27 October, 2024 07:32 AM IST | Mumbai | Aparna Bose
પ્રતીકાત્મક તસવીર
જો આ સપ્તાહે તમારો જન્મદિવસ હોય...
તમારે કંઈક નવું જોઈતું હશે તો જૂનાનો ત્યાગ કરવો પડશે. તમારા વિચારો પર સભાનતાપૂર્વક લક્ષ આપજો, કારણ કે વિચારોની સીધી અસર તમારા વર્તન પર પડી શકે છે. તમારાં લક્ષ્યો એકદમ સ્પષ્ટ રાખજો. અન્યથા તમે મૂંઝાઈ જાઓ એવી શક્યતા છે. કોઈ પણ કામ તૈયારી વગર શરૂ કરવું નહીં.
સ્કૉર્પિયો જાતકો મિત્ર તરીકે કેવા હોય છે?
સ્કૉર્પિયો જાતકો ઘનિષ્ઠ મૈત્રી રાખવાનું પસંદ કરે છે અને એટલી જ ઘનિષ્ઠતાની પોતાના મિત્રો પાસેથી પણ અપેક્ષા રાખે છે. તેઓ સ્પષ્ટ અને પ્રામાણિક વાતો કરવાનું પસંદ કરે છે અને જરૂર પડ્યે મિત્રો માટે ખડેપગે રહે છે. તેમને સંબંધોની કૃત્રિમતા જરાય પસંદ હોતી નથી. તેઓ જેન્યુઇન ન હોય એવા માણસો સાથે રહીને સમય બગાડવામાં માનતા નથી. મિત્રતા જાળવવા માટે કંઈ પણ કરવાની તૈયારી રાખતા આ જાતકો સામેપક્ષે પણ મૈત્રી માટે એવું જ વર્તન થાય એની અપેક્ષા રાખે છે.
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
કામકાજના સ્થળે કોઈ પણ જટિલ પરિસ્થિતિમાં ગૂંચવાઈ જતા નહીં. તમારા પરિવારની રોકાણ સહિતની નાણાકીય બાબતોમાં સાવધાનીથી કામ લેજો અને હિસાબ-કિતાબમાં ચોકસાઈ રાખજો.
સંબંધો સાચવવા માટે
સલાહ : પરિવારના કોઈ સભ્ય સાથે બોલવે-ચાલવે સમસ્યા સર્જાઈ હોય તો સમજી-વિચારીને કામ લેજો. કોઈ એક મિત્ર તમને સહયોગ અને સધિયારો આપશે.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
કામધંધામાં તમે હાલ જે પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છો એમાં પ્રોત્સાહક પરિણામ આવતાં ન હોય તો પણ પોતાનાથી થાય એટલો ઉત્તમ પ્રયાસ કરજો.
સંબંધો સાચવવા માટે
સલાહ : સમજુ લોકો સાથે સમય ગાળવાનું પસંદ કરજો. ખાણી-પીણીમાં વધુ પ્રવૃત્ત કરનાર વ્યક્તિઓ જોડે રહેવાનું ટાળજો. કોઈ મિત્ર કે સંબંધી સમક્ષ મનની વાત કરો તો મુત્સદ્દીપણું રાખજો.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
કોઈ કામ ઝડપથી પૂરું કરી દેવા માટે ટૂંકો રસ્તો અપનાવવાની વૃત્તિ છોડી દેજો. જેના પર વિશ્વાસ મૂકી શકાય એ વ્યક્તિની સલાહને જ અનુસરજો, પરંતુ એમાંય આંધળો વિશ્વાસ કરતા નહીં.
સંબંધો સાચવવા માટે
સલાહ : મનમોકળી વાતો કરજો, પરંતુ અપ્રિય કે કડવાં વેણ બોલતા નહીં. સંબંધની બાબતે કોઈ પણ નિર્ણય પૂરતો વિચાર કરીને જ લેજો તથા બૃહદ્ ચિત્ર નજર સમક્ષ રાખજો.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
તમારા રાબેતા મુજબના જીવનમાં સંતુલન જાળવી રાખે અને તમને તંદુરસ્તી બક્ષે એવી જ જીવનશૈલી અપનાવજો. સ્વયં રોજગાર કરનારી વ્યક્તિઓએ ઉતાવળે કોઈ નિર્ણય લેવો નહીં.
સંબંધો સાચવવા માટે
સલાહ : તમારી નાની-નાની વાતો સંબંધ અને મૈત્રીને કેવી રીતે નુકસાન કરી રહી છે એના પર નજર રાખજો. બોલતાં પહેલાં વિચારી લેવું અને ગુસ્સો આવ્યો હોય તો પણ કોઈ પ્રતિક્રિયા કરતા નહીં.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
કોઈ નવા વિચાર કે પ્રોજેક્ટ પર કામ શરૂ કરી રહ્યા હો તો નિષ્ણાતની સલાહ લેજો. બિનજરૂરી ખરીદીઓ કરવાને બદલે બચત અને રોકાણ કરવા પર ધ્યાન આપજો.
