18 April, 2025 12:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
માલવિકા મનોજ કહે છે સુંદરતા ઇમ્પરફેક્શનમાં જ છે
માલવિકા મનોજ, જે માલી તરીકે પણ ઓળખાય છે, તે મુંબઈની ગાયક-ગીતકાર છે. તે ક્લાસિક પોપ અને કન્ટેમ્પરરી વોઇસના મિશ્રણ માટે જાણીતી છે. માલીના સંગીતમાં ધ કાર્પેન્ટર્સ, ધ ઇગલ્સ અને ફ્લીટવુડ મેક જેવા આઇકોનિક પોપ એક્ટ્સ તેમજ 80 અને 90ના દાયકાની ઇન્ડી અને ઇલેક્ટ્રો-પોપ શૈલીઓનો પ્રભાવ છે. માલવિકા મનોજે આ વખતે ઇટ્સ અ ગર્લ થિંગમાં ભાગ લીધો તે દરમિયાન ગુજરાતી મિડ-ડે સાથે વિશેષ વાત કરી હતી.
સંગીતને મામલે તમારી જિંદગીની “OMG-આ-ઇઝ-ઇઝ-હેપનિંગ” ક્ષણ કઈ હતી — જેનાથી તમને એવું લાગ્યું કે કંઇક મેળવ્યું છે?
ઘણા વર્ષો પહેલાં કૉલેજના મારા પહેલા બેન્ડનો એક વીડિયો હતો. એ યુટ્યુબ એઆર રહેમાને ટ્વિટર અને ફેસબુક પર શેર કરવામાં આવ્યો હતો. હું હજી કૉલેજમાં હતી, અમારું બેન્ડ વિખેરાઈ ગયુ હતું પણ એક રડ્યો ખડ્યો વીડિયો રાતારોત વ્યૂઝ મેળવે અને તે પણ તમે જેને વર્શિપ કરો છો એ માણસ શૅર કરે તે કેટલી મોટી બાબત છે.
સ્ક્રિબલિંગ લિરિક્સથી લઈને સ્ટુડિયો સેશન્સ સુધી — તમારી કારકિર્દીના ગ્રાફમાં અત્યાર સુધીનો સૌથી વાઇલ્ડ ટર્ન શું આવ્યો છે?
મુંબઈ આવવું. હું ચેન્નઇમાં હતી, ત્યાં જ કામ કરતી હતી પણ મારું સંગીત લોકો સુધી પહોંચતું નહોતું. તમે કમ્ફર્ટમાંથી નીકળો એ બહુ મોટી વાત છે અને મેં એ જ કર્યું. હું મુંભી આવી અને બધા પડકારો સ્વીકાર્યા, પાર કર્યા અને કદાચ એ સૌથી મોટો ક્રેઝી કહી શકાય એવો કર્લ બૉલ હતો.
તમે કોઈ ટાપુ પર એકલા રહી જાવ તો કયા ત્રણ આર્ટિસ્ટ તમારા પ્લે લિસ્ટ પર હોવા જોઇએ?
ફ્લીટવુડ મેક, બીટલ્સ તો ખાસ. આવા સંજોગોમાં તમારી પાસે એવું પ્લે લિસ્ટ હોવું જોઇએ જેનું કેટલૉગ નાનું નહોય, વિશાળ હોય. એવા કલાકાર જે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવામાં જોરદાર હોય એ પણ જરૂરી છે. જોની મિશેલ જેવી સિંગર અને સોંગ રાઇટર હોય તો કેટલા નવા વિચારો અને ગીતો મળે.
ક્રિએટિવ બ્લોક આવે ત્યારે શું કરો છો?
અનુભુતિ થઇ શકે એવી કોઈ બાબત સાથે જોડાઉં છું. તમે લાગણીઓથી દૂર જાવ તો સર્જનાત્મકતા અટકે અથવા ઘટે અથવા બ્લૉક આવે. જાડી ચામડીના થઇ જવા, બધું ખાવાનું પણ બેસ્વાદ લાગે, કોઇ અનુભવ રિચ ન લાગે આવામાં તમારે દરેક બાબતમાં સુંદરતા શોધવાની છે. બારીની બહાર બોલતાં પંખી હોય તે જોઇને પણ તમને વિચાર આવે કે કેટલી સદીઓથી ઉત્ક્રાંતિ થઇ છે અને જો તમે તમારી અપેક્ષાઓને જરા ઓછી કરશો તો તમને નાની સુંદર બાબતોથી પ્રેરણા મળવાના રસ્તા મળી જશે. આ બધું લખવાની, ક્રિએટિવીટી માટેની સામગ્રી બને છે.
