મળીએ હિન્દુકુશના અંતિમ હિન્દુઓને

25 May, 2025 02:01 PM IST  |  Pakistan | Aashutosh Desai

૨૪,૦૦૦ વર્ષ પહેલાંથી અસ્તિત્વ ધરાવતા કલશ જાતિના હિન્દુઓને યુનેસ્કો દ્વારા ‘અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત’નો દરજ્જો મળ્યો છે. ચાલો જાણીએ મુસ્લિમ દેશમાં ગૌરવભેર રહેતા સવાયા હિન્દુઓ કોણ છે

કલશ વૅલી અને વૅલીમાં રહેતા લોકો બન્નેની સુંદરતા અપ્રતિમ છે.

પાકિસ્તાનની કલશ ઘાટીમાં ચિત્રલ ગામમાં આજેય ઋગ્વેદકાળના હિન્દુઓ રહે છે. ભલે એની સંખ્યા હવે માત્ર ૪૦૦૦ સુધી સીમિત રહી ગઈ છે, પરંતુ આજેય તેમણે ચોમેરથી મુસ્લિમ સંસ્કૃતિથી ઘેરાયેલા હોવા છતાં હિન્દુ પરંપરાઓને જાળવી રાખી છે. ૨૪,૦૦૦ વર્ષ પહેલાંથી અસ્તિત્વ ધરાવતા કલશ જાતિના હિન્દુઓને યુનેસ્કો દ્વારા ‘અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત’નો દરજ્જો મળ્યો છે. ચાલો જાણીએ મુસ્લિમ દેશમાં ગૌરવભેર રહેતા સવાયા હિન્દુઓ કોણ છે 

અપ્રતિમ ખોબસૂરતી. આ અમે જે ‘અપ્રતિમ ખૂબસૂરતી’ કહ્યું એનો અર્થ એ કે અમે માત્ર કુદરતી સૌંદર્ય અને વાતાવરણની જ અદ્ભુત સુંદરતા વિશે વાત નથી કરી રહ્યા, કારણ કે આજે આપણે જે વિશે વાત કરવાના છીએ ત્યાં કુદરતી સૌંદર્ય અને આહલાદક વાતાવરણ તો છે જ; પરંતુ આ બધા સાથે જ ત્યાં હસતી-ખિલખિલાતી ગૌરવર્ણ જે પ્રજા રહે છે તેમની ખૂબસૂરતી પણ આપણા હોશ ઉડાવી દે એવી છે. આ બધા સાથે મુગટ પર બિરાજતા મોરપિચ્છ સમી વાત એ છે કે આ પ્રજા એક મુસ્લિમ દેશમાં રહેતી નૉન-મુસ્લિમ પ્રજા છે જે વાસ્તવમાં તો પોતાનું અસ્તિત્વ અને ધર્મ જળવાઈ રહે એ માટે વર્ષોથી સ્ટ્રગલ કરી રહી છે.

જી હા, વાત ભારતના કટ્ટર દુશમન એવા પાકિસ્તાનની છે અને વાત પાકિસ્તાનની હોવા છતાં હિન્દુઓની છે. ના... ના, સૉરી, સવાયા હિન્દુઓની છે. એ તો આપણે બધા જાણીએ છીએ કે જે સમયે ધર્મના આધારે આપણા દેશના ભાગલા પડ્યા ત્યારે અને ત્યાર પછી પાકિસ્તાને આપણા દેશની જમીનનો એક મોટો હિસ્સો ગદ્દારી કરીને પચાવી પાડ્યો હતો. એટલું જ નહીં, પાકિસ્તાનમાં એ સમયે હિન્દુઓની જેટલી વસ્તી હતી એ ધીરે-ધીરે ઘટતી ગઈ અને આજે પાકિસ્તાનમાં કહેવા ખાતર નહીંવત્ હિન્દુઓ જ બચ્યા છે. ૧૯૪૭થી લઈને આજ સુધી ત્યાંના મુસ્લિમો પોતાના જ દેશમાં વસતા હિન્દુઓને પ્રતાડિત કરી રહ્યા છે, બળજબરીએ ધર્મપરિવર્તન કરાવી રહ્યા છે અને નિર્દયતાપૂર્વક હત્યાઓ પણ કરી રહ્યા છે. આ બધા જ અવળા સંજોગોની વચ્ચે પણ એક પ્રજા એવી છે જેનો આ બધી જ પરિસ્થિતિઓ સામે વર્ષોથી સંઘર્ષ ચાલી રહ્યો છે અને તેઓ પોતાનું અસ્તિત્વ બચાવી રાખવા માટે શક્ય એટલા બધા જ પ્રયત્નો કરી રહ્યા છે.

