વાસ્તુ Vibes: ભય નહીં, જાગૃતિ સાથે તમારા ઘરની દિશા જાણીને જીવનમાં સંતુલન લાવો

29 September, 2025 05:09 PM IST  |  Mumbai | Hetvi Karia

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું.

વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

ઘર હોય કે ઑફિસ, પ્રાચીન વાસ્તુશાસ્ત્રને અનુસરવામાં આવે તો ઉત્તમ પરિણામો મળે છે. ન માત્ર આર્થિક લાભ પરંતુ, માનસિક અને શારીરિક સુખાકારી માટે પણ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું હિતાવહ છે. ઇન્ટરનેટનાયુગમાં આંગળીના ટેરવે વાસ્તુ સંબંધિત ટુચકાઓ પણ ભરપુર મળી રહે છે. પણ, તેમાં તથ્યને નામે કશું જ હોતું નથી. વળી, વાસ્તુશાસ્ત્રના જાણકારોની મસમોટી ફી પરવડે એવી નથી હોતી. ત્યારે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું. તમારી વાસ્તુ સંબંધિત ગૂંચવણો નીકળી જશે અને તે તરફનો તમારો દૃષ્ટિકોણ પણ બદલાઈ જશે. સાથે જ સકારાત્મક અભિગમ કેળવાશે. તો, વાસ્તુ સંબંધિત ટિપ્સ માટે અમારી સાથે જોડાઓ દર સોમવારે `વાસ્તુ વાઇબ્સ`માં...

ચાલો એક વાર્તાથી શરૂઆત કરીએ. એક વખત હું એક પ્રોપર્ટી જોવા ગયો હતો. પ્રોપર્ટી નિરીક્ષણ કરતી વખતે દંપતીએ મને જણાવ્યું કે, તેમને કોઈએ સલાહ આપી હતી કે તેઓએ રસોડામાં જ સુવું જોઈએ, કારણ કે તેમના ઘર માટે તે દિશા શુભ અને લાભકારી છે. અને માસ્ટર બેડરૂમ, જે ખૂબ સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યો હતો, તે રાત્રે ખાલી જ રાખવો જોઈએ, કારણ કે તે અશુભ દિશા ગણાય છે. આ સાંભળીને મને આશ્ચર્ય થયું. મેં હળવાશથી પૂછ્યું, “શું તમારા માટે રસોડામાં સૂવું અનુકૂળ છે?” ત્યારે દંપતીએ ગભરાટભર્યા હાવભાવ સાથે મારી સામે જોયું અને કહ્યું કે તેઓ બિલકુલ આરામદાયક અને ખુશ નથી. તેઓએ ઉમેર્યું કે, માસ્ટર બેડરૂમ ‘અશુભ રૂમ’ તરીકે લેબલ થઈ ગયો હોવાથી તેઓ તેને વાપરતાં ડરતા હતા અને ભયમાં હતા કે કદાચ તેમની સાથે કોઈ નકારાત્મક ઘટના બની શકે. તેથી તેઓને સેકન્ડ ઓપિનિયનની જરૂર હતી.

મિત્રો, આપણે સમજવું જરૂરી છે કે વાસ્તુના સિદ્ધાંતો આપણાં જીવનમાં બંધનો, મર્યાદાઓ કે ભય ઊભા કરવા માટે નથી. વાસ્તુ તો આપણા જીવનને વધુ ઊર્જાવાન અને સંતુલિત બનાવવા માટે માર્ગદર્શક છે. જૉ કોઈ દિશા મૂળભૂત સિદ્ધાંતો અનુસાર ખૂબ અનુકૂળ નથી, તેનો અર્થ એ નથી કે દંપતીએ પોતાનો રૂમ છોડી દેવો જોઈએ.

વાસ્તુનો મુખ્ય હેતુ આપણને સંતુલન, ઉર્જા અને સજાગ જીવન તરફ દોરી જવાનો છે. પરંતુ જ્યારે તેનો ખોટો અર્થ કાઢવામાં આવે અથવા સંવેદનશીલતાના અભાવે તેનો અમલ થાય, ત્યારે સારા હેતુથી આપેલી સલાહ પણ ચિંતા અને પોતાના જ ઘર પ્રત્યે વિયોગની લાગણી પેદા કરી શકે છે.

કોનશીયસ વાસ્તુ શું છે?
કોનશીયસ વાસ્તુ એક અનોખો અભિગમ છે જે આવી મૂંઝવણો અથવા પરિસ્થિતિઓને સંબોધવા માટે `પાવર ઑફ સિમ્પલિસિટી` (Power of Simplicity) નો ઉપયોગ કરે છે. કોનશીયસ વાસ્તુનો અભિગમ સ્થળ (Space), સમય (Time) અને ચેતના (Consciousness) ના સિદ્ધાંતો પર આધારિત છે, જે પંચમહાભૂત (પાંચ તત્ત્વો) સાથે સંકલિત છે. આ પદ્ધતિ યોગ્ય સ્થાન, યોગ્ય સમય અને યોગ્ય મનોદશા ઊંડાણપૂર્વકના અભ્યાસને જોડે છે. કોનશીયસ વાસ્તુ આપણને કોઈ પણ સ્થળની ઉર્જા સમજવામાં મદદ કરે છે અને કોઈપણ પ્રકારની મર્યાદાઓ કે અવરોધો ઉભા કર્યા વિના, તે સ્થળનો યોગ્ય ઉપયોગકર્તા બનવા માટે માર્ગદર્શન આપે છે. ઉપરાંત, આ પદ્ધતિ માત્ર સ્થાનની ઊર્જાને જ નહીં, પરંતુ વ્યક્તિગત ઊર્જાને પણ વધારવા વિશે છે.

