ઇન્દોરના રાજદરબારમાંથી મા અને દીકરી મોડી રાતે નીકળ્યા પછી શું થયું?

04 May, 2025 06:49 AM IST  |  Mumbai | Deepak Mehta

બૉમ્બે હાઈ કોર્ટમાં બાવલા ખૂન કેસની સુનાવણીનો બીજો દિવસ.

તુકડોજી મહારાજ સામે નૃત્ય કરી રહેલી મુમતાઝ બેગમ

બૉમ્બે હાઈ કોર્ટમાં બાવલા ખૂન કેસની સુનાવણીનો બીજો દિવસ.

તુકડોજી મહારાજ સામે નૃત્ય કરી રહેલી મુમતાઝ બેગમ 

ઍડ્વોકેટ જનરલ કાંગા : યૉર ઓનર! આપની ઇજાજત હોય તો ગઈ કાલે અધૂરી રહેલી મુમતાઝ બેગમની જુબાની આગળ ચલાવીએ.

જસ્ટિસ એલ. સી. ક્રમ્પ : You may proceed, Mr. Kanga.

ઍડ્વોકેટ જનરલ કાંગા : Thank you, your honor! 

પછી સાક્ષીના પીંજરામાં ઊભેલી મુમતાઝ બેગમ તરફ ફરીને : તમે ઇન્દોર પહોંચ્યા એ પછીની વાત જણાવો.

મુમતાઝ બેગમ : પહેલાં તો અમે મધ્યમ વર્ગના લોકો રહેતા હોય એવા વિસ્તારમાં ઘર ભાડે લીધું. પછી ત્યાં નાચગાનની મહેફિલો શરૂ કરી. શરૂઆતમાં તો દુકાનદારો, ગુમાસ્તાઓ, ચોકીદારો જેવા લોકો એ મહેફિલોમાં આવતા પણ અમ્માનો કંઠ અને મારાં રૂપ અને કંઠને કારણે થોડા વખતમાં અમારી નામના આખા શહેરમાં ફેલાતી ગઈ. મોટા-મોટા શેઠિયાઓ અને અમલદારો પણ મહેફિલોમાં આવતા થયા. અમારી કમાણી પણ વધતી ચાલી. થોડા જ વખતમાં અમારી નામના લાલ બાગ સુધી પહોંચી.

ઍડ્વોકેટ જનરલ કાંગા : એક મિનિટ થોભો. તમે ઇન્દોરની વાત કરતાં હુતાં એમાં આય મુંબઈનો લાલબાગ વચમાં કાંય આયો?


ઇન્દોરનો લાલ બાગ પૅલેસ

મુમતાઝ બેગમ : સાહેબ, હું મુંબઈના લાલબાગની વાત નથી કરતી, ઇન્દોરના મહારાજાના મહેલનું નામ છે લાલ બાગ.

ઍડ્વોકેટ જનરલ કાંગા : અચ્છા, એટલે કે એ લાલ બાગમાં મિલમજૂરો નહીં પણ મહારાજા વસે છે!

મુમતાઝ બેગમ : રાજદરબારના ઉસ્તાદ સાથે મહારાજાએ પહેલાં તો મસલત કરી. જ્યારે તેમને અમારી કલાની કાબેલિયત વિશે ખાતરી થઈ ત્યારે પોતાના બે દરબારીઓને નોતરું લઈને અમારી પાસે મોકલ્યા.

બચાવ પક્ષના વકીલ બૅરિસ્ટર મહંમદ અલી જિન્નાહ : I object my honor! મહારાજા તુકોજીરાવ હિન્દુસ્તાનના એક ખૂબ જ માનવંત રાજવી છે અને અંગ્રેજ સરકારના ગાઢ મિત્ર અને ટેકેદાર છે. એટલે તેમનું નામ આ રીતે સંડોવવાની પરવાનગી આપવી જોઈએ નહીં.

ઍડ્વોકેટ જનરલ કાંગા : બચાવ પક્ષના માનવંતા વકીલ બી એક બહુ જ જાણીતી હસ્તી છે એટલે એવનનું નામ લીધા વિના હું જનાવવા માગું ચ કે ઇન્દોરના રાજવીનું નામ જગજાહેર છે અને એવનનું નામ મેન્શન કરવાથી કોઈની બી બદનક્ષી કઈ રીતે થાય એ મને સમજાતું નથી. એટલે બચાવ પક્ષની આય માગણી નામંજૂર કરવા આપ નામદારને અરજ ગુજારું છઉં.

જસ્ટિસ એલ. સી. ક્રમ્પ : Objection over-ruled. You may proceed Mr. Kanga.

લાલ બાગ પૅલેસનો ક્રાઉન હૉલ જ્યાં નાચગાન થતાં

ઍડ્વોકેટ જનરલ કાંગા : Thank you, My Lordship. હા, તો મુમતાઝ બેગમ! ઇન્દોરના મહારાજા તુકોજીરાવ ત્રીજાના દરબારીઓએ તેમનો સું મેસેજ તમુને આપીયો?

મુમતાઝ બેગમ : કહ્યું કે મહારાજાસાહેબે તમને બન્નેને દરબારમાં હાજર થવા ફરમાન મોકલ્યું છે. પછી એ દરબારીએ અમારા બન્નેના ફોટા લીધા. અને પૂછ્યું કે તમે બન્ને ક્યારે હાજર થશો? હું જવાબ આપું એ પહેલાં તો અમ્મીજાન જ બોલ્યાં : મહારાજા સાહેબને કહેજો કે આ બે દાસીઓ આવતી કાલે તેમની ખિદમતમાં હાજર થશે. અને એ ઘડીથી અમે બન્ને સોનેરી સપનાં જોવા લાગ્યાં.