પાકિસ્તાનના ઉત્તર-પૂર્વના છેવાડે કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા પહાડોની કંદરા એટલે કલશ વૅલી. આ કલશ વૅલી આમ તો છે પાકિસ્તાનમાં, પરંતુ એના એક સીમાડે અફઘાનિસ્તાન બૉર્ડર છે અને બીજી તરફ સાવ નજીક છે PoK (અર્થાત્ મૂળ ભારતની સીમા). એ કલશ વૅલીમાં આવેલું ચિત્રલ ગામ એટલે આ સવાયા હિન્દુઓની પ્રજાનો મૂળ રહેણાક વિસ્તાર. સવાયા એટલા માટે કારણ કે મુસ્લિમોની અમાનવીય બર્બરતા અને બળજબરીપૂર્વકના ધર્મપરિવર્તનની લટકતી તલવાર વચ્ચે પણ તેઓ ગર્વથી કહે છે કે અમે મુસ્લિમ નથી, અમે કલશી છીએ. આ કલશી એટલે મૂળ ઋગ્વેદના સમયની પ્રજા. આજે આટલાં વર્ષો પછી પણ કટ્ટર પાકિસ્તાનીઓ તેમને ઋગ્વેદી કાફિર તરીકે જ ઓળખાવે છે!

કલશ વૅલી

આ અપ્રતિમ સૌંદર્ય ધરાવતી પ્રજાની વાત કરતાં પહેલાં વાત કરીએ કલશ વૅલીની. આ વૅલી મૂળતઃ હિમાલયની પર્વતમાળાઓ જેને આપણે બધા વર્ષોવર્ષથી હિન્દુકુશની પહાડીઓ તરીકે ઓળખીએ છીએ. એ છેક અફઘાનિસ્તાન બૉર્ડર સુધી વિસ્તરેલી છે એ જ એક્સટેન્ડેડ પર્વતમાળા વચ્ચેની કંદરા છે. કલશ વૅલીની પશ્ચિમ તરફ બાટ્રિક અને ઉત્તર તરફ આવ્યું છે બૃન, જ્યાંથી કલશના ચિત્રલ ગામ સુધીનું અંતર અંદાજે સાડાચાર કિલોમીટર જેટલું છે અને દક્ષિણ તરફનો હિસ્સો કારકૂલ તરીકે ઓળખાય છે. આ વૅલી આમ તો દુર્ગમ અને અત્યંત પ્રાકૃતિક સુંદરતાથી ભરેલી એક મોટી વૅલી છે, પરંતુ એ વૅલીમાં જ એક મોટું ગામડું અથવા મોટો વિસ્તાર ચિત્રલ તરીકે ઓળખાય છે. જોકે હવે તો ચિત્રલને એક શહેરનો દરજ્જો મળી ચૂક્યો છે. પોતાને કલશી તરીકે ઓળખાવતા આ લોકો હજી આટલાં વર્ષે પણ ત્યાં પોતાનો ધર્મ અને અસ્તિત્વ બચાવી શક્યા છે એનું એક મોટું કારણ આ દુર્ગમ વિસ્તાર જ છે. ત્યાં સરળતાથી પહોંચી શકાતું નથી અને વર્ષો સુધી પાકા રસ્તાઓ કે બીજું કોઈ ટ્રાન્સપોર્ટેશન ન હોવાને કારણે ત્યાં હજી નાલાયક પાકિસ્તાનીઓની નાલાયકી પહોંચી શકી નથી. (જોકે હવે ખૂબ ઝડપથી પહોંચી રહી છે જે વિશે આપણે આગળ વાત કરીશું જ!)

