વાસ્તુ Vibes: પરંપરાથી એક ડગલું આગળ જઈને સમજીએ વાસ્તુને

08 September, 2025 12:09 PM IST  |  Mumbai | Dharmik Parmar

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું.

વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

ઘર હોય કે ઑફિસ, પ્રાચીન વાસ્તુશાસ્ત્રને અનુસરવામાં આવે તો ઉત્તમ પરિણામો મળે છે. ન માત્ર  આર્થિક લાભ પરંતુ, માનસિક અને શારીરિક સુખાકારી માટે પણ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું હિતાવહ છે. ઇન્ટરનેટના આ યુગમાં આંગળીના ટેરવે વાસ્તુ સંબંધિત ટુચકાઓ પણ ભરપુર મળી રહે છે. પણ, તેમાં તથ્યને નામે કશું જ હોતું નથી. વળી, વાસ્તુશાસ્ત્રના જાણકારોની મસમોટી ફી પરવડે એવી નથી હોતી. ત્યારે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું. તમારી વાસ્તુ સંબંધિત ગૂંચવણો નીકળી જશે અને તે તરફનો તમારો દૃષ્ટિકોણ પણ બદલાઈ જશે. સાથે જ સકારાત્મક અભિગમ કેળવાશે. તો, વાસ્તુ સંબંધિત ટિપ્સ માટે અમારી સાથે જોડાઓ દર સોમવારે `વાસ્તુ વાઇબ્સ`માં...
 
વાસ્તુ વાઇબ્ઝના પહેલા લેખમાં આપણે કૉન્શિયસ વાસ્તુનાં મૂળિયાંને સમજવાનો પ્રયાસ કર્યો. હવે બીજા લેખમાં કૉન્શિયસ વાસ્તુને હજી વધારે નજીકથી સમજવાનો પ્રયાસ કરીએ. કૉન્શિયસ વાસ્તુ આપણને આપણી જગ્યાની આંતરિક સુંદરતાને વધારવા માટે સભાન કરે છે. અને એ ખામીઓ તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે એમાં જે અપાર શક્તિઓ છુપાયેલી છે તે આંખ સામે લાવે છે. તે અંતે તો જગ્યાના શુદ્ધિકરણ માટે શીરાની જેમ ગળે ઊતરી જાય એ પ્રકારે માર્ગદર્શન આપે છે. આમ, સમસ્યાઓ તરફ ધ્યાન આપવાને બદલે કૉન્શિયસ વાસ્તુ તો પ્રશંસાયુક્ત, સંતુલનકારી અને ઇરાદાપૂર્વકની વિકાસયાત્રા તરફ લઇ જાય છે. તે બધું જ તમને `વાસ્તુ Vibes`ની આ શ્રેણીમાં અનુભવવા મળશે.

`કૉન્શિયસ વાસ્તુ` કેમ પરંપરાથી અલગ તરી આવે છે?

વાસ્તુ વિષે સમજાવનારાઓની પરંપરા જોઈએ તો આપણી જગ્યામાં શું ભૂલ છે તે માટેની જ વાત કરતા હોય છે. પણ, કૉન્શિયસ વાસ્તુની જે ફિલસૂફી છે તે પરિવર્તનને આમંત્રણ આપે છે. તે આપણને સમજાવે છે કે જે છે તેમાં શું સારું છે. ઉદા. કોઈ ચોક્કસ ખૂણો છે જે કુદરતી રીતે શાંતિને લાવનારો છે. બારી છે જે પ્રકાશના આવાગમન માટે યોગ્ય છે વગેરે. કૉન્શિયસ વાસ્તુ જે ખોટું છે તે માટેની ચિંતા કરવા કરતાં જાગૃતિ લાવવામાં પ્રેરક બને છે. આ પ્રક્રિયા આપણને શું ખોટું છે તેમાં સુધારો કરવા માટે પ્રેરણા આપે છે એટલું જ નહીં, બહારની શક્તિઓ કઈ રીતે જગ્યાના આંતરિક સંતુલનને ટેકો આપે છે અથવા અવરોધે છે તેના પર ફોકસ કરે છે. જેથી તે વાસ્તુ-વિષયને એટલો સરળ બનાવે છે કે જે આપણને નાના નાના પરિવર્તન લાવવા માટે પ્રેરણા આપે છે. જેમકે ખુરશીનો સ્થાનફેર કરવો. જગ્યામાં ઊર્જાવાન વાતાવરણ લાવવા કોઈ ચોક્ક્સ ખૂણો વાપરવો વગેરે. ઘણીવાર આવા નાના ફેરફારો પણ શાંતિ ને સમૃદ્ધિ ખેંચી લાવતા હોય છે. `વાસ્તુ Vibes` એક એવો પ્રયાસ છે જે થકી તમે તમારી સ્પેસ સાથે મુક્ત મને સંવાદ સાધી શકશો.

