30 August, 2026 07:24 AM IST | Mumbai | Aparna Bose
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
તમારા વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનમાં સ્થિરતા બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને તમે ક્યાં સંતુલન બનાવી શકો છો એ જુઓ. ગપસપ કરનારા લોકોથી સાવધ રહો અને ફક્ત જાણવાની જરૂરિયાતના આધારે માહિતી આપો. જેઓ કમિટેડ રિલેશનશિપમાં છે તેઓ એને આગલા સ્તર પર લઈ જવા માગે છે.
સ્પાઉસ તરીકે વર્ગો
સંગઠિત અને દિનચર્યાલક્ષી હોવાથી વર્ગો રાશિના જાતકો નાની વિગતોની વાત આવે ત્યારે એવા જીવનસાથી બનાવે છે જેના પર ભરોસો કરી શકાય. ભલે તેઓ ક્યારેક તોફાની અને ડિમાન્ડિંગ હોય, આ રાશિના જાતકો વાતચીતમાં સીધા હોય છે અને તેમના જીવનસાથી પ્રામાણિક પ્રતિભાવ અને પડકારોના વ્યવહારુ ઉકેલોની અપેક્ષા રાખી શકે છે.
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
તમારી અંદરના અવાજને સાંભળો અને તમારી પાસે આવતી દરેક વસ્તુનો શ્રેષ્ઠ ઉપયોગ કરો. જેમના બૉસ માઇક્રોમૅનેજમેન્ટ ધરાવે છે તેમણે બૉસને સમજદારીપૂર્વક સંભાળવાની જરૂર છે.
રિલેશનશિપ ટિપ : એવા મિત્રનો સંપર્ક કરો જેમની સાથે તમે છેલ્લા કેટલાક સમયથી જોડાયેલા નથી. મિત્રતા અને સામાન્ય રીતે સંબંધો માટે આ એક સકારાત્મક સમય છે.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
તમને શું શક્ય નથી લાગતું એના પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમારે શું કરવાની જરૂર છે એના પર ફોકસ કરો. સાથીદારો અને બૉસ સાથે તમારો સંદેશવ્યવહાર ખૂબ સ્પષ્ટ રાખો.
રિલેશનશિપ ટિપ : મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં તમારા પાર્ટનર અથવા ભાગીદારોના દૃષ્ટિકોણને સમજો. પરિવારમાં કોઈ વૃદ્ધ વ્યક્તિને થોડી વધારાની કાળજીની જરૂર પડી શકે છે.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
જો તમે અચાનક ઝડપથી બદલાતી પરિસ્થિતિમાં ફસાઈ જાઓ તો તમારી પાસે ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરો. મિલકતની બાબતો માટે આ એક સકારાત્મક સમય છે.
રિલેશનશિપ ટિપ : પરિવારના જે મેમ્બરને ગૉસિપ કરવાનું પસંદ છે અને બીજાને કન્ટ્રોલ કરે છે તેની સાથે વાતચીતમાં ધ્યાન રાખો. લાંબા સમયથી ઓળખતા મિત્રો સાથે સમય વિતાવો.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
તમારી ઉંમર ગમે એટલી હોય, કંઈક નવું શીખવા માટે અથવા કોઈ પણ ટેક્નિકલ કુશળતા સુધારવા માટે સમય કાઢો. નાણાકીય બાબતોને કાળજીપૂર્વક અને વાસ્તવિકતાથી સંભાળો.
રિલેશનશિપ ટિપ : ગૂંચવણો ઊભી કરી શકે એવી કોઈ વાત કહેતાં પહેલાં કાળજીપૂર્વક વિચારો. એવા મિત્રો સાથે સમય વિતાવો જેમની આસપાસ રહેવું સરળ હોય.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
કોઈ પણ સ્પર્ધાત્મક પરિસ્થિતિને બુદ્ધિ અને સ્પષ્ટતાથી હૅન્ડલ કરો. જેમનું બજેટ ઓછું હોય તેમને બિનજરૂરી ખર્ચમાં ભારે ઘટાડો કરવાની જરૂર પડી શકે છે.
રિલેશનશિપ ટિપ : તમારી અપેક્ષાઓ વિશે ખૂબ જ સ્પષ્ટ રહો અને તમારા પાર્ટનર અથવા ભાગીદારને જરૂરી ટેકો આપવા માટે પણ તૈયાર રહો. ઉતાવળમાં નિર્ણયો ન લો.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
જ્યાં સુધી તમે વ્યાવહારિકતા અને સંભવિત પડકારોનો સામનો કરી શકો છો ત્યાં સુધી એક વિચાર પણ જીવન બદલી શકે છે. ભૂતકાળના આધારે વર્તમાનનો ન્યાય ન કરો.