નિહાયતી ખૂબસૂરત કલશીઓ

પાકિસ્તાનીઓ જેમને ઘૃણાપૂર્વક ઋગ્વેદી કાફિર કહે છે એવા કલશીઓ આ વિસ્તારમાં ક્યારેક લાખોની સંખ્યામાં નિવાસ કરતા હતા. મૂળ હિન્દુ ધર્મની અનુયાયી એવી આ પ્રજા સ્વભાવે અત્યંત ઋજુ, આનંદી, મહેનતુ અને સ્માર્ટ હતી અને આજે પણ છે. જો તમારી નજર સામે કોઈ કલશી છોકરી આવી જાય તો નજર તેના જ ચહેરા પર સ્થિર થઈ જાય અને પાંપણો પલક ઝપકાવવાનું પણ ભૂલી જાય એટલી સુંદરતા આ વૅલીમાં રહેતા લોકોને વારસામાં મળી છે. કોઈ ક્રીમ, કોઈ બ્યુટી-પ્રોડક્ટ્સ કે કોઈ મેકઅપની આ વૅલીની છોકરીઓને ક્યારેય જરૂર રહેતી નથી એમ કહીએ તો ચાલે. કલશી પુરુષો પણ ખંતીલા, મજબૂત કદકાઠીવાળા અને મહેનતુ હોય છે.

ક્યારેક લાખોની સંખ્યામાં આ પહાડોની વચ્ચે રહેતા કલશ લોકોની વસ્તી થોડાં વર્ષો પહેલાં માત્ર ૨૬,૦૦૦ની રહી ગઈ હતી અને આજે તો હવે માત્ર ૪૦૦૦ જેટલા જ કલશ લોકો બચ્યા છે. આટલી ઝડપથી તેમની વસ્તી ઘટવા પાછળનું કારણ શું હોઈ શકે એ કહેવાની આમ તો હવે જરૂર નથી રહેતી, કારણ કે આ ભોળી પ્રજા જે આતંકવાદી માહોલમાં ઘેરાયેલી છે તેમની હરામખોરી હવે ભારતમાં જ નહીં, આખા વિશ્વમાં જાણીતી છે.

કલશ પ્રજા અને તેમની ટ્રેડિશન્સ

પહાડોની કંદરામાં રહેતા આ કલશ લોકો મુખ્યત્વે વર્ષમાં ચાર તહેવાર ધૂમધામથી ઊજવે છે. એમાં તેમનો સૌથી મોટો તહેવાર ડિસેમ્બર મહિનામાં હોય છે. ‘ચોમોસ ફેસ્ટિવલ’ તરીકે ઓળખાતો આ તહેવાર ૧૦ ડિસેમ્બરથી શરૂ થઈને બાવીસમી ડિસેમ્બર સુધી ચાલે છે. આ તહેવારની ઉજવણી દરમ્યાન તેઓ સમૂહમાં ભેગા થઈને પોતાનું લોકનૃત્ય ભજવે છે. એકમેકના ઘરે જમવા જવાથી લઈને ઈશ્વરને કુરબાની ચડાવવા સુધીની ટ્રેડિશન છે. દરેક કલશી પોતાના હાથમાં ત્યાંની પવિત્ર ગણાતી વનસ્પતિનો એક બુકે અથવા કલગી જેવું બનાવે છે અને હાથમાં એ કલગી હલાવતાં-હલાવતાં બધા રૅલી કાઢે છે જેમાં ઈશ્વરનું ગાન થતું હોય છે. ત્યાર બાદ આખા સમુદાય માટે સમૂહ ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવે છે જ્યાં ઈશ્વરને અર્પણ કરાયેલી કુરબાની ભોજ તરીકે ગ્રહણ કરવામાં આવે છે.

ત્યાર બાદ મે મહિનામાં તેમનો બીજો તહેવાર આવે છે જે ‘ઝોશી ફેસ્ટિવલ’ તરીકે ઓળખાય છે. ૧૩ મેથી ૧૭ મે સુધી ચાલતા આ તહેવારમાં મહદંશે યુવાન છોકરીઓ અને છોકરાઓ ભાગ લે છે. આ તહેવાર દરમ્યાન બધા ભેગા મળીને ગોળાકારમાં નૃત્ય કરતા હોય છે અને આ જ સમય દરમ્યાન મહદંશે લગ્નવાંછુક છોકરાઓ-છોકરીઓની નજર પોતાના ભાવિ જીવનસાથીને પણ શોધી રહી હોય છે. આ તહેવાર મુખ્યત્વે ઉનાળાની ઋતુના આગમનનો તહેવાર ગણાય છે. જો તમે કોઈ પણ કલશીને પૂછશો તો તે કહેશે કે અમારો આ તહેવાર ઉનાળાને વેલકમ કરવાનો તહેવાર છે.