સંબંધો સાચવવા માટે
સલાહ : કોઈ મહત્ત્વપૂર્ણ વાતચીત કરવાની હોય ત્યારે મનમાં જે હોય એ કહી દેતાં ગભરાતા નહીં. કુંવારાઓ માટે સારો સમય છે, પરંતુ તેમણે સુપાત્ર શોધવા નવી વ્યક્તિઓને મળવા માટે ખાસ પ્રયાસ કરવો પડશે.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
કંપનીમાં અમુક શિષ્ટાચાર તમારી નજરે સમયનો બગાડ હોય એવું લાગતું હોવા છતાં તમારે એનું પાલન કરવું. પોતાના માટે સમય ફાળવવો અને અતિ વ્યસ્તતા હોવા છતાં આરોગ્ય તરફ દુર્લક્ષ કરવું નહીં.
સંબંધો સાચવવા માટે
સલાહ : પોતાને શું જોઈએ છે એના વિશે વિચારો સ્પષ્ટ હોય તો જ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેજો. કોઈ મુશ્કેલી સર્જાય તો બન્ને પક્ષ સાથે મળીને જ એનો હલ લાવી શકાશે.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
સહકર્મીઓ જોડે સૌહાર્દપૂર્ણ સંબંધો રાખજો અને શક્ય હોય ત્યાં સુધી ઑફિસના પૉલિટિક્સથી દૂર રહેજો. શૉપિંગ કરતી વખતે જરૂર પૂરતું જ ખરીદજો. બિનજરૂરી ખરીદીઓ કરવાનું ટાળીને બજેટની અંદર જ રહેજો.
સંબંધો સાચવવા માટે
સલાહ : મિત્રો સાથે પણ અંગત જીવનની વાતો કે રહસ્યો શૅર કરતા નહીં. સંતાનપ્રાપ્તિ કરવા ઇચ્છુક જાતકો માટે સાનુકૂળ સમય છે.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
પ્રૉપર્ટીને લગતી દરેક બાબતમાં પદ્ધતિસર કામ લેજો અને તમામ દસ્તાવેજો બરાબર કરવા ઉપરાંત સરકારને ચૂકવવાની રકમ યોગ્ય રીતે ચૂકવી દેજો. સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે શક્ય હોય ત્યાં સુધી ઘરનો ખોરાક જ લેજો.
સંબંધો સાચવવા માટે
સલાહ : આપેલાં વચન પાળજો અને જે પાળી શકાય નહીં એવા વાયદા કરતા નહીં. દરેક મહત્ત્વના સંવાદમાં સ્પષ્ટતા, પ્રામાણિકતા અને સંવેદનશીલતા રાખજો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
અનેક વિકલ્પોમાંથી પસંદગી કરવાની હોય ત્યારે અંતરાત્માના અવાજને સાંભળજો. જો તમે પૂરતો વિચાર કરીને નિર્ણયો લેશો તો નાણાકીય બાબતો માટે સારો સમય છે.
સંબંધો સાચવવા માટે સલાહ: વિચાર કરીને બોલજો. જે બોલો એ સાચું જ પડે એવો આગ્રહ રાખતા નહીં. યાદ રહે, કામઠામાંથી છૂટેલાં તીર અને બોલાયેલા શબ્દો પાછા વાળી શકાતા નથી. કુંવારાઓએ પોતાના જેવો જ જીવનસાથી શોધવાની હઠ છોડી દેવી.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
કોને શું કહેવું એ બાબતે સાવચેતી રાખજો, કારણ કે વગર વિચાર્યે બોલાયેલા શબ્દો ઘણી વાર મોટું નુકસાન કરી દેતા હોય છે. સ્વયં રોજગાર કરનારાઓ માટે સાનુકૂળ સમય છે. તેમણે તકોનો મહત્તમ ઉપયોગ કરી લેવો.
સંબંધો સાચવવા માટે
સલાહ : સંવાદમાં સ્પષ્ટતા અને પ્રામાણિકતા રાખજો અને કોઈ પણ પડકારનો તત્કાળ સામનો કરજો. કુંવારાઓ હાલ કોઈ એક વ્યક્તિ જોડે નક્કી કરી લેવાને બદલે વિકલ્પો ખુલ્લા રાખશે.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
શું ગુમાવ્યું હોત અને શું પામી શકાયું હોત એનો વિચાર કરવાને બદલે જે પરિસ્થિતિ છે એને તટસ્થતાપૂર્વક નિહાળજો. જો થાકી ગયા હો કે પછી તબિયત નાદુરસ્ત હોય તો પૂરતો આરામ લેવાનું રાખજો.
સંબંધો સાચવવા માટે
સલાહ : ઘરના સભ્યો સાથેના સંબંધો મજબૂત બનાવવા પર ખાસ ભાર આપજો. પરિવારની મોટી ઉંમરની કોઈ વ્યક્તિ પર વધુ ધ્યાન આપવાની જરૂર પડી શકે છે.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
નવા પ્રોજેક્ટની શરૂઆત કરતાં પહેલાં હાલ ચાલી રહેલા પ્રોજેક્ટ્સ પતાવી દેવા પર વિશેષ લક્ષ આપજો. કોઈ પણ સાંભળેલી વાતોને સંપૂર્ણ સત્ય માની લેવાને બદલે જાતતપાસ કરી લેજો.
સંબંધો સાચવવા માટે
સલાહ : પોતાની સાથે અને જીવનસાથી જોડે પ્રામાણિક રહેજો. બ્રેક-અપ કરી રહેલા કે છૂટા પડી રહેલા જાતકો મનદુઃખ થાય એવી કે તીખી ટિપ્પણી કરતા નહીં.