પ્રાચીન જ્ઞાન, આધુનિક મહત્ત્વ
વાસ્તુ શાસ્ત્ર શતાબ્દીઓથી વિકસતું આવ્યું છે અને આજ સુધી સંશોધન તથા વ્યવહારિક ઉપયોગ દ્વારા શુદ્ધ થઈ રહ્યું છે. કોનશીયસ વાસ્તુપ્રાચીન જ્ઞાનને આજની આધુનિક જીવનશૈલીમાં સરળતાથી અપનાવી લે છે.

તેનો ઉપયોગ નીચે મુજબ થઈ શકે છે:
- પ્લોટ પસંદગી અને મકાન દિશા
- રૂમ પ્લેસમેન્ટ અને લેઆઉટ
- દરવાજા અને બારીઓની સ્થિતિ
- ઇન્ટિરિયર ડિઝાઇન અને ફર્નિચરની ગોઠવણી
- રંગો, આકારો અને કલાકૃતિનો ઉપયોગ
- વ્યક્તિગત ઊર્જા અને કલ્યાણમાં વધારો

ધ્યેય ફક્ત જગ્યાને "સ્થિર" કરવાનો નથી, પણ તેમાં રહેતી વ્યક્તિને ઉન્નત કરવાનો છે

એક સામાન્ય ઉદાહરણ: એકસરખું લેઆઉટ, અલગ પરિણામો
એક સામાન્ય એપાર્ટમેન્ટ બિલ્ડિંગનો વિચાર કરો. ઘણીવાર તમામ માળ પર એપાર્ટમેન્ટ્સનો લેઆઉટ એકસરખો હોય છે અને મુખ્ય દરવાજા એકદિશામાં હોય છે. છતાં, કેટલાક પરિવારો સમૃદ્ધિ અનુભવે છે જ્યારે અન્ય સંઘર્ષ કરે છે. શા માટે?

આવું એટલા માટે થાય છે કારણ કે ચુંબકીય ક્ષેત્ર અને ઊર્જા દરેક માળે બદલાતી રહે છે.

કોનશીયસ વાસ્તુ નીચેના મુદ્દાઓને ધ્યાનમાં લે છે:

- સ્થાનની ચોક્કસ ઊર્જા વાંચન
- સમય ચક્ર (Timing cycles)
- વ્યક્તિગત ઊર્જા અને ચેતના

જ્યારે સ્થળ, સમય અને ચેતના ત્રણેયને એકસાથે સમજવામાં આવે છે, ત્યારે જ સાચું સંતુલન અને સુમેળ પ્રાપ્ત કરી શકાય છે.

સામાન્ય નિયમો કરતાં વ્યક્તિગત ઉકેલ
સામાન્ય વાસ્તુ સૂચનો મૂળભૂત સંતુલન માટે મદદરૂપ થઈ શકે છે, પરંતુ દરેક પ્રોપર્ટી પોતાની રીતે અનોખી હોય છે. “વન-સાઇઝ-ફિટ્સ-ઑલપ્રકારનો અભિગમ ઘણી વાર પૂરતો સાબિત થતો નથી. કોનશીયસ વાસ્તુ દરેક સ્થાન અને વ્યક્તિની વિશિષ્ટતાનો માન રાખીને, તેમની જરૂરિયાતને અનુરૂપ વ્યક્તિગત ઉકેલો પ્રદાન કરે છે.

નિષ્કર્ષ: તમારા સ્થળ માટેનો યુઝર મેન્યુઅલ
જો તમે પહેલેથીકોઈ પ્રોપર્ટીમાં રહેતા હો, તો કોનશીયસ વાસ્તુ તમારા માટે એક યુઝર મેન્યુઅલની જેમ કામ કરે છે. તે તમને મોટા ફેરફારો કરવા અથવા ડરમાં જીવવાનું નથી કહેતું . તેના બદલે, તે તમને તમારા સ્થાનને સમજવામાં અને તેને એવી રીતે ઉપયોગમાં લેવા માટે સહાય કરે છે, જે તમને યોગ્ય લાગે અને તમને સશક્ત બનાવે.

Dr Harshit Kapadia
Metaphysics Consultants:
Conscious Vaastu®, Yuen Hom and Sam Hap Style of Feng Shui

conscious vaastu vaastu vibes astrology culture news life and style lifestyle news gujarati mid day exclusive hetvi karia dr harshit kapadia