ત્યાર બાદ ત્રીજો મોટો તહેવાર ઑગસ્ટ મહિનાની ૧૨ અને બાવીસમી તારીખ દરમ્યાન ઊજવાય છે જેને તેઓ ‘ઉચલ ફેસ્ટિવલ’ કહે છે. આ સમય દરમ્યાન મોટા પાયે આયોજન થાય છે ધાર્મિક ઉજવણીનું. એમાં તેઓ તેમના દેવતાઓની પૂજા અને આરાધના તો કરે જ છે સાથે ગામમાં તેમની સવારી નીકળે છે. કોઈ જાન નીકળી હોય એ રીતે તમામ કલશી લોકો આ યાત્રામાં નાચતા-ગાતા ઈશ્વરની સ્તુતિઓ અને શ્લોકોનું ઉચ્ચારણ કરતા દેખાય છે.

ચોથો મુખ્ય તહેવાર એટલે ‘પૂ ફેસ્ટિવલ’ જે આમ તો ખેતરોમાં ઉગાડેલા ધાનની કટાઈનો તહેવાર છે, પણ આજે હવે એ માત્ર બેરીર વૅલી નામની જગ્યા છે ત્યાં જ ઊજવાય છે. આખી કલશ વૅલીના આજુબાજુના બધા જ કલશીઓ આ સમયે બેરીર વૅલીમાં ભેગા થાય છે.

જીવન અને રોજિંદી ઘટનાઓ

અત્યંત સુંદર અને પારંપરિક જીવનશૈલી જીવતા કલશી લોકોમાં નવા બાળકનો જન્મ એ એક મોટી ઉજવણીનો તહેવાર સમો છે. આખા ગામના બધા લોકો નવજાત શિશુને જોવા અને આશીર્વાદ આપવા માટે તે મા-બાપના ઘરે ભેગા થાય છે અને ઉત્સવ ઊજવાય છે. ત્યાર બાદ લગ્નની પ્રથા વિશે વાત કરીએ તો આજે પણ કલશીઓમાં વડીલોની સલાહ, ગમો-અણગમો વગેરેને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. દહેજ જેવી પ્રથા હવે મુસ્લિમ પ્રજાના રિવાજમાંથી કલશીઓમાં પણ પ્રવેશી ચૂકી છે અને વડીલો જ એ અંગે નિર્ણયો કરતા હોય છે. છૂટાછેડા જેવું ખાસ તો કલશીઓમાં હોતું નથી, પરંતુ ક્યારેક કોઈ યુગલ વચ્ચે અણબનાવ વધી જાય તો તેઓ પોતાના અંગત નિર્ણય દ્વારા છૂટા પડી જતા હોય છે.

