✕

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

08 November, 2026 07:13 AM IST  |  Mumbai | Aparna Bose

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
તમારાં લક્ષ્યો પર અડગ રહો અને એવા નકારાત્મક લોકોની વાત ન સાંભળો જેઓ તમારું ભલું ઇચ્છવાનો દાવો કરતા હોય. જેને તમે નબળાઈ ગણો છો એ યોગ્ય રીતે કામ કરવામાં આવે તો વાસ્તવમાં તમારી તાકાત બની શકે છે. તમારા વ્યાવસાયિક નેટવર્કનો તમારા ફાયદા માટે ઉપયોગ કરો. જેઓ સોશ્યલ મીડિયા પર સક્રિય છે તેમણે એમાં કેટલાક ફેરફારો કરવાની જરૂર પડી શકે છે.

સ્કૉર્પિયો પેરન્ટ્સ
સ્કૉર્પિયો રાશિના જાતકો માતા-પિતા તરીકે સામાન્ય રીતે પોતાનાં બાળકો પ્રત્યે ખૂબ જ રક્ષણાત્મક હોય છે અને તેમના જીવનની નાની-નાની બાબતો પર પણ નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરે છે. તેઓ ક્યારેક બાળકોને જરૂર કરતાં વધુ લાડ લડાવે છે. બાળકો જ્યારે મોટાં થાય અને સ્વતંત્ર બનવા ઇચ્છે ત્યારે આ બાબત મતભેદોનું કારણ બની શકે છે. સ્કૉર્પિયો રાશિના લોકોની અપેક્ષાઓ ઘણી તીવ્ર હોઈ શકે છે. તેથી તેમણે પોતાનાં બાળકો સાથે વાતચીતની એક સ્વસ્થ પદ્ધતિ વિકસાવવા પર કામ કરવાની જરૂર છે. 

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

મિત્રો સાથે દલીલબાજીમાં પડવાનું ટાળો. તમારા કાર્યક્ષેત્ર અને અંગત જીવન બન્નેમાં કૉન્ટ્રૅક્ટ અને કમિટમેન્ટ માટે આ એક સકારાત્મક સમય છે.
હેલ્થ ટિપ : કોઈ પણ કુદરતી કે હોલિસ્ટિક ઉપચાર અજમાવતાં પહેલાં એના વિશે પૂરતી તપાસ કરી લો. લાંબા ગાળા માટે કોઈ નવી અને સ્વસ્થ આદત અપનાવવા માટે આ એક સારો સમય છે.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

જે વ્યક્તિ દેખાય છે એવી લાગતી ન હોય તો તમારી અંદરના અવાજને સાંભળો. તમારાં તાત્કાલિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમારે થોડી વધુ મહેનત કરવાની જરૂર પડી શકે છે.
હેલ્થ ટિપ : સંવેદનશીલ રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ પોતાની થોડી વધારાની કાળજી લેવાની જરૂર છે. વર્કઆઉટ કરતી વખતે અથવા ભારે વસ્તુઓ ઉપાડતી વખતે સાવચેત રહો.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

તમારી કરીઅર પર ધ્યાન આપો, પરંતુ પરિવારની અવગણના ન કરો. જેમનું બજેટ મર્યાદિત છે તેમણે ધ્યાન રાખવું જોઈએ કે તેઓ બિનજરૂરી વસ્તુઓ પાછળ ખર્ચ ન કરે.
હેલ્થ ટિપ : જો તમે લાંબા સમયથી હેલ્થ ચેક-અપ ન કરાવ્યું હોય તો એ કરાવી લો. તમારાં સ્વાસ્થ્ય અને ફિટનેસનાં લક્ષ્યો વિશે એકદમ સ્પષ્ટ રહો.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

જે યોગ્ય છે એ જ કરો અને લાલચમાં આવીને કોઈ સરળ માર્ગ લેશો નહીં. જેઓ સિંગલ્સ જાણે છે કે તેઓ શું શોધી રહ્યા છે તેમના માટે આ સકારાત્મક સમય છે.
હેલ્થ ટિપ : જેમને જૂની બીમારી છે અને જો તેઓ પોતાની સંભાળ ન રાખતા હોય તો તેમને આંચકો લાગી શકે છે. ખાતરી કરો કે તમને પૂરતો આરામ મળે છે અને વધારે મહેનત ન કરો.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

અપરિણીતોએ જટિલ સંબંધોમાં પડવાનું ટાળવું જોઈએ, કારણ કે આવી બાબતો ગુપ્ત રહી શકતી નથી. સ્વતંત્ર વ્યવસાય કરનારા પ્રોફેશનલ્સ માટે આ સમય સકારાત્મક છે.
હેલ્થ ટિપ : સ્વાસ્થ્ય બાબતે અતિરેકભરી વર્તણૂકને બદલે શિસ્તબદ્ધ અભિગમ અપનાવો. જે દંપતીઓ સંતાનપ્રાપ્તિની ઇચ્છા રાખે છે તેમને તબીબી સહાયની જરૂર પડી શકે છે.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

