09 November, 2025 07:12 AM IST | Mumbai | Aparna Bose
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
જ્યારે જરૂર હોય ત્યારે તમારી જાતને દૃઢ કરો અને તમે જે માનો છો એના માટે ઊભા રહેવાથી ડરશો નહીં. રિલેશનશિપ્સ માટે થોડું વધારે ધ્યાન આપવાની જરૂર પડી શકે છે અને તમારી કાળજી બતાવવા માટે નાના હાવભાવ કરવાથી એક કરતાં વધુ મોટાં કામ થશે. તમારા બૉસ અને સાથીદારો સાથે ખૂબ જ વ્યક્તિગત બન્યા વિના સૌહાર્દપૂર્ણ સમીકરણ જાળવો.
માતા-પિતા તરીકે સ્કૉર્પિયો
સ્કૉર્પિયો રાશિના લોકો સામાન્ય રીતે તેમનાં બાળકોનું ખૂબ રક્ષણ કરે છે અને તેમને બધી અપ્રિય ઘટનાઓથી બચાવવા માગે છે. બાળકો પર નિયંત્રણની જરૂર હોય છે અને બાળકો મોટાં થાય ત્યારે તેમની સામે પડકારો ઊભા થઈ શકે છે. આ રાશિના લોકો કઠોર પ્રેમ અને ચોક્કસ માત્રામાં શિસ્ત જાળવવામાં માને છે, પરંતુ તેમનો અભિગમ પ્રેમના સ્થળેથી આવે છે.
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
સંપૂર્ણ પરિસ્થિતિની ઇચ્છા રાખવાને બદલે તમે શું કરી શકો છો એના પર ધ્યાન કેન્દ્રિત કરો. જો તમે સારી રીતે વિચારીને નિર્ણય લો છો તો આ નાણાકીય બાબતો માટે પૉઝિટિવ સમય છે.
હેલ્થ ટિપ : તમારા શરીરને સાંભળો અને શરીરમાંથી મળતી કોઈ પણ ચેતવણીને અવગણશો નહીં. જે લોકો બાળકને ગર્ભધારણ કરવામાં પડકારનો સામનો કરી રહ્યા છે તેમણે અન્ય વિકલ્પો પર વિચાર કરવો જોઈએ.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
પોતાનો વ્યવસાય ધરાવતા ઉદ્યોગપતિઓ અને પ્રોફેશનલોએ કોઈ પણ નવા પ્રોજેક્ટમાં ઉતાવળ ન કરવી જોઈએ. કૌટુંબિક નાણાકીય બાબતો અને વારસાગત બાબતોને કાળજીપૂર્વક સંભાળો.
હેલ્થ ટિપ : સંવેદનશીલ રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ ખાતરી કરવી જોઈએ કે તેઓ કોઈ પણ પ્રિસ્ક્રાઇબ્ડ દવા યોગ્ય રીતે લે છે. સિનિયરોએ તેમના સ્વાસ્થ્યનું થોડું વધારે ધ્યાન રાખવાની જરૂર છે.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
જો તમે કોઈ પરિસ્થિતિમાં ફસાયેલા અથવા આગળ વધવામાં અસમર્થ જણાય તો એક પગલું પાછળ હટી જાઓ. ક્રીએટિવ ફીલ્ડમાં કામ કરતા લોકો માટે આ પૉઝિટિવ સમય છે.
હેલ્થ ટિપ : કસરત કરતી વખતે અથવા રમત રમતી વખતે વધુ પડતો શ્રમ ટાળો. જે લોકો બાળકને ગર્ભધારણ કરવા માગે છે તેમના માટે આ એક સકારાત્મક સમય છે, ખાસ કરીને જો તેમને તબીબી સહાયની જરૂર હોય.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
તકનો મહત્તમ ઉપયોગ કરો અને જો તમારે કોઈ કાનૂની દસ્તાવેજો પર સહી કરવાની જરૂર હોય તો સમજદારીપૂર્વક વાટાઘાટ કરો. ફક્ત એટલા માટે ઈ-મેઇલ્સ અથવા પેપરવર્કનો ઢગલો થવા ન દો કારણ કે તમને એ કંટાળાજનક લાગે છે.
હેલ્થ ટિપ : જેઓ માથાના દુખાવાથી સતત પીડાય છે તેમણે આંખોની તપાસ કરાવી લેવી જોઈએ. ખાતરી કરો કે તમને પૂરતી શાંત ઊંઘ મળે.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
નવા પ્રોજેક્ટ્સ માટે ચાલુ પ્રોજેક્ટ્સને અવગણશો નહીં, ભલે એ તમને ગમે એટલો મહત્ત્વપૂર્ણ લાગે. જ્યારે તમે સફળતાની અણી પર હો ત્યારે હાથે કરીને કામ બગડે નહીં એના પર ધ્યાન આપો.