અને આખરે આવે છે માનવીના જીવનનો અંત એટલે કે મૃત્યુ. કલશીઓમાં મૃત્યુને ઊજવવાનો એક અનેરો અંદાજ છે. તેઓ દૃઢપણે માને છે કે આ જીવન ઈશ્વરની દેન છે અને મૃત્યુ અર્થાત્ એનો અંત એ પણ ઈશ્વરની મરજીના આધારે જ હોય છે. આથી કલશીઓ ક્યારેય કોઈના મૃત્યુ પર રડતા કે શોક વ્યક્ત નથી કરતા. એથી સાવ ઊલટું તેઓ મૃત્યુને ઊજવે છે. બે દિવસ સુધી મૃત વ્યક્તિનું શરીર ઘરમાં જ રાખવામાં આવે છે. આખી વૅલીના કલશી લોકો આ બે દિવસના સમય દરમ્યાન ભેગા થાય છે. ત્યાર બાદ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. પછી ઢોલ-નગારાં અને પિપૂડીઓ સાથે મૃત વ્યક્તિની આખરી સફર કોઈ વરઘોડાની જેમ નીકળે છે અને બધા એમાં સામેલ થાય છે. હવે પહાડી વિસ્તાર છે અને મરનારનાં સગાંવહાલાં દૂર-દૂરથી આવ્યાં હોય છે એટલે સ્વાભાવિક છે કે તેમના ભોજન અને રહેવાની પૂરતી વ્યવસ્થા કરવી પડે. આથી જ કોઈ એક કલશીનું મૃત્યુ થાય તો અંદાજે ૧૦થી ૩૦ બકરા એ સમયે કપાતા હોય છે અને એમનું ભોજન આવેલા મહેમાનો માટે બનતું હોય છે. પહેલાંના સમયમાં આ પ્રજાતિમાં એવો રિવાજ હતો કે મરનાર વ્યક્તિનાં કીમતી કપડાંથી લઈને ઝવેરાત, બંદૂક કે બીજાં હથિયારો તેના મૃત શરીર સાથે મૂકવામાં આવતાં અને તેને જ્યાં દફનાવવામાં આવે ત્યાં તેની યાદગીરી તરીકે એ સામાન ત્યાં જ મૂકવામાં આવતો. જોકે ધીરે-ધીરે લોકો ત્યાં મૂકવામાં આવેલી બંદૂક કે હથિયાર વગેરેની ચોરી કરવા માંડ્યા અને એ જ હથિયારો દ્વારા મૂંગાં પ્રાણીઓનો શિકાર કરવાથી લઈને લૂંટફાટ વગેરે જેવા ગુનાઓ કરવા માંડ્યા એટલે આજે હવે એ પ્રણાલી થોડી બદલાઈ ગઈ છે. આજે હવે મૃત વ્યક્તિની સાથે જ તેનો એ બધો જ કીમતી સામાન પણ દાટી દેવામાં આવે છે.

કલશ ઘાટીનો સમાજ મૂળે સ્ત્રીપ્રધાન છે અને કલશીઓનો આગવો પહેરવેશ, પરંપરાઓ અને રીતભાત હોય છે. 

ધર્મ, શ્રદ્ધા અને માન્યતાઓ

ચોતરફથી મુસ્લિમોથી ઘેરાયેલા હોવા છતાં કોઈ પણ કલશ યુવતી કે યુવાનને તમે પૂછશો તો તે ગૌરવભેર કહેશે કે અમે મુસ્લિમ નથી, અમે કલશી છીએ. ઋગ્વેદના સમયથી અહીં વસેલી આ પ્રજા આજે પણ વૈદિક સંસ્કૃતિમાં માનનારી પ્રજા છે. આ જ કારણથી મુસ્લિમો તેને હિન્દુકુશના અંતિમ કાફિર અથવા ઋગ્વેદી કાફિર તરીકે ઓળખે છે. હજી માત્ર ૧૦૦ વર્ષ પહેલાંની જ વાત કરીએ તો કલશ વૅલીના ચિત્રલમાં વસેલા આ કલશી લોકોની જનસંખ્યા એક લાખ કરતાં વધુ હતી જે આજે હવે ઘટીને માત્ર ૪૦૦૦ જેટલી જ રહી ગઈ છે.

આજે પણ કલશી યુવતીઓ કોઈ મુસ્લિમ કે બીજા યુવાન સાથે લગ્ન કરે કે ભાગી જાય એ કલશી સમુદાયને પસંદ નથી. તેઓ સતત પ્રયત્નશીલ રહે છે કે તેમની જાતિના યુવાનો પોતાની જ જાતિમાં લગ્ન કરે. માટી અને લાકડાના ઘરમાં વર્ષોવર્ષથી રહેતા આ લોકો દેવી અને દેવતાઓની પૂજા કરે છે. હિન્દુ સંસ્કૃતિમાં દેવોના દેવ ભગવાન શિવને કલશ જાતિના લોકો પણ મહાદેવ તરીકે જ પૂજે છે, જ્યારે ભગવાન ઇન્દ્રને તે લોકો વરેન્દ્ર તરીકે પૂજે છે અને મૃત્યુના દેવ યમરાજને તેઓ યમરા તરીકે પૂજે છે. ખાસ કરીને ચોમોસ ફેસ્ટિવલની ઉજવણી દરમ્યાન આ લોકો મહાદેવ અને વરેન્દ્રની પૂજા કરતા હોય છે.


