અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

26 October, 2025 08:30 AM IST  |  Mumbai | Aparna Bose

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય તો 
જે ચીજો કોઈ કામની નથી - પછી એ સંપત્તિ હોય, સંબંધો હોય કે આદતો - એને છોડવી જરૂરી છે. એને તમારી પ્રાથમિકતા બનાવો. જીવનશૈલીમાં બદલાવ લાવવા ઇચ્છતા હોય તેમણે નાની-નાની બાબતો માટે શિસ્તબદ્ધ અને ફોકસ્ડ રહેવાની જરૂર છે. વડીલોએ વધુ મહેનત કર્યા વિના સક્રિય કઈ રીતે રહી શકાય એનું ધ્યાન રાખવું જોઈએ. કરીઅરમાં કોઈ પણ પ્રકારનો બદલાવ ઇચ્છતા હો તો આ સમય સારો છે. 

સ્કૉર્પિયો જાતકો મિત્ર તરીકે 
આ રાશિના જાતકો દેખાડા માટેના સંબંધોમાં રસ નથી રાખતા અને પોતાના દોસ્તો પાસેથી પણ એવી જ પ્રતિબદ્ધતા અને ઊંડા સંબંધોની અપેક્ષા રાખે છે. તેઓ સંબંધોમાં સન્માનને વધુ મહત્ત્વ આપે છે. ભલે કોઈ વિષય તેમણે પોતે જ ઉખેડ્યો હોય તો પણ તેમને એક હદથી વધુ સવાલો પુછાય એ પસંદ નથી. તેઓ મિત્ર પ્રત્યે સુરક્ષાત્મક અને કાળજીભર્યો રવૈયો અપનાવનારા હોય છે. જો તેમને લાગે કે તેમનો દોસ્ત બીજા પર વધુ ધ્યાન આપે છે તો તેઓ ઈર્ષાળુ પ્રતિક્રિયા આપે છે. 

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

પહેલેથી જ આયોજન કરીને કામ કરો અને કોઈ પણ અનપેક્ષિત પરિસ્થિતિ આવી જાય તો એમાં જિદ્દી થઈને વાતને વળગી ન રહેવું. પારિવારિક નાણાકીય રોકાણ માટે આ સમય સારો છે. ‍
સંબંધોની ટિપ ઃ જે લોકો સ્થિર સંબંધમાં છે તેઓ આ સંબંધને નવા સ્તર પર લઈ જવા વિશે વિચારી શકે છે. અપરિણીત લોકોએ નકારાત્મક વ્યવહાર કરતી કોઈ પણ વ્યક્તિથી દૂર રહેવું. ‍

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

જો તમારે જીવનમાં કોઈ બદલાવ કરવાની જરૂર હોય તો તમારી અંતઃ સ્ફુરણાને સાંભળો. આ તમારી કરીઅર અને નાણાકીય ધ્યેયોમાં શૉર્ટ ટર્મ અને લૉન્ગ ટર્મ બન્ને રીતે સમીક્ષા કરવાનો સારો સમય છે. ‍
સંબંધોની ટિપ ઃ જે લોકો લગ્ન પછી લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનમાં છે તેમણે સતત જોડાયેલા રહેવા માટે વધુ પ્રયાસ કરવાની જરૂર છે. નજીકની કોઈ વ્યક્તિ તમારી પરિસ્થિતિનો લાભ ઉઠાવી જાય એવું ન થવા દો. ‍

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

કોઈ તનાવપૂર્ણ પરિસ્થિતિને કે કોઈ ચિંતાને નજરઅંદાજ કરવાને બદલે એને પ્રૅક્ટિકલ દૃષ્ટિકોણથી જુઓ. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને બન્ને અંતિમોથી દૂર રહો. 
સંબંધોની ટિપ : બીજાની સલાહને બદલે તમારા દિલની વાત સાંભળો. જે લોકો કમિટેડ સંબંધોમાં છે એને નવા સ્તર પર લઈ જવાનો આ સારો સમય છે. 

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

જે લોકો નિયમિત ધાર્મિક કે આધ્યાત્મિક સાધના કરે છે તેમણે પોતાના શિક્ષક કે ગુરુ પ્રત્યે વિશેષ સાવધ રહેવાની જરૂર છે. તમારી જાતને એવા કામમાં ન ફસાવો જે તમે કરવા ન માગતા હો. 
સંબંધોની ટિપ : તમારી કાળજી દર્શાવવા માટે નાના-નાના ઇશારા પણ બહુ કામ આવી શકે છે. જે લોકો પરિણીત નથી અને અરેન્જ્ડ મૅચ માટે તૈયાર છે તેમના માટે આ સારો સમય છે. 

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

અઘરા સહકર્મચારીઓ અને ગ્રાહકો સાથે ડીલ કરવા માટે સ્માર્ટ દૃષ્ટિકોણની જરૂર પડી શકે છે, કેમ કે સંપૂર્ણપણે ઈમાનદાર રહેવું દરેક વખતે કામ નથી કરતું. પૈસાના મામલે સાવધાની રાખવી. 
સંબંધોની ટિપ : તમારી અપેક્ષાઓ બાબતે બહુ જ સ્પષ્ટ રહો. જોકે કોઈ પણ પડકારજનક પરિસ્થિતિ બાબતે પ્રૅક્ટિકલ રહેવું. સમજી-વિચારીને નિર્ણય લેવો. 