મિલકતને લગતી બાબતોના કામમાં ખૂબ સાવચેત રહો. તનાવપૂર્ણ પરિસ્થિતિ કદાચ તમને લાગે છે એટલી ખરાબ ન પણ હોય અને તમે એને કુશળતાપૂર્વક સંભાળી શકશો.
હેલ્થ ટિપ : જો તમને સ્પૉન્ડિલાઇટિસની સમસ્યા હોય તો તમારી જાતનું થોડું વધારે ધ્યાન રાખો. જેઓ સંતાનપ્રાપ્તિ ઇચ્છે છે તેમના માટે આ એક સકારાત્મક સમય છે.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

માત્ર બાહ્ય દેખાવ પર ભરોસો ન કરો, કારણ કે કોઈ વ્યક્તિ બહારથી જેવી દેખાય છે એવી અંદરથી ન પણ હોય. કોઈ પણ સ્પર્ધાત્મક પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળો.
હેલ્થ ટિપ : જેમને શરીરમાં લોહીના પરિભ્રમણ સંબંધિત સમસ્યા હોય તેમણે પોતાની થોડી વિશેષ કાળજી રાખવી જોઈએ. એવા ખોરાકથી દૂર રહો જે તમને માફક આવતો નથી.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

જો તમારે તમારા બૉસ સાથે કોઈ મહત્ત્વપૂર્ણ બાબત વિશે ચર્ચા કરવાની હોય તો અગાઉથી એક યોજના તૈયાર રાખો. ઘરના રિનોવેશનનું આયોજન કરતી વખતે બજેટનું પાલન કરો.
હેલ્થ ટિપ : તમારા શરીરની કાળજી સાથે ઇમોશનલ સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. સિનિયર સિટિઝનોએ ડૉક્ટરોએ પ્રિસ્ક્રાઇબ કરેલી કોઈ પણ દવા બરાબર રીતે લેવી જોઈએ.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

ભૂતકાળને દબાવી રાખવાનો પ્રયાસ કરવાને બદલે એનો સામનો કરો અને એને પાછળ છોડી દો. પોતાનો વ્યવસાય કરનારા લોકો સાવચેત નહીં રહે તો તેમને નુકસાન થઈ શકે છે.
હેલ્થ ટિપ : કસરત કરતી વખતે ધ્યાન રાખો કે તમારા સાંધાઓ પર દબાણ ન આવે. શક્ય હોય ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળવાનો પ્રયાસ કરો.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

તકનો ભરપૂર લાભ લો અને તમને સતાવતા કોઈ પણ ભયને દૂર કરો. જટિલ રોકાણો કરવાનું કે નાણાકીય બાબતોમાં વધુ પડતી ગૂંચવણો ઊભી કરવાનું ટાળો.
હેલ્થ ટિપ : જેમને સાઇનસની સમસ્યા હોય અથવા જેમને વારંવાર શરદી થઈ જતી હોય તેમણે પોતાની થોડી વધુ કાળજી રાખવી જોઈએ. પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું રાખો.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

તમારાં લક્ષ્યો અને ત્યાં સુધી પહોંચવાની તમારી યોજના વિશે એકદમ સ્પષ્ટ રહો. પરિવારના સભ્યો કે નજીકના મિત્ર સાથે દલીલબાજીમાં પડવાનું ટાળો.
હેલ્થ ટિપ : જો તમે તમારા આહારમાં કોઈ ફેરફાર કરવા માગતા હો તો અતિરેક કરવાનું ટાળો. જ્યાં સુધી ખરેખર જરૂર ન હોય ત્યાં સુધી સપ્લિમેન્ટ્સ લેવાનું ટાળો.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

જ્યારે જરૂર જણાય ત્યારે કોઈ પણ પ્રકારના ડાઉટને વશ થયા વિના પગલાં લો. રોકાણ કરતાં પહેલાં તમારાં નાણાકીય લક્ષ્યો વિશે સંપૂર્ણ સ્પષ્ટતા રાખો.
હેલ્થ ટિપ : જે લોકો વૈકલ્પિક ચિકિત્સા કે હોલિસ્ટિક ઉપચારપદ્ધતિ પસંદ કરે છે તેમણે વિવિધ પદ્ધતિઓનું મિશ્રણ ન કરવું જોઈએ. લાઇફસ્ટાઇલમાં નાનો ફેરફાર પણ ફાયદાકારક સાબિત થશે.

astrologer astrology horoscope lifestyle news life and style aries gemini cancer leo virgo aquarius sagittarius capricorn libra pisces scorpio