અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

02 February, 2025 08:12 AM IST  |  Mumbai | Aparna Bose

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય
દરેક પારિવારિક પ્રશ્નનો પોતાનાથી થાય એટલી સારી રીતે હલ લાવવો અને જેમના પર વિશ્વાસ કરી શકાય તેમની મદદ લેવી. પરિસ્થિતિને ઉપર-ઉપરથી મૂલવવી નહીં. આદતો ધીમે-ધીમે સુધારવા પર કામ કરવું અને જીવનમાં વધુ સંતુલન પ્રાપ્ત કરવું. લક્ષ્યોની પ્રાપ્તિ કરવા માટે મહેનત કરી રહ્યા હો ત્યારે અંતરાત્માનો અવાજ સાંભળવો. 

ઍક્વેરિયસ જાતકો જીવનસાથી તરીકે કેવાં હોય છે?
આ જાતકો વિદ્વાન અને સર્જનશીલ હોય છે. તેઓ સંબંધમાં રોમાંચ જાળવી રાખનારા હોય છે. તેઓ જીવનસાથીને સારામાં સારા મિત્ર ગણીને ચાલતા હોય છે. તેઓ હંમેશાં ખુલ્લા મનના અને પ્રામાણિક રહેવાનો પ્રયાસ કરતા હોય છે. જીવનસાથી સાથેનો તાલમેલ કાયમ જળવાઈ રહે એવું તેમને ગમતું હોય છે.  

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

સંદેશવ્યવહારમાં ત્વરા રાખજો અને શબ્દોની પસંદગી સાચવીને કરજો. પારિવારિક નાણાકીય બાબતો અને વારસામાં મળતી સંપત્તિ બાબતે અત્યંત સારો સમય છે.
આરોગ્યવિષયક સલાહ: જેમને લાંબો સમય ચાલતી બીમારી હોય તેમણે ડૉક્ટરની સલાહનું ચુસ્તપણે પાલન કરવું. હૃદયરોગ કે હાઈ બ્લડપ્રેશર હોય તો થોડી વધુ કાળજી લેજો.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

લાંબા ગાળાની દૃષ્ટિએ વ્યવસાયી-અંગત જીવન વચ્ચેનું સંતુલન જાળવવા માટે કાર્ય કરજો. ખાસ કરીને ઘરેથી ઑનલાઇન કામ કરનારાઓ માટે સાનુકૂળ સમય છે. 
આરોગ્યવિષયક સલાહ: તબિયત જરાક પણ નરમ હોય તો સંભાળી લેજો, કારણ કે એ ઝડપથી વકરી જવાનું જોખમ છે. જૂની બીમારી ધરાવતા વરિષ્ઠ નાગરિકોએ વધુ સાચવવું. 

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

તમને ભલે લાગતું હોય કે તમારો હક છે, પરંતુ એ વસ્તુ મેળવવા માટે તમારે ઉતાવળા થવાની જરૂર નથી. ઉપરીઓ અને બૉસ સાથે કળપૂર્વક કામ લેજો.
આરોગ્યવિષયક સલાહ: શક્ય હોય ત્યાં સુધી આરોગ્યપ્રદ ખોરાક લેજો. હાલની વ્યસ્તતા વચ્ચે આમ કરવું ખાસ જરૂરી બની રહેશે. જેમને હૃદયને લગતી તકલીફ હોય તેમણે થોડું વધારે  સાચવવું.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

પરિસ્થિતિ ઉપરથી દેખાય છે એવી ન પણ હોય. આથી થોડા ઊંડા ઊતરવાની કોશિશ કરજો. પારિવારિક જવાબદારીઓ સારામાં સારી રીતે નિભાવજો.
આરોગ્યવિષયક સલાહ: તમે જીવનશૈલીને લગતો કોઈ પણ ફેરફાર કરવા ઇચ્છતા હો તો એના વિશે પહેલાં પૂરેપૂરી સ્પષ્ટતા કરી લેજો. તંદુરસ્તી વધારવા માટે ક્રમે-ક્રમે આગળ વધજો.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

દરેક પડકારનો સામનો હિંમતપૂર્વક કરજો. સ્વયં રોજગાર કરનારાઓએ બિઝનેસના કોઈ એક વિકલ્પ વિશે નવી દૃષ્ટિએ વિચાર કરવો જરૂરી બની રહેશે. 
આરોગ્યવિષયક સલાહ: વ્યાયામમાં અતિરેક કરતા નહીં. પોતાની ઉંમર અને શક્તિ અનુસાર જ એનું પ્રમાણ નક્કી કરજો. જેમની રોગપ્રતિકારકશક્તિ નબળી હોય તેમણે વધુપડતો શ્રમ કરવો નહીં.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