સમસ્યાઓ નહીં, શક્યતાઓ પર દૃષ્ટિ કરો....

મોટાભાગના લોકો માને છે કે વાસ્તુ એ સ્થાપત્યલક્ષી પ્રાચીન ભારતીય અભ્યાસ છે. એ ખરું છે પણ તેનાથી આગળ તે સમય, ઊર્જાની ગતિવિધિઓ, કુદરતી તરંગો કઈ રીતે દિવાલો-બારીઓથી આગળ વધીને તેના પર નાના નાના પ્રભાવ પાડે છે તેની પર વાત કરતી સિસ્ટમ છે. આ ઘર કે ઓફિસની જગ્યા વિષેની વાત નથી. પણ વાત છે કે જે તે જગ્યામાં આપણે કેવી રીતે રહીએ છીએ, શું આ જગ્યા આપણા સ્વાસ્થ્ય અને સપનાઓને પુરા કરવા માટે મદદરૂપ બને એવી છે? ડરી જવા કરતાં તે આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે. તે સમસ્યાઓને બદલે શક્યતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

યંગ જનરેશનને પણ પચે એવી વાતો....

આ આપણને આજની લાઈફસ્ટાઈલને અનુકૂળ આવે એવી રીતે વાસ્તુનો ઉપયોગ કરવા માટે પ્રેરે છે. કોઇપણ વાત હોય આજનું યંગ જનરેશન પ્રામાણિકતા, ઈમોશનલ ઇન્ટેલિજન્સ અને પ્રેક્ટકાલિટીને મહત્વ આપે છે. ત્યારે આપણે  `વાસ્તુ Vibes` શીર્ષક હેઠળ જે શ્રેણી શરૂ કરી રહ્યા છીએ તેમાં એક પછી એક વાસ્તુ-વિષયના વિવિધ સ્તરો અને પરિમાણોને સમજવાનો પ્રયાસ કરીશું. આપણે ફક્ત નિયમો જ નહીં, પરંતુ સમજણપૂર્વક આપણી આસપાસના વાતાવરણ સાથે કેવી રીતે જોડાવું તે શીખીશું. તમને થશેકે શું આપણી જગ્યા આપણી વિકાસયાત્રામાં મદદરૂપ થઇ શકે? બસ, તમારી આ જ જીજ્ઞાસાનો તમને જવાબ અહીંથી મળશે. ચાલો, ચિંતા કર્યા વગર વસ્તુઓને અલાઈન કરતા શીખીએ. કનેક્ટ થઈએ આપણી જગ્યા સાથે કે જેની સાથે આપણે મોટાભાગનો સમય ગાળતા હોઈએ છીએ.

Dr Harshit Kapadia
Metaphysics Consultants:
Conscious Vaastu®, Yuen Hom and Sam Hap Style of Feng Shui

conscious vaastu vaastu vibes astrology culture news lifestyle news life and style gujarati mid day exclusive dharmik parmar dr harshit kapadia healthy living