસ્થિતિને અલગ રીતે સંભાળવા તૈયાર હો તો કોઈ પણ પડકારનો ઉકેલ લાવી શકાય છે. સર્જનાત્મક પ્રોજેક્ટ્સ માટે આ એક સકારાત્મક સમય છે.
રિલેશનશિપ ટિપ : સંભાળ દર્શાવવા માટે નાના-નાના પ્રયાસો કરો, સંબંધનો મજબૂત પાયો રચવા પર ધ્યાન આપો. મતભેદ થાય તો જીવનસાથીના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરો.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
કોઈ પણ અચાનક પરિસ્થિતિનો કાળજીપૂર્વક વિચાર કરો, પછી ભલે એને તાત્કાલિક પ્રતિભાવની જરૂર હોય. રોજિંદા બાબતોમાં પણ તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરો.
રિલેશનશિપ ટિપ : નજીકના મિત્રો સાથે દલીલ કરવાનું ટાળો. સિંગલ લોકો કમિટમેન્ટ કરવાને બદલે ડેટ કરવાનું પસંદ કરી
શકે છે.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
તમે ઇચ્છો એ કોઈ પણ ફેરફારો કરો. ભયને તમારા પર હાવી થવા દેશો નહીં. લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને કૌટુંબિક નાણાકીય અને રોકાણોને હૅન્ડલ કરો.
રિલેશનશિપ ટિપ : જો તમારે તમારા જીવનસાથી સાથે મહત્ત્વપૂર્ણ ચર્ચા કરવાની જરૂર હોય તો પ્રામાણિક બનો. જો તમે તૈયાર હો તો કોઈ પણ પડકારોનો ઉકેલ હોય છે.