હાલ બદલાઈ રહેલી પરિસ્થિતિને તમારે નવી નજરે નિહાળવી જરૂરી છે. નવું કૌશલ્ય પ્રાપ્ત કરવા કે હાલનું કૌશલ્ય વધારવા માટે ઉત્તમ સમય છે. 
આરોગ્યવિષયક સલાહ: જેમણે નિયમિતપણે બહારનું ખાવાનું ખાવું પડતું હોય તેમણે શક્ય હોય ત્યાં સુધી આરોગ્યપ્રદ ખોરાક લેવો. સંતાનપ્રાપ્તિ માટે પ્રયાસ કરવા સારો સમય છે; એના માટે તબીબી ઉપચારની જરૂર પડે તો એ પણ લેવો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

તમને મળેલી સલાહનું આંધળું અનુકરણ કરતા નહીં. તમારી સામેના વિકલ્પોના લાભ-ગેરલાભનો વિચાર કરી લેવો. જો તમારે ઓછા સમયમાં વધારે કામ કરવાનું હોય તો સમયપત્રક બનાવીને ચાલજો.
આરોગ્યવિષયક સલાહ: તમે ભલે ખૂબ જ વ્યસ્ત હો, દરરોજ થોડો-થોડો વ્યાયામ કરવાનું રાખજો. કમરને લગતી તકલીફ ધરાવતા જાતકોએ થોડી વધારે કાળજી રાખવી.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

ઑનલાઇન લખાણમાં કોઈ કટાક્ષ કરવો હોય કે ફક્ત જોક કહેવો હોય તોપણ સાચવીને લખજો. ભૂતકાળને ભૂલી જજો, પરંતુ ભૂતકાળમાં તમારી સામે આવેલા પડકારોમાંથી પાઠ ભણી લેજો.
આરોગ્યવિષયક સલાહ: પોતાના માટે સારી નથી એવી જે આદતોની તમને ખબર છે એનો ત્યાગ કરવાની કોશિશ કરજો. જેમને સંતુલન જાળવવામાં કે ચાલવામાં તકલીફ પડતી હોય એવા મોટી ઉંમરના જાતકોએ સાચવવું.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

નાહકનો ખર્ચ કરતા નહીં, પછી ભલે તમારી પાસે ઘણા પૈસા આવી ગયા હોય કે પછી તમને પરવડતું હોય. તમારે કોઈ એક પરિસ્થિતિનો મહત્તમ લાભ લેવા માટે પોતાના દૃષ્ટિકોણમાં ફેરફાર કરવો જરૂરી બની રહેશે. 
આરોગ્યવિષયક સલાહ: જેમને બહાર જમવાનું વધારે થતું હોય તેમણે બને ત્યાં સુધી તાજો રાંધેલો ખોરાક જ લેવો. કિડનીને લગતી તકલીફ ધરાવતા જાતકોને તબિયત નરમ લાગે તો ડૉક્ટરને તત્કાળ બતાવી લેવું.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

તમે ભલે ઝડપથી કોઈ નિર્ણય લો, પરંતુ એમાં વ્યવહારુપણું કેટલું છે એનો પણ વિચાર કરી લેજો. જો કોઈની સાથે મતભેદ થાય તો શું બોલવું અને કેવી રીતે બોલવું એનો વિચાર કરી લેવો જરૂરી બની રહેશે.
આરોગ્યવિષયક સલાહ: આરોગ્યને લગતો કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય તો એને લગતી તમામ માહિતી પહેલાં જ પ્રાપ્ત કરી લેજો. પાચનશક્તિ સુધારવા માટે મહેનત લેવી.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં તમારી સામેના વિકલ્પોને બરાબર સમજી લેજો. પારિવારિક બિઝનેસ સાથે સ્વયં રોજગાર કરનારાઓ માટે સારો સમય છે. 
આરોગ્યવિષયક સલાહ: જો તમારે વધારે બોલવાનું થતું હોય તો ગળું બગડે નહીં એની તકેદારી લેજો. જો વૈકલ્પિક ચિકિત્સા કરાવવાનો વિચાર હોય તો એ જોઈ લેવું કે એના પ્રૅક્ટિશનર સારા છે.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

આજની તારીખે જેનું મહત્ત્વ રહ્યું ન હોય એ પરિસ્થિતિમાંથી બહાર નીકળી જવું. અણધારી પ્રાપ્ત થયેલી તક પાસેથી વધારે પડતી અપેક્ષાઓ રાખ્યા વગર એનો મહત્તમ ઉપયોગ કરી લેવો.
આરોગ્યવિષયક સલાહ: જેમની પાચનશક્તિ નબળી હોય તેમણે એમાં બગાડો કરનારી વસ્તુઓ ખાવી નહીં. સંતાનપ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા સારો સમય છે.

astrology life and style columnists