ઍડ્વોકેટ જનરલ કાંગા : પછી બીજે દહારે ટુમે દરબારમાં ગયાં?

મુમતાઝ બેગમ : જી સાહેબ. હું થોડાં વરસ નિશાળમાં ભણી છું. ત્યારે અમારી ચોપડીમાં કાન્ત નામના કવિની એક કવિતા આવતી. એમાં એક લીટી હતી : ‘નહીં રાજાજીનો હુકમ પણ પાછો કદી ફરે.’ મહારાજા સાહેબે અમારી સાથે વાત કરી, અમારા ખબરઅંતર પૂછ્યા. અમે ક્યાં રહીએ છીએ એ પૂછ્યું. અમ્માનો જવાબ સાંભળી એક મંત્રીને હુકમ કર્યો : આજે ને આજે આ બન્ને માટે ખારાવ ઘાટ (ઇન્દોરનો એક વૈભવી વિસ્તાર)માં બંગલો ભાડે મેળવો. આવતી કાલે બન્ને એ નવા ઘરમાં જશે.
 
ઍડ્વોકેટ જનરલ કાંગા : પછી તમે એ નવા ઘરમાં ગિયાં?

મુમતાઝ બેગમ : હા જી, સાહેબ! શું વાત કરું! અમને તો એ બંગલો મહેલ જેવો જ લાગ્યો. બહાર મોટો બગીચો. જાતજાતનાં ફૂલ-ઝાડ. નાના તળાવમાં બતક તરે. બાજુમાં હીંચકા. એનાથી થોડે દૂર બેસવાના બાંકડા અને સામે ટિપોય. બંગલામાં દાખલ થતાં મોટી લૉબી. દીવાનખાનામાં મખમલ મઢેલા કોચ, સામે નકશીકામવાળી ટિપોય. એના પર નોકરને બોલાવવા માટે રૂપાની ઘંટડી. બારી-બારણાં પર જરિયાન પડદા. એના પર લટકે એલચી-લવિંગ અને કાચની સળીઓ ગૂંથીને બનાવેલા ચક.

બાવલા ખૂનકેસમાં બચાવ પક્ષના એક વકીલ મોહમ્મદ અલી ઝીણા

ઍડ્વોકેટ જનરલ કાંગા : એ બંગલાનું ભાડું કોણ ભરતું?

મુમતાઝ બેગમ : અમ્મીજાન.

ઍડ્વોકેટ જનરલ કાંગા : એવનની પાસે એટલા પૈસા ક્યાંથી આવિયા?

મુમતાઝ બેગમ : નવા ઘરમાં રહેવા આવ્યા પછી બીજા જ દિવસથી અમે મા-દીકરીએ નાચગાનની મહેફિલો શરૂ કરી દીધી. હવે તો આખા ગામમાં ખબર ફરી વળેલા કે આ બે જણીઓ ઉપર રાજાસાહેબ મહેરબાન છે. એટલે અમ્માએ મહેફિલના ભાવ ચારગણા કરી નાખ્યા. પહેલાં અમે વરસમાં કમાતાં એટલું એક મહિનામાં કમાયાં. એક દરબારી, નામે શંકરરાવ બાપુજી ગાવડે રોજ અમારે ત્યાં આવતો. બંગલાના એક-બે નોકરો પણ અમારા પડછાયાની જેમ રહેતા. થોડા વખત પછી એક દિવસ અમ્માજાને શંકરરાવને કહ્યું કે અમે મા-દીકરી હૈદરાબાદ જવાનાં છીએ. શંકરરાવે અમને રોકવાની ઘણી મહેનત કરી પણ અમ્મીજાન એકની બે ન થઈ. કહે કે પાછા આવ્યા પછી અમે બન્ને પગારદાર દરબારી ગાયિકા તરીકે મહારાજાસાહેબની ખિદમતમાં હાજર થાશું.

ઍડ્વોકેટ જનરલ કાંગા : પછી તમે હૈદરાબાદ ગિયાં?

મુમતાઝ બેગમ : હા જી. ૧૯૧૫ની શરૂઆતમાં અમે હૈદરાબાદ ગયાં. છ મહિના ત્યાં રહ્યા પછી પાછાં ઇન્દોર. અમ્માજાને શંકરરાવને જબાન આપેલી એટલે પગારદાર દરબારી ગાયક-નર્તકી તરીકે નોકરીએ રહ્યાં. અગાઉવાળા બંગલામાં જ રહેવા લાગ્યાં. અમ્માએ લાહોરથી પોતાની અમ્મીજાન કરીમબીબીને પણ ઇન્દોર બોલાવી લીધાં.

ઍડ્વોકેટ જનરલ કાંગા : પછી? પછી સું થીયું?

મુમતાઝ બેગમ : સાહેબ! એ વાત ન પૂછો તો સારું.

ઍડ્વોકેટ જનરલ કાંગા : તમારે બધ્ધી વાત સાચેસાચી નામદાર જજસાહેબને કહેવી જ પડશે. તમે સોગંદ લીધા છે.

મુમતાઝ બેગમ : ભલે સાહેબ, જેવો

bombay high court mumbai mumbai news culture news lifestyle news life and style