થોડા સમય પહેલાં જ યોજાયેલો ભાવિ જીવનસાથીની શોધ માટેનો ઝોશી ફેસ્ટિવલ.

જુલમ અને ધર્મપરિવર્તનની ઇસ્લામિક કટ્ટરતા 

આજે પણ કલશ જાતિના કોઈક વૃદ્ધને પૂછશો તો તે કહેશે કે એક સમયે અમે એટલી મોટી જનસંખ્યામાં હતા કે અમે ૩૦૦૦ વર્ષ કરતાં વધુ સમય સુધી રાજ કર્યું હતું; પરંતુ ત્યાર બાદ મુસ્લિમો આવ્યા અને ક્રૂરતાપૂર્વક તેમણે અમારી જાતિના લોકોની હત્યા કરવા માંડી, અપહરણ કરવા માંડ્યું અને નાની-નાની છોકરીઓ સાથે બળજબરીપૂર્વક લગ્ન કરી લઈને તેમનું ધર્માંતરણ કરાવ્યું જેને કારણે અમારી વસ્તીમાં ઉત્તરોત્તર ઘટાડો થતો ગયો. આ જ પ્રજાતિના બીજા કેટલાક લોકો અફઘાનિસ્તાનના નુરીસ્તાન વિસ્તારમાં જઈને પણ વસ્યા છે.

વાત છે ૧૮૯૦ના સમયની જ્યારે અબ્દુલ રહેમાન નામના એક આક્રાંતાએ આ ક્ષેત્ર પર આક્રમણ કર્યું અને તેણે અહીં રહેતા પહાડી કલશી લોકોને બળજબરીપૂર્વક ઇસ્લામ કબૂલ કરવાની ફરજ પાડી. લોકોએ જ્યારે પોતાનો ધર્મ છોડીને પરધર્મ સ્વીકારવાની ના કહી દીધી ત્યારે અબ્દુલ રહેમાને મોટી સંખ્યામાં તેમની હત્યા કરવા માંડી, લોકોનાં અપહરણ કરીને તેમને ગુલામ બનાવી બંદી બનાવીને જુલમ કરવા માંડ્યો અને તેમને બળપૂર્વક લઈ ગયો નુરીસ્તાન સુધી જે આજે અફઘાનિસ્તાનમાં છે. આ જ કારણથી નુરીસ્તાનને પહેલાંના સમયમાં કાફિરિસ્તાન કહેવાતું હતું.

જોકે કલશ વૅલી એવી દુર્ગમ જગ્યાએ આવેલી છે કે એ જ બાબત તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થઈ અને અહીં વસેલી પ્રજાનું ઇસ્લામીકરણ ન થઈ શક્યું. મૂળ વૈદિક સંસ્કૃતિને માનતા આ લોકો માટે હવે સમય બદલાઈ રહ્યો છે અને આ બદલાવ પોતાની સાથે મોટું જોખમ લઈને આવી રહ્યો છે. હવે ધીરે-ધીરે રસ્તાઓ બનવા માંડ્યા છે. પાકિસ્તાનીઓ આ વૅલીમાં આવતા-જતા અને વસતા થઈ ગયા છે જેને કારણે કલશી છોકરીઓને ભરમાવવાથી લઈને પોતાની જાળમાં ફસાવવી, તેમનું અપહરણ કરવું અને પ્રેમમાં ફસાવી લેવી જેવી પ્રવૃત્તિઓ પણ શરૂ થઈ ગઈ છે. આથી જ હવે કલશી લોકોએ પોતાનાં ઘરોમાં અને વસ્તીમાં અત્યાધુનિક હથિયારોથી લઈને રાઇફલ્સ વગેરે રાખવાનું શરૂ કર્યું છે. જોકે ક્યારેક જુલમથી તો ક્યારેક છેતરામણી દ્વારા કલશ લોકો પર હવે સતત હુમલા થઈ રહ્યા છે. સામાન્યતઃ ગરીબ એવી આ પ્રજામાં કટ્ટર ઇસ્લામીઓ હવે એક નવો ખેલ ખેલી રહ્યા છે. જો કોઈ કલશ ઇસ્લામ ધર્મ કબૂલ કરે તો તેને રોજગારથી લઈને આર્થિક મદદ આપવાની લાલચ દેખાડીને મુસ્લિમ બનાવવાનાં કાવતરાં પાકિસ્તાનની આ પ્રજા સાથે થઈ રહ્યાં છે.

