પ્રિયમ સહાઃ વધુ વિચાર કર્યા વિના જે કરવું ગમે તે કરવા માંડો, રસ્તા મળશે

18 April, 2025 02:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોમેડિયન ડાન્સર એક્ટર પ્રિયમ સહાએ જણાવ્યું કે કઈ રીતે પંચલાઇન્સ પર કામ કરવું અગત્યનું છે નહીં કે સગાઓને જવાબ આપવું સાથે શાહરૂખ ખાનની મુલાકાત વિશે પણ વાત કરી

પ્રિયમ સાહા - ફાઇલ તસવીર

પ્રિયમ સહા એક કોન્ટેટ ક્રિએટર, ડાન્સર, એક્ટર અને કોમિક રાઇટર છે. તેમણે ઇટ્સ અ ગર્લ થિંગ ફેસ્ટિવલમાં ભાગ લીધો તે દરમિયાન ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાતચીત કરી હતી. કોમિક લખવું, પરફોર્મ કરવું અને શાહરૂખ ખાનને મળવું શું હોય એ જાણવા માટે પ્રિયમની વાત સાંભળવી રહી.

શું મુશ્કેલ છે — એક સરસ પંચલાઇન લખવી કે સગાંઓને સમજાવવું કે કોન્ટેટ ક્રિએશન એક “કામ” છે?

એક પરફેક્ટ પંચલાઇન લખવું કારણ કે તે મારું કામ છે અને તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. મારે મારા સગાંઓને કંઈપણ સમજાવવાનું નથી.

શું તમે ક્યારેય એવો જોક બનાવ્યો છે કે જે એવો ફ્લોપ થઈ ગયો કે તમને થયું કે ઓટો કરેક્ટનો જ વાંક કાઢું?

 હજુ સુધી નથી થયું.

 જેન ઝી: કેઓટિક ચાર્મર્સ કે થ્રિફ્ટેડ ડેનિમમાં ફરતા વૉકિંગ રેડ ફ્લેગ્ઝ?

કેઓટિક ચાર્મર્સ. હું જેન્ઝી સ્ટેન છું. જો મને એ લોકો સ્વીકારશે તો હું જ જેન ઝી કહેવડાવવા તૈયાર છું. રેન્ડમ બાબતો અંગે રેન્ડમ નિયમો બનાવવાનો મને શોખ છે – જેન ઝી એ જ કરે છે. જે રીતે એ લોકો સામાજિક ધોરણનો અસ્વીકારે છે એ જ મને તો બહુ ગમે છે.

શું તમને લાગે છે કે જીવન ટકાવવા માટે જજમેન્ટલ થવું જોઇએ?  

  વાત એ છે કે આપણે બધા "થોડા જજમેન્ટલ" છીએ પરંતુ હું માનું છું કે આપણે કમ સે કમ એવો દંભ કરવો પડશે કે આપણે જજમેન્ટલ થવા નથી માગતા. તમારા પોતાના ક્રિન્જને સ્વીકારો અને બીજાના ક્રીન્જને પણ સ્વીકારો. જે તમને અપીલ નથી કરતું તે તમારે માટે નથી. જીવો અને જીવવા દો, ક્રીન્જ હશો તો ફ્રી પણ હશો.

એવું ક્યારે લાગ્યું કે કંઇ અચીવ કર્યું છે? ઇનર ચાઇલ્ડને હાઇવ-ફાઇવ ક્યારે આપેલા?

મારી જિંદગી બે ભાગમાં વહેંચાયેલી છે. શાહરૂખ ખાનને મળી એ પહેલાંની અને એ પછીની જિંદગી. અચીવ કરવાની વાત નથી પણ તમારા હીરોની રિયલ લાઇફમાં મળવું અને નિરાશ ન થવું એ બહુ રેર હોય છે અને મને એ બહુ ગમે છે.

એવું થયું છે કે મન ભાંગેલું હોય, રડું આવતું હોય પણ રીલ પોસ્ટ કરવાનો ટાઇમ માથે હોય?

હું ક્યારેય રીલ અથવા સોશિયલ મીડિયા સાથેની કોઈપણ વાત પર બહુ ભાર નથી મુકતી. મારે એ દરેકને કહેવું છે કે સોશ્યલ મીડિયા વાસ્તવિકતા નથી. પણ સમય સાચવવો એક સારું વર્ક એથિક છે અને તેને અનુસરવું જોઇએ. ડેડલાઇન્સ સાચવવાની જ હોય પણ ક્યારેક રડું આવતું હોય તો રડી લેવું પણ જરૂરી છે.

ક્રિએટિંગ, ક્રિટિંકિંગ વચ્ચે સંતુલન કેવી રીતે સાચવો છો?

રોજનું કામ છે અને રોજ યાદ રાખીને કરવાનું છે. આપણે આપણા દિવસમાં નાની ખુશીઓ રાખવી પડે. રુટિન સાચવવાનું અને તમને સપોર્ટ કરતી કોમ્યુનિટીને પણ. આ કંઇ સહેલું નથી પણ આ જ તો કરવાનું છે. કરો અથવા પ્રયત્ન કરતા કરતા મરો. બધું આમાંથી જ આવતું હોય છે.

એવી વ્યક્તિને શું કહેશો કે જેની પાસે સપનાઓ અને ડ્રાફ્ટ્સથી ભરેલો ફોન હોય?

તેના વિશે વધુ વિચારશો નહીં. કોઈને કંઈ ખબર નથી. બધું મેઇડ અપ છે. તમે જે કરવા માગો છો એ અને જે વ્યક્તિ એ બધું કરી રહી છે જે તમે કરવા માગો છો તેની વચ્ચે ફેર એટલો જ છે કે એણે કર્યું અને તમે ન કર્યું. વિચારવાનું બધ કરો અને પહેલું પગલું લો – કંઇ બહુ ગહેરી વાત નથી – પ્રેક્ટિકલ બાબત છે.

ઇટ્સ એ ગર્લ થિંગ"  અને એપોલોજિટિક અભિવ્યક્તિને સેલિબ્રેટ કરે છે એવું શું છે જે તમે હંમેશા કહેવા માગતા હતા અથવા હજી પણ કહેવા માગો છો?

હું મારી જાતને વ્યક્ત કરવામાં સંઘર્ષ નથી કરતી, કહી દઉં છું.

સ્ત્રીઓને જ્યાં બહુ બોલવા દેવામાં નથી આવતી, તેમને અવાજને અવરોધાય છે – તમે કઈ રીતે સ્ટેજ અને જિંદગીમાં તમારી વાત કહેવાય તેની તકેદારી રાખો છો?

હું મારી ઇન્સ્ટિક્ટને અનુસરું છું. બહારના વેલિડેશનને નહીં અને બીજા તમારે વિશે શું વિચારે છે તેના કરતા તમે પોતે તમારા વિશે શું વિચારો છો તે અગત્યનું છે.

IAGT એ છોકરી હોવાના દરેક શેડને ઉજવે છે — તમારા વ્યક્તિત્વનો એક ભાગ કયો છે જેને એવોર્ડ મળવો જોઇએ એવું તમને લાગે છે?

કેઓસ હોય તો ય હસતા રહેવું અને એવોર્ડના વિજેતા છે...

life and style mumbai news culture news culture machine entertainment news