હેલ્થ ટિપ : કોઈ પણ મુદ્દાને અવગણવાને બદલે એની કાળજી લેવાની જરૂર છે. શક્ય એટલી શિસ્તબદ્ધ દિનચર્યા જાળવો અને તમારાં લક્ષ્યોથી પોતાને વિચલિત ન થવા દો.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
જો તમારે કોઈ કૌટુંબિક સમસ્યાનો સામનો કરવો પડે તો બોલતા પહેલાં વિચારો. સ્વરોજગાર ધરાવતા ઉદ્યોગપતિઓ અને વ્યાવસાયિકો માટે આ એક સકારાત્મક સમય છે.
હેલ્થ ટિપ : જ્યારે તમારા આહારની વાત આવે ત્યારે ખાસ કરીને યોગ્ય જીવનશૈલીની પસંદગી કરો. વરિષ્ઠ લોકોએ તેમના સ્વાસ્થ્યનું થોડું વધારે ધ્યાન રાખવાની જરૂર છે.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
જો જરૂરી હોય તો પરિસ્થિતિનો સામનો કરવાની રીત બદલવા માટે તૈયાર રહો. સિંગલ લોકો સકારાત્મક તબક્કામાં હોય છે અને કોઈ રસપ્રદ વ્યક્તિને મળી શકે છે.
હેલ્થ ટિપ : જે લોકો હૉર્મોન સંબંધિત દવા લઈ રહ્યા છે તેઓ તેમના ડૉક્ટર સાથે તપાસ કરી શકે છે કે શું ડોઝ બદલવાની જરૂર છે. પોતાની જાતે દવા લેવાનું ટાળો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
કોઈ પડકારજનક પરિસ્થિતિમાંથી બહાર નીકળવું એ ઉકેલ ન હોઈ શકે, સિવાય કે તમે એને ઉકેલવા માટે દરેક શક્ય રીત અજમાવી જુઓ. તમારી વિશ્વાસુ વ્યક્તિની સલાહ તમને સરપ્રાઇઝ આપી શકે છે.
હેલ્થ ટિપ : જો તમે તમારી જાતનું ધ્યાન નહીં રાખો તો ઉંમર સંબંધિત કોઈ પણ સ્વાસ્થ્ય-સમસ્યાઓ વધુ ખરાબ થઈ શકે છે. બીજા બધા કરતાં તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
જો તમને લાગે કે પરિસ્થિતિ તમે ધારો છો એવી નથી તો તમારી અંતઃ પ્રેરણાને સાંભળો. જો તમે કોઈ પણ પ્રકારની વાટાઘાટોનો સામનો કરી રહ્યા હો તો સ્પષ્ટ વાતચીત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
હેલ્થ ટિપ : કોઈ પણ વિટામિન અથવા સપ્લિમેન્ટ લેવાનું શરૂ કરતાં પહેલાં શક્ય એટલી બધી માહિતી મેળવો. ખાતરી કરો કે તમારું શેડ્યુલ ગમે એટલું વ્યસ્ત હોય, તમને પૂરતી શાંત ઊંઘ મળે.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
જો તમે યોગ્ય રીતે સંભાળશો તો કોઈ પણ તનાવપૂર્ણ પરિસ્થિતિ એટલી ખરાબ નહીં હોય જેટલી તમે વિચારો છો. સારી રીતે વિચારીને નાણાકીય નિર્ણયો લો.
હેલ્થ ટિપ : કિડની સંબંધિત સ્વાસ્થ્ય-સમસ્યા ધરાવતા લોકોએ ખૂબ જ શિસ્તબદ્ધ આહાર અને કસરતનું સમયપત્રક જાળવવાની જરૂર છે. જે લોકો બાળક મેળવવા માગે છે તેમના માટે આ એક સકારાત્મક સમય છે.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
ભૂતકાળમાં અટવાયેલા રહેવાથી ભવિષ્યની પ્રગતિમાં અવરોધ આવશે. સ્વરોજગાર ધરાવતા ઉદ્યોગપતિઓ અને વ્યાવસાયિકો માટે આ એક સકારાત્મક સમય છે.
હેલ્થ ટિપ : સંવેદનશીલ પાચનતંત્ર ધરાવતા લોકોએ બહારનો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. તમારા ડૉક્ટર દ્વારા સૂચવ્યા સિવાય કોઈ પણ સપ્લિમેન્ટ્સ લેવાનું ટાળો.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
જો તમે ખૂબ જ શિસ્તબદ્ધ હશો તો જ સમયસર પ્રોજેક્ટ્સ પૂરા કરી શકશો. લાંબા ગાળાના સંબંધ માટે ગંભીરતાથી વિચારતા સિંગલ લોકો માટે આ સારો સમય છે.
હેલ્થ ટિપ : ગળામાં ચેપ અને ઍલર્જીથી પીડાતા લોકોએ પોતાની જાતની થોડી વધારે કાળજી લેવાની જરૂર છે. લાંબા ગાળે સારા સ્વાસ્થ્યની ખાતરી કરતી ટકાઉ ટેવો પર ધ્યાન કેન્દ્રિત કરો.