પાકિસ્તાનમાં હોવાથી બિનમુસ્લિમ પ્રજા તરીકે કલશ પ્રજાએ ખૂબ સંઘર્ષ વેઠ્યો છે, પરંતુ તેમના ધર્મ સાથે કોઈ સમાધાન નથી કર્યું.

મૂળ વૈદિક સંસ્કૃતિના અનુયાયીઓ એવા આ લોકોની જાતિને ૨૦૧૮ની સાલમાં યુનેસ્કોએ ‘અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત’ તરીકેનો દરજ્જો આપ્યો હતો, કારણ કે ૨૪,૦૦૦ વર્ષો કરતાં વધુ સમયથી કલશ જાતિના લોકો અહીં રહેતા હતા એના પુરાવાઓ તો દસ્તાવેજમાં પણ મળે છે.

આ ઘટનાક્રમ લાંબો ચાલ્યો હોત, પણ ૨૦૦૪માં ગુરુગ્રામ હૉસ્પિટલમાંથી કિડની સ્કૅમ ખુલ્લું પડતાં દેવેન્દ્ર અને અમિતની અરેસ્ટ થઈ અને બન્ને જેલમાં ગયા. હરામપંતીની તમે હદ જુઓ. જે સમયે તે બન્નેની અરેસ્ટ થઈ એ સમયે તેઓ ૨૦૦ કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઍડ્વાન્સ પેમેન્ટ લઈ ચૂક્યા હતા. મતલબ કે આગામી વર્ષોમાં તેઓ મિનિમમ આટલા લોકોને તો મારવાના જ હતા!

પરોલથી સીધો જમ્પ

દેવેન્દ્રની કેફિયત પછી દિલ્હી હાઈ કોર્ટે તેને જન્મટીપની અને એ પછી ફાંસીની સજા સંભળાવી અને દેવેન્દ્ર જેલમાં સડવા માંડ્યો. ૧૬ વર્ષ એકધારાં જેલમાં કાઢ્યા પછી દેવેન્દ્રએ ૨૦૨૦ના જાન્યુઆરી મહિનામાં કોર્ટમાં પરોલ માગી. કારણ આપ્યું કે તેની વાઇફને કૅન્સર હોવાથી તે મળવા માગે છે. કોર્ટે પરોલ ગ્રાન્ટ કરી અને દેવેન્દ્ર શર્મા જેલની બહાર આવ્યો, પણ પછી તે પાછો ગયો જ નહીં.

૨૦ દિવસ માટે મળેલા એ પરોલથી દેવેન્દ્ર સીધો ફરાર થઈ ગયો. પોલીસે તપાસ કરી તો ખબર પડી કે તેની વાઇફ તો વર્ષોથી તેને છોડી ચૂકી છે અને દીકરાઓ સાથે મુંબઈમાં રહે છે, દૌસામાં તેને કંઈ લેવાદેવા નથી!

નસીબજોગે દેવેન્દ્ર પરોલ પૂરી થયાના એક મહિના પછી મળી ગયો. એ સમયે તે નેપાલ ભાગી જવાની વેતરણમાં હતો. ફરીથી દેવેન્દ્ર જેલમાં ગયો અને જેલવાસ જીવવા માંડ્યો. બીજી વખત તેણે પરોલ માગી ૨૦૨૩ના જૂન મહિનામાં. આ વખતે તેણે બે મહિનાની પરોલ માગી હતી. કોર્ટે પરોલ મંજૂર કરી. દેવેન્દ્રએ કારણ આપ્યું હતું કે તેણે વારસાઈ સંપત્તિનો નિકાલ કરવાનો છે.

દેવેન્દ્ર જૂનની ૧૧ તારીખે જેલમાંથી બહાર આવ્યો અને એ પછી સીધો ૨૦૨પની ૨૦મી મેએ પોલીસના હાથમાં આવ્યો. મતલબ, દેવેન્દ્ર બીજી વખતની પરોલ પરથી પણ ફરાર થઈ ગયો.