રિલેશનશિપ ટિપ : નાના મુદ્દે વાતનું વતેસર ન થાય એનું ધ્યાન રાખો. વિદેશમાં જીવનસાથી શોધી રહેલા સિંગલ્સ માટે આ સકારાત્મક સમય છે.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
કામ પર સાંભળેલી કોઈ પણ ગૉસિપ સાચી જણાય તો એનો કાળજીપૂર્વક ઉપયોગ કરો. તમને જરૂર ન હોય એવી કોઈ વસ્તુ માટે બિનજરૂરી લોન લેવાનું ટાળો.
રિલેશનશિપ ટિપ : જેઓ છૂટાછેડા અથવા બ્રેકઅપમાંથી પસાર થઈ રહ્યા છે તેમણે ભાવનાહીન અને સારી રીતે વિચારીને નિર્ણયો લેવા જોઈએ. સિંગલ લોકો આકસ્મિક ડેટ કરવાનું પસંદ કરી શકે.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
સપાટીથી ચીજો જોવાને બદલે અંદર સુધી ઊતરીને સ્પષ્ટતા મેળવો. જો તમે જીવનશૈલીમાં ફેરફાર કરવા માગતા હો તો કોઈ પણ વધારે જોખમ લેવાનું ટાળો.
રિલેશનશિપ ટિપ : કોઈ પણ મહત્ત્વપૂર્ણ ચર્ચાને સ્પષ્ટ અને ભાવનાત્મક રીતે હૅન્ડલ કરો. પરિવારના કોઈ વડીલને વધારાના સપોર્ટની જરૂર પડી શકે છે.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
લાંબા ગાળાનાં પરિણામોને ધ્યાનમાં રાખીને ઉદ્દેશપૂર્ણ રીતે નિર્ણયો લો. ટૂંકા ગાળાના લાભને બદલે લાંબા ગાળાનાં નાણાકીય લક્ષ્યો પર કામ કરો.
રિલેશનશિપ ટિપ : જો તમે વચનો પૂરાં કરવાનો ઇરાદો ધરાવો છો તો જ વચનો આપો. જે લોકો બાળક મેળવવા માગે છે તેમના માટે આ સમય સકારાત્મક છે.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં તમારી પાસે કયા વિકલ્પો છે એ જુઓ. જેમના બૉસ કે મૅનેજર ટફ પ્રકૃતિના હોય તેમણે નાની ભૂલ પણ ન થાય એની કાળજી રાખવાની જરૂર છે.
રિલેશનશિપ ટિપ : તમે જેના પર વિશ્વાસ ન કરી શકો તેની આસપાસ તમે શું કહો છો એનું ધ્યાન રાખો. જેઓ કમિટેડ સંબંધમાં છે તેઓ એને આગલા સ્તર પર લઈ જવા માગી શકે છે.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
તમે ઇચ્છતા ન હો તો પણ તમે આપેલા વચન કે કોઈ પણ કમિટમેન્ટનું સન્માન કરો. રોકાણ અને નાણાકીય બાબતોને ખૂબ જ કાળજીપૂર્વક સંભાળો.
રિલેશનશિપ ટિપ : તમે ધ્યાન આપતા નથી એવું બતાવ્યા વિના લોકોને સ્પેસ આપો. જે સિંગલ્સ કોઈ નવી વ્યક્તિને મળ્યા છે તેમણે કોઈ પણ બાબતમાં ઉતાવળ કરવી જોઈએ નહીં.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
તમારી પાસે રહેલાં સંસાધનોનો ઉપયોગ બુદ્ધિપૂર્વક અને બગાડ વિના કરો. સ્વરોજગાર ધરાવતા ઉદ્યોગપતિઓ માટે આ એક સકારાત્મક સમય છે.
રિલેશનશિપ ટિપ : તમારા જીવનસાથી પાસેથી તમે શું ઇચ્છો છો એ વિશે ખૂબ જ સ્પષ્ટ રહો. તેઓ તમારા મનને વાંચે એવી અપેક્ષા રાખશો નહીં. વૈકલ્પિક દૃષ્ટિકોણ જોવા માટે પણ તૈયાર રહો.