✕

કોઈએ જંગલ તો કોઈએ પવનખિંડ યુદ્ધની થીમ બનાવી, ક્યાંક ૨૩ વર્ષથી એક જ સ્વરૂપના બાપ્પા

25 September, 2026 03:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં ગણપતિ શણગારમાં જંગલ, સાળંગપુરના હનુમાનજી, દેશી ઘર અને પવનખિંડ યુદ્ધની થીમ જોવા મળી. કાંદિવલીમાં ૨૩ વર્ષથી એક જ સ્વરૂપના બાપ્પા તો અંધેરીમાં બાબા બર્ફાનીની ગુફા વચ્ચે ગણરાયા બિરાજ્યા.

ગણેશોત્સવ મુંબઈ

હરિયાળીમાં બિરાજમાન ગજમુખ

કાંદિવલી-વેસ્ટમાં ઈરાનીવાડી રોડ-નંબર ૪ વિસ્તારમાં રહેતા મનીષ મહેતાના ઘરે જંગલ થીમનું ડેકોરેશન કરીને એમાં બાપ્પા સ્થાપિત કર્યા હતા અને ડીટેલિંગ માટે જંગલી પ્રાણીઓનાં મિનિએચર્સ વર્ઝન ગોઠવ્યાં હતાં.

સાળંગપુરના હનુમાનજીના રૂપમાં ગણરાયા

ગિરગામના ખેતવાડી વિસ્તારમાં રહેતા હાર્દિક પટેલના ઘરે સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ધામ અને સ્વરૂપની પ્રેરણા લઈને ડેકોરેશન તૈયાર કર્યું હતું. એક જ જગ્યાએ વિઘ્નહર્તા અને હનુમાનજી મહારાજ બન્નેની કૃપા મળી રહે એ માટે બાપ્પાનો શણગાર પણ ઘરે જ કરવામાં આવ્યો હતો.

દેશી ઘરમાં બાપ્પા

મેટ્રો સિટીમાં દેશી ફીલ મળે એ માટે બોરીવલી-વેસ્ટમાં ગુલમહોર અપાર્ટમેન્ટમાં રહેતાં પરિંદા શાહના ઘરે દેશી ઘરની ફીલ આપતા લીલા અને સૂકા ઘાસના ડેકોરેશન વચ્ચે પાંચ દિવસના બાપ્પાને બિરાજમાન કર્યા હતા.

પવનખિંડ યુદ્ધ પર આધારિત યુનિક ડેકોરેશન

દહિસર-ઈસ્ટના સત્યમ અપાર્ટમેન્ટમાં રહેતા નવનીત ચુડાસમાના ઘરે સ્વરાજ્યની ભાવના દર્શાવતા છત્રપતિ શિવાજી મહારાજના કાળમાં પવનખિંડ પાસે થયેલા ઐ‌તિહા‌સિક યુદ્ધ પર આધારિત ડેકોરેશન વચ્ચે બાપ્પા શક્તિ, આશીર્વાદ અને રક્ષણ આપતા હોય એવું દૃશ્ય બનાવ્યું હતું. સહ્યાદ્રિ પર્વતમાળા, કિલ્લાઓ, મુશળધાર વરસાદ અને યુદ્ધભૂમિનું જીવંત દૃશ્ય ઊભું કરવામાં આવ્યું હતું. આસપાસના મરાઠા યોદ્ધાઓ, ઘોડા, શસ્ત્રો અને પરંપરાગત તત્ત્વો ઇતિહાસને સજીવ કરે છે. કિલ્લો સ્વરાજ્યની ભાવના દર્શાવે છે, જ્યારે યોદ્ધાઓ અદમ્ય સાહસ અને સમર્પણનું પ્રતીક છે.

૨૩ વર્ષથી એક જ સ્વરૂપના બાપ્પા

કાંદિવલી-વેસ્ટમાં રહેતા પૂર્વેશ નથવાણીના ઘરે છેલ્લાં ૨૩ વર્ષથી એક જ સ્વરૂપના બાપ્પા બિરાજમાન થાય છે. આ વખતે સિમ્પલ ડેકોરેશન સાથે બાપ્પાનું શાંત સ્વરૂપ મનને શાંત કરે એવું લાગે છે.

માનતા બાદ ગણપતિ લાવવાની પરંપરા ખંડિત થવા દીધી નથી

કાંદિવલી-વેસ્ટમાં રહેતા મીત સોલંકીના ઘરે ૨૩ વર્ષ પહેલાં ૩ વર્ષની માનતા સાથે ગણપતિ લાવવાની શરૂઆત કરી હતી. માનતા પૂરી થયા પછી તેમણે ગણપતિ લાવવાની પરંપરાને બંધ નહોતી થવા દીધી નથી.

અંધેરીમાં બાબા બર્ફાનીના પડખે બિરાજમાન બાપ્પા

અંધેરી-વેસ્ટના આંબોલી નાકા વિસ્તારમાં આવેલી જિતેન સોસાયટીમાં અમરનાથના બાબા બર્ફાનીની ગુફા અને ઇલોરા કૅવ્ઝની થીમને મિક્સ કરીને યુનિક ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું હતું. ૪૯ વર્ષથી આવતા ગણપતિબાપ્પા અને ડેકોરેશનને જોવા દૂર-દૂરથી લોકો આવે છે.

ganesh chaturthi ganpati festivals mumbai news mumbai