આ વખતે બન્યો બાવો

દેવેન્દ્રના કહેવા મુજબ થોડા મહિના તે ઉત્તર પ્રદેશ અને બિહારમાં ફર્યો અને એ પછી પોતાના ગામ દૌસા આવ્યો અને મહંત વિનાની એક જગ્યાએ બાવો બનીને રહેવા માંડ્યો. રોજ સવારે ૪ વાગ્યે ઊઠવું, આરતી કરવી અને પછી સત્સંગ માટે ભાવિકો સામે બેસી જવું એ તેનો નિત્યક્રમ હતો. જોકે એમાં ક્યાંય વાલિયો વાલ્મીકિ બન્યાનો ભાવ નહોતો. દેવેન્દ્ર વેતરણમાં હતો કે જૂના સાથીઓ મળી જાય તો તેમની સાથે નવેસરથી કામ શરૂ કરવું અને એ માટે કાયમ નેપાલ ચાલ્યા જવું. સંતનો ભેષ તો માત્ર ચહેરો છુપાવવા માટે હતો અને સારા અને સામાજિક કામો કરવાની આડમાં તેણે પોતાના નવા ગોરખધંધાઓને આકાર આપવાનું પણ શરૂ કરી દીધું હતું.

જોકે બીજી તરફ ફાંસીની સજા સાંભળી ચૂક્યા પછી ફરાર થયેલા દેવેન્દ્ર માટે કોર્ટે પોલીસ ડિપાર્ટમેન્ટનો ઊધડો લીધો એમાં પોલીસ દોડતી થઈ. પોલીસે બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ જેવા અનેક વિસ્તારોમાં દેવેન્દ્ર શોધ્યો પણ તેનો કોઈ પત્તો લાગ્યો નહીં અને પછી અચાનક બગાસું ખાતાં પોલીસના મોઢામાં પતાસું આવ્યું.

બન્યું એવું કે દેવેન્દ્રની વાઇફના નંબરની કૉલ-ડીટેલ ચેક કરવામાં આવી, જેમાં એક નંબર એવો મળ્યો જેની કોઈ વિગત નહોતી. એ ફોન આઠેક મહિના પહેલાં આવ્યો હતો. એ નંબરની તપાસ કરી તો ખબર પડી કે એ નંબર બંધ થઈ ગયો છે. કરમની કઠણાઈ જુઓ કે દેવેન્દ્રએ એ જ નંબર ૪ મેએ રીચાર્જ કરાવ્યો અને પોલીસને ખબર પડી કે એ નંબર ચાલુ થયો છે. લોકેશન અને રીચાર્જ સેન્ટર પરથી ખબર પડી કે એ દૌસા ગામ છે. દિલ્હી પોલીસે સિવિલ ડ્રેસમાં તપાસ આદરી અને તેને સંત દયાદાસ મળ્યા. બે પોલીસ કર્મચારી તો રાજસ્થાની પોશાકમાં રાજસ્થાની બનીને બે દિવસ સુધી દયાદાસના સત્સંગમાં પણ જઈ આવ્યા. અત્યારના દયાદાસના ફોટો પરથી AIની હેલ્પ લઈ તેનો જૂનો ફોટો કેવો હોઈ શકે એની તપાસ કરવામાં આવી અને ખાતરી થઈ કે આ જ માણસ દેવેન્દ્ર છે એટલે પોલીસે ૨૦ મેએ દેવેન્દ્રની ધરપકડ કરી. દેવેન્દ્ર પકડાયો એના બીજા દિવસે તો તેણે એક વૃદ્ધાશ્રમનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો. ભગવા વસ્ત્રોની અંદર પણ તેની નિયતમાં સુધારો થાય એવું નહોતું. દયાદાસ બન્યા પછી પણ તેણે કેટલાય લોકોને ઠગ્યા છે એનો હિસાબ તો હવે પોલીસ લેશે.

દેવેન્દ્રને હજી પણ પોતાનાં કૃત્યો પર કોઈ અફસોસ નથી. હા, હવે તે ફિલોસૉફીને એમાં જોડે છે અને કહે છે કે ‘ઈશ્વરે એ લોકોને છુટકારો આપવા માટે મને પસંદ કર્યો હતો. મેં મારું કર્મ કર્યું...’

pakistan hinduism india life and style culture news