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

તમને સ્ટ્રેસ આપતી હોય એવી કોઈ પણ પરિસ્થિતિથી બને એટલા દૂર રહેવું. પોતાનો બિઝનેસ ધરાવતા લોકો માટે તેમ જ કંઈક નવું શરૂ કરવા માગતા લોકો માટે આ સારો સમય છે. 
સંબંધોની ટિપ : જો તમે કોઈ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હો તો પૂરી ઈમાનદારી જરૂરી છે. અવિવાહિત લોકોએ પોતે શું ઇચ્છે છે એ બાબતે સ્પષ્ટ રહેવાની જરૂર છે. 

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

કોઈ પણ મીટિંગ કે નેગોશિએશનમાં જતાં પહેલાં જરૂરી તમામ માહિતી પ્રાપ્ત કરી લો. જોખમ ભરેલા નાણાકીય નિર્ણયો હમણાં લેવા નહીં. ભલે તમને એ માટે પૂરો ભરોસો કેમ ન હોય. 
સંબંધોની ટિપ : એ વાતનું ધ્યાન રાખો કે તમે કોના પર ભરોસો કરી રહ્યા છો. કોઈ ગૉસિપ કે અફવાને સાચી માની ન લેશો. કોઈને ઠેસ પહોંચે એવું બોલાઈ ન જાય એનું ધ્યાન રાખો. 

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

જીવનમાં આવનારા પડાકરો સામે સમજી-વિચારીને ડીલ કરવું જોઈએ. આવેશમાં આવીને તરત રીઍક્શન ન આપવું. નિયમિત કસરત થાય જ એ સુનિશ્ચિત કરો. 
સંબંધોની ટિપ : તમને જેની પાસેથી કદાચ અપેક્ષા પણ ન હોય એવી વ્યક્તિ જો સલાહ આપે તો એના પર ધ્યાન આપો. અપરિણીત લોકોએ હજી પોતાના વિકલ્પો ખુલ્લા રાખવા જોઈએ. 

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

કોઈ નવા શરૂ થયેલા પ્રોજેક્ટમાં કંઈક સ્ટ્રેસફુલ ક્ષણ આવી શકે છે. એ પરિસ્થિતિને તરત જ હાથમાં લઈને સૉલ્વ કરવી જરૂરી છે. જરૂર પડે તો કોઈની મદદ લો અને જે કોઈ ઉપલબ્ધ હોય તેની મદદ લો. 
સંબંધોની ટિપ : લૉન્ગ ડિસ્ટન્સ લગ્નો કે સંબંધોમાં હોય તેમણે મહત્ત્વનો નિર્ણય લેવો પડી શકે છે. ખોટી અફવાઓના શિકાર ન બનાય એ માટે વાતચીતમાં સ્પષ્ટતા રાખો. 

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

જો તમે જીવનમાં કોઈ બદલાવ કરવા ઇચ્છતા હો તો માત્ર ચીજ પર ફોકસ કરવાની જરૂર છે. ક્રીએટિવ ક્ષેત્રે વ્યવસાય કરનારા લોકો માટે સારો સમય છે. 
સંબંધોની ટિપ : ઘરના કોઈ કામ માટે તમારે થોડા વધારે કમિટેડ થવાની જરૂર ઊભી થઈ શકે છે. કોઈ અઘરા સંબંધીજન કે સાસરિયાં સાથે ઇમોશનલ થઈને નહીં, સમજદારી સાથે ડીલ કરો. 

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

ખર્ચ કરતી વખતે સમજદારીથી કામ લો. માત્ર કોઈનું જોઈને કે બીજાથી આગળ રહેવા માટે દેખાદેખીથી કોઈ ચીજો ખરીદશો નહીં. તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. 
સંબંધોની ટિપ : કોઈના કહેવામાં આવીને કોઈ મુશ્કેલ પરિસ્થિતિને વધુ જટિલ ન બનાવી દો. સિંગલ લોકો આ સમયે કૅઝ્યુઅલ ડેટિંગ કરવાનું પસંદ કરી શકે છે. 

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

તમારી એ આદતોને છોડી દો જે તમે જાણો છો કે કોઈ કામની નથી. એ આદતો બહુ ગમતીલી હોઈ શકે છે, પરંતુ વધુ સારા નિર્ણયો લઈ શકાય એ માટે તમારી અંતઃ સ્ફુરણાનો ઉપયોગ કરો. 
સંબંધોની ટિપ : જે લોકો બ્રેક-અપમાંથી પસાર થઈ રહ્યા છે તેમણે પોતાની વાતો અને વર્તણૂકથી લોકોને મળતા સંદેશા વિશે સાવધાની રાખવી જોઈએ. સિંગલ હો તો એવી વ્યક્તિને બહેકાવશો નહીં જેમાં તમને રુચિ નથી. 

astrology horoscope columnists life and style lifestyle news