એવી કઈ વિચિત્ર જગ્યા છે જ્યાં તમને કોઈ ગીત સૂજ્યું હોય?
મારા એક ઓળખિતા સિગરેટ પીતા અને સિગરેટ સળગી જ નહોતી રહી. તેણે લાઇટરનું સેટિંગ બદલ્યું તો એવો ભડકો થયો કે તેના વાળ બળતા બળતા બચ્યા. આ ડર લાગે એવું હતું પણ થોડું ફની પણ હતું. મેં ત્યારે સેમિ ઑટોમેટિક બુટાને ગીત લખ્યું જે સ્મોકિંગ કેટલું જોખમી હોવા છતાં લોકો કરે છે તેની વાત કરે છે.
ઈન્ડી અને મેઈનસ્ટ્રીમ મ્યુઝિક સ્પેસ બંનેમાં તમે કામ કરો છો તો IAGT જેવા પ્લેટફોર્મ છોકરીઓને તેમનો અવાજ રજુ કરવામાં મદદ કરે છે?
મને લાગે છે કે IAGT એ એક શ્રેષ્ઠ નેટવર્કિંગ ઇવેન્ટ છે. હું છેલ્લે આવી એક ઇવેન્ટ મ્યુઝિક મેટર્સ માટે સિંગોપારમાં હતી અને હું એટલી બધી ક્રોસ સેક્શનની સ્ત્રીઓને મળી શકી હતી. કોઇ રાઇટર હતું કોઈ એઆઇમાં કામ કરતું હતું કોઇ કોર્પોરેટમાં હતું વગેરે. જો IAGT જેવી ઇવેન્ટ ન કરી હોત તો હું ઘણાં લોકોને મળી ન હોત. હું આંકાક્ષાને કદાચ મોડી મળી હોત પણ આ ઇવેન્ટને લીધે એ શક્ય બન્યું. IAGT એક મહત્વની ઇવેન્ટ છે જ્યાં અમે અમારા કામની વાત કરી શકીએ છીએ અને તેને વિશે વધુ વિચારવાનો, નવી દિશા કે શક્યતાઓનો મોકો પણ મળે છે.
"It’s A Girl Thing" જેવી કોઈ ઇવેન્ટનો ભાગ બનવું અલગ રીતે હિટ કરે છે?
આવી ઇવેન્ટને કારણે કોમ્યુનિટી ભેગી આવી શકે છે. તમે મોટેભાગે લોકોનો કોન્ટેક્ટ ન કરતા હો તેવા લોકો સાથે તમારા સંપર્ક થાય. લોકોને એક સાથે લાવતી હોવાથી આ ઇવેન્ટ અગત્યની છે.
જો તમારા આગલા આલ્બમમાં IAGT એક ટ્રૅક હોત, તો તે કેવું સાઉન્ડ થાત – સોલફૂલ કે ફાયરી કે અકૂસ્ટિક વાઇબ વાળું?
એ કોઈ એન્થમ જેવું હશે. થોડું એન્ટરટેનિંગ અને ક્વર્કી. બહુ ગાંભીર્ય નહીં હોય તેમાં પણ છતાં ય મજબૂત વોઈસ હશે.
IAGT માટે તમારો મેસેજ?
સુંદરતા અને એક પ્રકારની વલ્નરેબલિટી છે, સંપૂર્ણતામાં સુંદરતા હોય એવું ન હોય. અત્યારે તો બધું એરબ્રશથી ક્લીન કરેલું, ટચ અપ કરેલું હોય છે. સુંદરતા ત્વચામાં નહીં તેનાથી ઘણી અંદર હોય, ઊંડે હોય છે – જે અત્યારે વધુ નજરે ચઢે છે. આપણે સુંદરતાને મહત્વ આપનારી દુનિયામાં છીએ પણ મને વલ્નરેબલિટી પસંદ છે કારણકે તે હવે રેર ગણાય છે.